બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bjp mp narhari amin fainted during the group photo session of parliamentarians

નવી દિલ્હી / નવી સંસદના શ્રીગણેશ: જૂની ઈમારત બહાર યોજાયું ફોટો સેશન, ગુજરાત ભાજપના સાંસદ થયા બેભાન

Malay

Last Updated: 11:08 AM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Old Parliament Building Photoshoot: સાંસદોના ગ્રુપ ફોટો સેશન દરમિયાન અચાનક બેભાન થઈ ગયા ભાજપના સાંસદ નરહરી અમીન, જોકે થોડા સમય પછી તેમની તબિયતમાં સુધારો થયો અને તેઓ ફરીથી ફોટો સેશનમાં જોડાયા.

  • સવારે જૂના સંસદ ભવન પહોંચ્યા હતા સાંસદો
  • સાંસદોનું ચાલી રહ્યું હતું ગ્રુપ ફોટો સેશન 
  • અચાનક બેહોશ થઈ ગયા હતા સાંસદ નરહરી અમીન 

નવા સંસદ ભવનમાં વિશેષ સત્રની શરૂઆત પહેલા આજે સવારે સાંસદો જૂના સંસદ ભવન પહોંચ્યા હતા. અહીં સાંસદોનું ગ્રુપ ફોટો સેશન ચાલી રહ્યું હતું. આ ફોટો સેશન દરમિયાન ગુજરાત ભાજપના સાંસદ નરહરી અમીન અચાનક બેહોશ થઈ ગયા હતા. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પોતાની સીટ છોડીને દોડી આવ્યા હતા. જોકે, થોડા સમય પછી તેમની તબિયતમાં સુધારો થયો હતો અને તેઓ ફરીથી ફોટો સેશનમાં જોડાયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાજ્યસભાના અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા અને અન્ય સાંસદો આજના સંસદ સત્ર પહેલાં સંયુક્ત ફોટો સેશન માટે એકઠા થયા હતા.

આજથી નવી સંસદ ભવનમાં શરૂ થશે કામ
તમને જણાવી દઈએ કે, ભારતે એડવિન લુટિયન દ્વારા ડિઝાઇન કરાયેલ 96 વર્ષ જૂની સંસદ ભવનને અલવિદા કહી દીધું છે. આજથી નવી સંસદ ભવનમાં કામ શરૂ થશે. લોકસભાની કાર્યવાહી બપોરે 1:15 વાગ્યે શરૂ થશે, જ્યારે રાજ્યસભાની કાર્યવાહી બપોરે 2:15 વાગ્યે શરૂ થશે. નવી સંસદ ભવનનાં ઉદ્ઘાટન માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. જેમાં કુલ 1280 સભ્યો માટે બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે.

ભારતના નવા સંસદ ભવનમાં છ પ્રવેશદ્વારો
ભારતના નવા સંસદ ભવનનાં વિવિધ પ્રવેશદ્વારો પર મુકવામાં આવેલી જાજરમાન પ્રાણીઓની મૂર્તિઓ પાછળ ઘણી વસ્તુઓ પણ સમજાવે છે. સંસદના છ પ્રવેશદ્વારોમાં શુભ પ્રાણીઓ તેમજ પૌરાણિક જીવોની મૂર્તિઓ છે જેને "દ્વારપાલ" તરીકે મૂકવામાં આવ્યા છે. પ્રવેશદ્વાર પરના શિલ્પોમાં ગરુડ, ગજ (હાથી), અશ્વ (ઘોડો), મગર, હંસ અને શાર્દુલા (પૌરાણિક પ્રાણી)નો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દરેક પ્રાણી પ્રકૃતિ અને તેના વિવિધ સ્વરૂપોનું પ્રતીક છે. 

પ્રથમ ત્રણ દરવાજામાં ઘોડા, ગજા અને ગરુડની મૂર્તિઓ
આજથી નવી સંસદ ભવન ખાતે વિશેષ સત્રની કાર્યવાહી શરૂ થશે. આ ઈમારતમાં પ્રવેશ માટે 6 દરવાજા બનાવવામાં આવ્યા છે. પ્રથમ ત્રણ દરવાજામાં ઘોડા, ગજા અને ગરુડની મૂર્તિઓ છે. તેમને જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર નામ આપવામાં આવ્યું છે. 

જૂનું સંસદ ભવન ગોળ તો નવું કેમ ત્રિકોણાકાર?
971 કરોડ રૂપિયાના ખર્ચેથી બનેલું આ નવું સંસદ ભવન ખૂબ જ ભવ્ય, ત્રિકોણાકાર અને કલાકૃતિઓના સંગ્રહની સાથે અનેક વિશેષતાઓ ધરાવે છે. જે સેન્ટ્રલ વિસ્ટા કમ્પ્લીટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનો પણ એક ભાગ છે. અહીંયા એક વાત ધ્યાનમાં લેવા જેવી છે કે જૂના સંસદ ભવન પર નજર કરીએ તો તે ગોળાકાર આકારનું છે. પરંતુ સંસદની નવી ઇમારત ત્રિકોણાકાર છે, હવે આવું કેમ છે? તેની પાછળ છુપાયેલું કારણ શું છે? તો તેના ત્રિકોણીય હોવા પાછળ વૈદિક સંસ્કૃતિ અને તંત્ર શાસ્ત્ર સાથે ઊંડો સંબંધ છે, તો ચાલો તેના વિશે સંપૂર્ણ માહિતી જાણીએ. 

નવી સંસદમાં જૂની સંસદની તુલનામાં વધુ સુવિધાઓ 
તમને જણાવી દઈએ કે નવી સંસદમાં જૂની સંસદની તુલનામાં વધુ સુવિધાઓ આપવામાં આવી છે, આ સાથે જ રાષ્ટ્રીય પક્ષી મોરની થીમ પર લોકસભા પણ તૈયાર કરવામાં આવી છે. અને તેમાં 888 સભ્યો માટે પૂરતી બેઠક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જ્યારે રાજ્યસભા રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર તૈયાર કરવામાં આવી છે જેમાં 348 સભ્યોના બેઠકોની જોગવાઈ કરવામાં આવી છે. જો સંયુક્ત સત્ર હોય તો આ નવા સંસદ ભવનમાં 1272 સભ્યો માટે બેઠક વ્યવસ્થા છે. 

નવા સંસદ ભવનનું આજે PM મોદીના હસ્તે ઉદ્ઘાટન, બે તબક્કામાં કાર્યક્રમ,  દિલ્હીની તમામ સરહદો સીલ, સજ્જડ સુરક્ષા | Prime Minister Narendra Modi will  inaugurate the newly ...

શું છે ત્રિકોણાકાર હોવાનું મહત્વ? જાણો 
નવી સંસદ ભવનના આર્કિટેક વિમલ પટેલ છે જેને આ બિલ્ડિંગને ત્રિકોણના આકારમાં તૈયાર કરી છે. એક રિપોર્ટ અનુસાર નવા સંસદની બિલ્ડિંગનો આકાર વૈદિક સંસ્કૃતિ અને તંત્ર શાસ્ત્ર સાથે સંબંધિત છે. નવી સંસદ ભવન  ત્રિકોણાકાર પ્લોટ પર આવેલું છે જેના ત્રણ ભાગ છે, લોકસભા, રાજ્યસભા અને એક સેન્ટ્રલ લાઉન્જ. સાથે જ આ ત્રિકોણાકાર એ દેશના વિવિધ ધર્મો અને સંસ્કૃતિઓમાં પવિત્ર ભૂમિતિનું પ્રતીક છે અને ધાર્મિક મહત્વ પણ છે.  આપણા ઘણા પવિત્ર ગ્રંથોમાં ત્રિકોણ આકારનું મહત્વ છે. શ્રીયંત પણ ત્રિકોણાકાર છે અને ત્રણ દેવો અથવા ત્રિદેવ બ્રહ્મા વિષ્ણુ મહેશ પણ ત્રિકોણના પ્રતિક છે, તેથી ત્રિકોણાકાર આકારનું નવું સંસદ ભવન ખૂબ જ પવિત્ર અને શુભ છે. 
 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ