બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bjp leader jeetram munda killed by goons in ranchi in heavy firing news in Gujarati

હત્યા / હોટલમાં ચા પીતા ભાજપના આ નેતાની ઘાતકી હત્યા, સમગ્ર પંથકમાં મચ્યો હાહાકાર

Dharmishtha

Last Updated: 09:52 AM, 23 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાંચીમાં બુધવારની સાંજે ભાજપના એક નેતાની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે.

  • જીતરામ મુંડા એક હોટલમાં પોતાના એક સાથે રાજકિશોરની સાથે ચા પી રહ્યા હતા
  • બાઈક સવાર હુમલાખોરોએ તેમના પર તાબડતોડ ગોળીબારી કરી દીધી
  • ઘાયલ રાજકિશોરની સારવાર કરવામાં આવી રહી

 બાઈક સવાર હુમલાખોરોએ તેમના પર તાબડતોડ ગોળીબારી કરી દીધી

ઝારખંડની રાજધાની રાંચીમાં બુધવારની સાંજે ભાજપના એક નેતાની ગોળી મારી હત્યા કરી દેવાઈ છે. જાણકારી અનુસાર ભાજપ અનુસૂચિત જનજાતિ મોર્ચાના જિલ્લાધ્યક્ષ જીતરામ મુંડા એક હોટલમાં પોતાના એક સાથે રાજકિશોરની સાથે ચા પી રહ્યા હતા. આ દરમિયાન બાઈક સવાર હુમલાખોરોએ તેમના પર તાબડતોડ ગોળીબારી કરી દીધી. હુમલામાં રાજકિશોરને પણ ગોળી મારી દીધી. ત્યારે દુસ્સાહસિક ઘટનાને અંજામ આપતા હુમલા ખોરે હવાઈ ફાયરિંગ કરતા ત્યાંથી ફરાર થઈ ગયા.

જીતરામ મુંડા એક હોટલમાં પોતાના એક સાથે રાજકિશોરની સાથે ચા પી રહ્યા હતા

આ ઘટના બાદ પોલીસ પ્રશાસનમાં હલચલ મચી ગઈ છે. પોલીસ વિસ્તારના સીસીટીવી કેમેરાના ફુટેજ તપાસી રહ્યા છે અને નાકાબંધી પણ કરવામાં આવી છે. કહેવાઈ રહ્યું છે કે ઘટનાની પાછળ અંગત અદાવતનો મામલો છે. આ હુમલો શહેરના અને માંઝી વિસ્તારમાં સ્થિત આર્યન લાઈન નામની હોટલમાં થયો જ્યાં મુંડા પોતાના સાથીઓની સાથે ચા પી રહ્યા હતા. મુંડાને હોસ્પિટલને લઈ જવામાં આવ્યા હતા.  જ્યાં ચિકિત્સકોએ તેમણે મૃત જાહેર કર્યા છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

 ઘાયલ રાજકિશોરની સારવાર કરવામાં આવી રહી

બન્નેને મેદાંતા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઘાયલ રાજકિશોરની સારવાર કરવામાં આવી રહી છે.  આ ઘટનાની જાણકારી મળ્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અને સાંસદ અર્જુન મુંડા, ભાજપાએ સંગઠન મંત્રી ધર્મપાલ સિંહ, પૂર્વ સાંસદ રામટહલ ચૌધરી સહિત અનેક ભાજપ નેતા હોસ્પિટલ પહોંચ્યા અને પોતાની સંવેદનાઓ વ્યક્ત કરી. બીજી તરફ આ ઘટનાને લઈને ભાજપ કાર્યકર્તાઓમાં ખાસો આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે પોલીસના અનુસાર પહેલી નજરમાં મામલો આંતરિક વિખવાદનો નજરે પડે છે.

જીતરામ મુંડાનો મનોજ મુંડા નામના એક વ્યક્તિ સાથે ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે

કહેવામાં આવી રહ્યું છે કે જીતરામ મુંડાનો મનોજ મુંડા નામના એક વ્યક્તિ સાથે ઘણા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મનોજે ભાપા નેતાની હત્યા કરાવી છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે અને તેમનું કહેવું છે કે જલ્દી મામલામાં ખુલાસો કરવામાં આવશે અને આરોપીની ધરપકડ કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ