બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP wins in Lakhpat and Abdasa taluka panchayats in Kutch

રાજનીતિ / કચ્છમાં કેસરિયો.! કોંગ્રેસ પાસેથી ભાજપે સત્તા છીનવી, 2 તાલુકા પંચાયતમાંથી પંજો ગયો, છેલ્લા ટાણે જુઓ શું ખેલ પડ્યો

Dinesh

Last Updated: 04:39 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kutch News : કચ્છ જિલ્લામાં જનતાના સીધા સંપર્કવાળી સંસ્થાઓમાંથી કોંગ્રેસની સત્તા ગઈ, લખપત અને અબડાસા તાલુકા પંચાયત પર હવે ભાજપની સત્તા સ્થાપાઈ

  • કચ્છની કોંગ્રેસ પ્રેરિત તાલુકા પંચાયતો ભાજપે છીનવી 
  • લખપત અને અબડાસા તાલુકા પંચાયતમાં ભગવો લહેરાયો
  • કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોએ ભાજપના દાવેદારોને સમર્થન આપ્યું

કચ્છમાં તાલુકા પંચાયતોને લઈ રાજકરાણ ગરમાયું છે. કચ્છ જિલ્લામાં જનતાના સીધા સંપર્કવાળી સંસ્થાઓમાંથી કોંગ્રેસની સત્તા ગઈ છે. આપને જણાવીએ કે, 2 તાલુકા પંચાયતમાં કોંગ્રેસની સત્તા છીનવીને ભાજપે કબજે કરી લીધી છે. લખપત અને અબડાસા તાલુકા પંચાયતમાં પર હવે ભાજપની સત્તા સ્થાપાઈ છે

લખપત અને અબડાસા તાલુકા પંચાયતમાં ભગવા રાજ
અત્રે આપને જણાવીએ કે, કચ્છમાં 10 તાલુકા પંચાયતમાંથી 2 તાલુકા પંચાયત કોંગ્રેસે જીતી હતી. રોસ્ટર બદલાતા અઢી વર્ષે એ 2 તાલુકા પંચાયત પણ કોંગ્રેસે ગુમાવી દીધી છે. કોંગ્રેસના સભ્યો ભાજપમાં ભળી જતા તમામ 10 તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન આવી ગયું છે. 7 નગરપાલિકામાં 5 ભાજપ પાસે જ્યારે 2 નગરપાલિકામાં વહીવટી શાસન છે. તમામ 6 ધારાસભાની બેઠકો પણ ભાજપ પાસે અને સાંસદ પણ ભાજપના જ છે.

કચ્છ ભાજપ પ્રમુખનું નિવેદન
કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે આ અંગે જણાવ્યું કે, કચ્છ જિલ્લામાં પંચાયતી શાસનમાં સંપૂણપણે ભાજપનું શાસન થઈ ગયું છે. વડાપ્રધાન તેમજ મુખ્યમંત્રીની કાર્ય પદ્ધતિથી પ્રેરાઈ કોંગ્રેસના સભ્યોએ પણ ટેકો આપ્યો છે. કોંગ્રેસના સભ્યોને તોડવાના કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ