બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / BJPs doors for Nitish Kumar Big statement by Home Minister Amit Shah from Bihar

રાજનીતિ / નીતિશ કુમાર માટે ભાજપના દરવાજા....: બિહારથી ગૃહમંત્રી અમિત શાહનું મોટું નિવેદન

Kishor

Last Updated: 04:12 PM, 25 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારમાં રાજનીતીમાં સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં આજે ગૃહ મંત્રી અમિત શાહે એક રેલીને સંબોધન કર્યુ હતુ. તેમા નીતિશ કુમાર પર અનેક ચાબખા મારતા કહ્યુ હતુ કે હવે નીતિશ કુમાર માટે ભાજપના દરવાજા બંધ છે. દર ત્રણ વર્ષે તેમને પીએમ બનવાના સપના આવી રહ્યા છે.

  • બિહારના રાજનીતીમાં સૌથી મોટા સમાચાર
  • દર 3 વર્ષે નીતિશ કુમારને આવે છે PM બનવાના સપના
  • ગૃહમંત્રી અમિત શાહે એક રેલીને સંબોધન કર્યુ

બિહારના વાલ્મિકી નગરમાં આજે ગૃહમંત્રી અમિત શાહે રેલીને સંબોધીત કરી હતી. જેમાં તેમણે બિહારની રાજનીતિ અને નીતિશ કુમાર પર અનેક ચાબખા મારતા લોકોને પુછ્યુ હતુ કે, શુ તમારે જંગલ રાજથી આઝાદી જોઈએ છે કે નહીં ? આ ઉપરાંત રેલીમાં આવેલી તમામ ભીડને લઈને તેમણે કહ્યુ હતુ કે,  હું તમારા પ્રેમને સલામ કરૂ છુ. તેમજ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પાસે સૌથી વધુ સીટો હતી તેમ છતાં મુખ્ય મંત્રી નીતિશ કુમારને બનાવવામાં આવ્યા હતા. પરંતુ અત્યારે જંગલ રાજના નેતા એવા લાલુ પ્રસાદ યાદવના ખોળામાં બેસી ગયા છે અને સરકાર બનાવી છે. તેથી હવે નીતિશ કુમાર અનેક વખત આવી ચુક્યા છે અને હવે તેમના માટે ભાજપના દરવાજા કાયમ બંધ જ છે.

 

મહાગઠબંધન દ્વારા પણ રેલી યોજી

બીજી તરફ આજે મહાગઠબંધન દ્વારા પણ રેલી યોજી હતી. જેમાં સાતેય પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા. ત્યારે આ રેલીમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર, નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ અને આરજેડીના સુપ્રિમો એવા લાલુ પ્રસાદ યાદવે પણ જનતાને સંબોધન કર્યુ હતુ. આ રેલીને સંબોધિત કરતા મુખ્યમંત્રીએ કહ્યુ હતુ કે, અમે સાત પાર્ટી એક સાથે જ છીએ, અમે તમામ લોકો એક સાથે મળી કામ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, દેશભરમાંથી ઘણા ફોન આવ્યા છે જ્યારે અમે લોકો ભેગા થયા. તેમજ કોંગ્રેસની રાહ જોઈ રહ્યા હોવાનુ પણ લોકોની સામે રેલીમાં ઉલ્લેખ કરતા નીતિશ કુમારે કોંગ્રેસને સાથે આવવા માટેની વિનંતી કરી હતી. અને કહ્યુ હતુ કે જો કોંગ્રેસનો સાથ મળશે તો ભાજપને ૧૦૦ સીટ પણ નહીં આવે. અને જો આમ નહીં થાય તો ભાજપને ફાયદો થવાની પણ વાત લોકોની સામે રેલીમાં નીતિશ કુમારે કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ