બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / BJP CR Patil press conference on congress MP Dhiraj Sahu income tax raid issue

સુરત / કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદના ઘરે 300 કરોડ રોકડા મળતા સી આર પાટીલના પ્રહાર, કહ્યું જનતાનો લૂટેલો એક-એક પૈસો પાછો આપવો પડશે

Vaidehi

Last Updated: 05:28 PM, 9 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુના પરિસરમાં આઈટી દરોડામાં 300થી વધુ કરોડનું બેહિસાબી નાણું ઝડપાયું જે બાદ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજીને કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતાં.

  • કોંગ્રેસ સાંસદ ધીરજ પ્રસાદ સાહુ પાસેથી મળ્યું 300 કરોડનું બેહિસાબી નાણું
  • ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની પત્રકાર પરિષદ
  • કોંગ્રેસ પાર્ટી પર કર્યાં રાજકીય પ્રહારો

ઝારખંડમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ પ્રસાદ સાહુ પાસેથી આજે 300 કરોડ જેટલી રકમ IT વિભાગે જપ્ત કરી છે. આ દરોડામાં અત્યાર સુધીમાં "બિનહિસાબી રોકડ" જપ્ત કરવામાં આવી છે અને તેનો આંકડો 290 કરોડ રૂપિયાને પાર ગયો છે. કોઈ પણ એજન્સી દ્વારા એક જ ઓપરેશનમાં મળી આવેલું આ "અત્યાર સુધીનું સૌથી વધુ" કાળું નાણું છે. આ ઉપરાંત દાગીનાની 3 સૂટકેસ પણ મળી આવી છે.  કોંગ્રેસનાં આ સાંસદનો ઈનકમ ટેક્સ વિભાગ દ્વારા પરદાફાશ થયાં બાદ ગુજરાતનાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે પ્રેસ કોન્ફેરેન્સ યોજી હતી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યાં હતાં.

સી.આર.પાટીલે કરી પત્રકાર પરિષદ
તેમણે કહ્યું કે કોંગ્રેસનાં ભ્રષ્ટાચારનાં પૂરાવા અંગે ગઈકાલે 210 કરોડ અને હવે 300 કરોડથી ઉપરની રકમ IT વિભાગે જપ્ત કરી  છે.  ઝારખંડનાં સાંસદ ધીરજ પ્રસાદ સાહુને ત્યાં આવક વિભાગનાં દરોડામાં આ જે મોટી રકમ મળી આવી છે તેનાથી સૌથી આંખો પહોડી રહી ગઈ છે. સી.આર. પાટીલે કોંગ્રેસ પર પ્રહાર કરતાં કહ્યું કે, "  2 વખત લોકસભા ચૂંટણીમાં હારેલા વ્યક્તિને કોંગ્રસે 3 વખત રાજ્યસભાનાં સાંસદ બનાવ્યાં છે. એવી તો એ વ્યક્તિ શું મદદ કરતો હતો જેનાં લીધે કોંગ્રેસે તેને 3 વખત સાંસદ બનાવ્યો છે.  આ વ્યક્તિ તો રાહુલ ગાંધીની પણ ખુબ નજીક છે."

ભ્રષ્ટાચાર અને કોંગ્રેસ પરી સી.આર.પાટીલ
તેમણે કહ્યું કે, "કોંગ્રેસનાં અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખરગે પણ આ વિષયે ચુપ છે. કોંગ્રેસે હજુ સુધી આ બાબતે મૌન જાળવ્યું છે. જનતાનો લૂટેલો એક-એક પૈસો પાછો આપવો પડશે. આ મોદીની ગેરન્ટી છે.  PM મોદીની ગેરન્ટી છે કે તેઓ ભ્રષ્ટાચારને જળમૂળથી ઊખેડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસનાં આ એક સાંસદ પાસેથી આવી રકમ મળી છે તેવી તો કોંગ્રેસનાં અન્ય સભ્યો પાસે કેટલી રકમ હશે...ગાંધી પરિવાર સૌથી વધુ ભ્રષ્ટ છે. "

ભાજપા અધ્યક્ષ અનિલ પટેલે શું કહ્યું?
ગાંધીનગર જિલ્લા ભાજપા અધ્યક્ષ અનિલ પટેલે કહ્યું કે, કોંગ્રેસની દુકાન મહોબતની નહીં પરંતુ જૂઠ લૂંટ અને ભ્રષ્ટાચારની દુકાન છે. તેમણે કહ્યું કે, 'સુખી નાગરિક અને સશક્ત ભારત એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે. "સાફ નિયત સહી વિકાસ" સાથે દેશના નાગરિકોની એકેએક પાઈ ભ્રષ્ટાચારીઓ પાસેથી પરત લાવવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગેરંટી છે.'

નોટો ગણવાના 40 નાના મોટા મશીન મંગાવાયા 
સુત્રોના જણાવ્યા અનુસાર વિભાગે નોટો ગણવાના 40 જેટલા નાના-મોટા મશીનો મૂક્યા છે અને બેન્કમાંથી સ્ટાફને બોલાવીને ગણતરી કરાઈ રહી છે. 

136 બેગની ગણતરી બાકી 
એસબીઆઈ બલાંગીરના રિજનલ મેનેજર ભગત બેહરાએ જણાવ્યું હતું કે, "અત્યારે અમે બે દિવસની અંદર તમામ પૈસા ગણવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છીએ. 50 કર્મચારીઓ પૈસા ગણી રહ્યા છે. અમને પૈસાની થેલીઓની 50 થેલીઓ મળી છે અને અમે ફક્ત 176 થેલીઓની ગણતરી પૂર્ણ કરી છે, હજુ 40 બેગની ગણતરી બાકી છે તેમાંથી ઘણી રકમ નીકળી શકે તેમ છે.

ધીરજ પ્રસાદ સાહુ દારુના ધંધો કરી રહ્યો છે 
આ ઉપરાંત વિભાગે જપ્ત કરેલી રોકડને સરકારી બેન્કો સુધી પહોંચાડવા માટે વધુ વાહનોની પણ માગણી કરી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, ધીરજ પ્રસાદ સાહુ સાથે જોડાયેલા પરિસરને પણ શોધના ભાગ રૂપે આવરી લેવામાં આવ્યા હતા. સાહુ દારૂના વ્યવસાય સાથે સંકળાયેલો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ