બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / BJP government and Modi are providing free of cost treatment up to Rs 5 lakh to poor families- PM

MP / 'આ કાર્ડ હોસ્પિટલમાં દેખાડજો, મફત સારવારની કોઈ ના નહીં પાડે' PM મોદીની ગરીબોને ગેરન્ટી

Hiralal

Last Updated: 05:30 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશમાં ચાલું વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તે પહેલા પીએમ મોદીએ ગરીબોની મફત સારવારને લઈને એક ગેરન્ટી આપી છે.

  • મધ્યપ્રદેશમાં ચાલું વર્ષના અંતે વિધાનસભાની ચૂંટણી
  • પીએમ મોદીએ શહડોલમાં લોન્ચ કર્યું નેશનલ સિકલ સેલ એનિમીયા
  • આયુષમાન કાર્ડ હોસ્પિટલોમાં 5 લાખની ગેરન્ટી છે-પીએમ 

ચૂંટણીવાળા રાજ્ય મધ્યપ્રદેશમાં પીએમ મોદીએ ગરીબોની મફત સારવારને લઈને એક ગેરન્ટી આપી છે. શહડોલમાં જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આયુષમાન કાર્ડ એ હોસ્પિટલોમાં 5 લાખની સારવારની ગેરન્ટી છે. આ મોદીની ગેરન્ટી છે. 

પીએમ મોદીએ સભામાં દેખાડ્યું આયુષમાન કાર્ડ 
આ કાર્યક્રમમાં લોકોને આયુષ્માન કાર્ડ બતાવતા પીએમ મોદીએ કહ્યું કે, તમે આ મોદી ગેરેન્ટેડ કાર્ડથી દેશની કોઈપણ હોસ્પિટલમાં જઈને 5 લાખ સુધીની સારવાર કરાવી શકો છો. પીએમે તેને પોતાની ગેરંટી ગણાવતા કહ્યું કે આ મારી ગેરંટી છે કે આ કાર્ડ બતાવ્યા બાદ કોઈ તમને સારવાર માટે ના પાડી શકે નહીં. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "અત્યારે મધ્યપ્રદેશમાં 1 કરોડ લાભાર્થીઓને આયુષ્માન કાર્ડ પણ આપવામાં આવી રહ્યાં છે. આ બંને પ્રયત્નોનો સૌથી મોટો લાભ આપણા ગોંડ સમાજ, ભીલ સમાજ અને અન્ય આદિવાસી સમુદાયના લોકો છે.

મધ્યપ્રદેશમાં 1 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ અપાયા 
પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "આજે અહીં મધ્યપ્રદેશમાં 1 કરોડ લોકોને આયુષ્માન કાર્ડ આપવામાં આવ્યા છે. જો કોઈ ગરીબ વ્યક્તિને ક્યારેય હોસ્પિટલમાં જવું પડે છે, તો આ કાર્ડ તેના ખિસ્સામાં 5 લાખ રૂપિયા સુધીના એટીએમ કાર્ડ તરીકે કામ કરશે.

નકલી ગેરન્ટી આપતાં નેતાઓથી સાવધાન રહેવાનું કહ્યું 
પોતાના સંબોધન દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે તમારે નકલી ગેરંટીથી સાવધાન રહેવું પડશે. વિપક્ષના મફત યોજનાઓના વાયદાઓ પર નિશાન સાધતા પીએમે કહ્યું કે, જેમની પાસે પોતાની ગેરંટી નથી તેમનાથી સાવધાન રહો. કેટલાક નેતાઓ આવે છે અને મફત વસ્તુઓનું વચન આપે છે અને પછી સુવિધાઓને મોંઘી બનાવે છે. પીએમ મોદીએ કહ્યું, ગેરંટીની આ ચર્ચા વચ્ચે તમારે પણ ખોટી ગેરંટી આપનારા અને જેમની પાસે પોતાની કોઈ ગેરંટી નથી, તેઓ ગેરંટી સાથે તમારી પાસે નવી યોજનાઓ લઈને આવી રહ્યા છે, તેનાથી તમારે પણ સાવધાન રહેવું પડશે. તેમની ગેરંટીમાં રહેલી ખામીઓને ઓળખી કાઢો, ખોટી ગેરંટીના નામે ચાલી રહેલી તેમની છેતરપિંડીની રમતને સમજો.

વિપક્ષી એકતા પર હુમલો
મોદીએ વિપક્ષી એકતા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આ બધા ભ્રષ્ટ અને રાજવંશી લોકો હવે એકઠા થયા છે. હવે તમે આ તમામ લોકોને એક મંચ પર એક સાથે જામીન પર જોશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ