બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / BJP replied to rahul gandhi's allegations of Narendra Modi's caste notified as OBC before he became CM
ADVERTISEMENT
ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાતિને લઈને તેમના પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાડ્યો હતો કે," PM મોદી ઓબીસીમાં પેદા નથી થયાં. ગુજરાતનાં CM બનવા બાદ તેમણે પોતાની જાતિને ઓબીસીનાં રૂપમાં નોંધણી કરાવી." રાહુલ ગાંધીનાં આ આરોપનો વળતો જવાબ BJP તરફથી આપવામાં આવ્યો છે.
Prime Minister Narendra Modi got his caste notified as an OBC after he became the Chief Minister of Gujarat: Rahul Gandhi.
— Amit Malviya (@amitmalviya) February 8, 2024
This is a blatant lie. PM Narendra Modi's caste was notified as an OBC on Oct 27, 1999, a full 2 years BEFORE he became the Chief Minister of Gujarat.… pic.twitter.com/lDU3uJrHwJ
ADVERTISEMENT
BJPએ પોતાના નિવેદનમાં કહ્યું કે- "આ હળાહળ ખોટું છે. PM મોદીની જાતિ તેમના ગુજરાતનાં મુખ્યમંત્રી બનવાનાં 2 વર્ષ પહેલાં 27 ઑક્ટોબર 1999નાં ઓબીસીનાં રૂપમાં નોંધવામાં આવી હતી."
ADVERTISEMENT
ઓબીસીને લઈને PM મોદી પર નિશાન સાધ્યું
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે-"પીએમ મોદી પાર્લિયામેંટમાં કહે છે કે ઓબીસી વર્ગને ભાગીદારીની શું જરૂરિયાત છે? તેઓ કહે છે કે હું ઓબીસી છું. મોદીજી ગુજરાતનાં સવર્ણ જાતિનાં ઘરમાં પેદા થયાં હતાં. ઘાંચી કમ્યૂનિટીને ભાજપે વર્ષ 2000માં ઓબીસીમાં સામેલ કર્યું. PM મોદી જનરલ કાસ્ટમાં પેગા થયાં હતાં તે કોઈ ઓબીસીને ભેટતાં નથી અને ન કોઈ ખેડૂતનો હાથ પકડે છે."
વધુ વાંચો: લોકસભામાં શ્વેતપત્ર લાવી મોદી સરકાર: UPAના સમયમાં ઈકોનોમી સંભાળવામાં થયેલી ભૂલો પર થશે ચર્ચા
ADVERTISEMENT
2014માં પણ આ જ સવાલો ઊઠાવવામાં આવ્યાં હતાં
રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે- PM નરેન્દ્ર મોદી જાતિગત ગણતરી નથી કરવાનાં...જાતિ જનગણના કોંગ્રેસ જ કરીને બતાવશે. તેમણે કહ્યું કે મોદીજી કહે છે કે દેશમાં માત્ર 2 જ જાતિઓ છે ગરીબ અને અમીર તો પછી તે OBC ક્યાંથી થઈ ગયાં" આવું પહેલીવાર નથી બન્યું જ્યારે કોંગ્રેસે PM મોદીની જાતિને લઈને સવાલો ઊઠાવ્યાં હોય. 2014ની સાલમાં PM મોદીનાં જીતવા પહેલાં પણ કોંગ્રેસે આ પ્રકારનાં આક્ષેપો જ લગાડ્યાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.