બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Politics / nirmala sitharaman presented white paper against UPA government in parliament today
ADVERTISEMENT
નાણામંત્રી નિર્મલા સીતારમણે ગુરુવારે લોકસભામાં ભારતીય અર્થવ્યવસ્થા પર 'શ્વેત પત્ર' રજૂ કર્યું. નાણામંત્રીએ પોતાના વચગાળાનાં બજેટનાં ભાષણ દરમિયાન ઘોષણા કરી હતી કે સરકાર 2014 સુધી UPA શાસનનાં 10 વર્ષોમાં આર્થિક ગેરવહીવટને હાઈલાઈટ કરતી અર્થવ્યવસ્થા પર એક શ્વેત પત્ર લાવશે.
Union Finance Minister Nirmala Sitharaman lays on the Table a copy of the 'White Paper on the Indian Economy' today, in Lok Sabha pic.twitter.com/oYFwUHtSeE
— ANI (@ANI) February 8, 2024
ADVERTISEMENT
નિર્મલા સીતારમણે કહ્યું કે," NDA સરકારે એ વર્ષોનાં સંકટને પાર કરી લીધું છે અને અર્થવ્યવસ્થાને સર્વાંગીણ વિકાસની સાથે-સાથે ઉચ્ચ વિકાસ પથ પર મજબૂતી સાથે મૂકવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે હવે એ જોવાનું છે કે આપણે 2014 સુધી કહ્યાં હતાં અને હવે ક્યાં છીએ."
ADVERTISEMENT
શ્વેતપત્રમાં શું-શું લખવામાં આવ્યું?
ADVERTISEMENT
'White Paper on the Indian Economy', laid by FM Nirmala Sitharaman in Lok Sabha reads - The UPA Government inherited a healthy economy ready for more reforms, but made it non-performing in its ten years. In 2004, when the UPA government began its term, the economy was growing at…
— ANI (@ANI) February 8, 2024
ADVERTISEMENT
શ્વેતપત્ર અનુસાર " UPA સરકાર આર્થિક ગતિવિધિઓને સુવિધાજન્ય બનાવવામાં વિફળ રહી. અને એની જગ્યાએ યૂપીએ સરકારે એવી મુશ્કેલીઓ પેદા કરી જેના લીધે અર્થવ્યવસ્થા શાંત થવા લાગી. એ સરકારે વાજયેરીનાં નેતૃત્વવાળી NDA સરકારનાં સુધારાઓનાં વિલંબિત પ્રભાવ અને અનૂકુળ વૈશ્વિક પરિસ્થિતિઓનો લાભ ઊઠાવ્યો. પરિણામ એવું આવ્યું કે ખરાબ ઋણોનો એક પહાડ બની ગયો. ઉચ્ચ રાજકોષીય નુક્સાન, મોટું ચાલૂ ખાતાનું નુક્સાન અને પાંચ વર્ષો માટે 2 અંકોની મોંઘવારીની સ્થિતિ સર્જાઈ હતી જેની અસર ભારતીયોનાં પોકેટ પર થઈ અને દેશ ફ્રેઝાઈલ ફાઈવનાં ક્લબમાં સામેલ થઈ ગયું."
કોંગ્રેસે કરી બ્લેક પેપરની ઘોષણા
શ્વેતપત્રની સામે કોંગ્રેસે બ્લેક પેપર લાવવાની વાત કરી છે. તેના પર PM મોદીએ રાજ્યસભામાં નિશાન સાધતાં કહ્યું કે," કાળા કપડામાં સંસદને ફેશન શૉ જોવાનો મોકો મળ્યો. ક્યારેક -ક્યારેક કેટલાક કામ એટલા સારા હોય છે જે લાંબા સમય સુધી ઉપયોગી હોય છે. અમે અહીં કોઈ સારી ચીજ કરી લઈએ તો પરિવારમાં એક સ્વજન એવો પણ આવી જાય છે જે કહે છે કે અરે નજર લાગી જશે જરા કાળો ટીકો લગાડી દઉં.. આજે છેલ્લાં 10 વર્ષોમાં જે કામ થયાં છે તેને કોઈની નજર લાગી ન જાય તે માટે આજે ખરગે કાળો ટીકો લગાડીને આવ્યાં છે."
ADVERTISEMENT
વધુ વાંચો: 'ગુજરાતની બધી લોકસભા બેઠકો જીતશે ભાજપ, કોંગ્રેસના ફરી સુપડા સાફ'- મૂડ ઓફ નેશનમાં દાવો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.