બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Biporjoy on one side, Kutch earthquake on the other, magnitude 3.5 shock felt

ધરા ધ્રુજી / BIG NEWS: એક તરફ બિપોરજોય, બીજી તરફ કચ્છમાં ભૂકંપ, 3.5ની તીવ્રતાનો અનુભવાયો આંચકો

Dinesh

Last Updated: 05:48 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડધામ મચી, ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિમીના અંતરે નોંધાયું છે.

  • કચ્છમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
  • 3.5ની તીવ્રતાનો અનુભવાયો આંચકો
  • ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિમીના અંતરે નોંધાયું 

કચ્છમાં એક તરફ બિપોરજોય વાવાઝોડાનું સંકટ છે તો બીજી તરફ ભૂકંપનો આંચકો અનુભવાયો છે. કુદરત જાણે કચ્છ પર રૂઠી હોય તેમ કુદરતી આપદા એકબાદ એક આવી રહી છે. કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો અનુભવાયો છે.

ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિમીના અંતરે નોંધાયું
કચ્છમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં દોડધામ મચી હતી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 5 કિમીના અંતરે નોંધાયું છે. અત્રે તમને જણાવી દઈએ કે, કચ્છના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા કેટલાક મહિનાથી ભૂકંપના આચંકા અનુભવાઈ રહ્યાં છે. તેમજ બિપરજોય વાવાઝાડુંનું સંકટ પણ કચ્છ પર ભારે જોવા મળી રહ્યો છે. 

 વાવાઝોડાના પગલે 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રહેશે 
બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સરહદી તાલુકાનાં 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રહેશે. જેમાં દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાના મઢ વગેરે બંધ રહેશે. તેમજ કોટાડા, જડોદર, અને નારાયણ સરોવર, નલિયા, અને કોઠારા બંધ રહેશે. તેમજ નખત્રાણા સહિત 9 ગામોનાં બજાર બંધ રાખવાનો પણ કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. તેમજ દરિયા કિનારાનાં ગામોને એલર્ટ કરાયા છે. 
 

દરિયાકિનારે પવનની ગતિમાં પણ વધારો થયો
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની વધુ અસર વર્તાઈ છે. ત્યારે માંડવીનાં દરિયામાં કરંટ વધ્યો હતો. દરિયાનું પાણી બીચ પરના સ્ટોર સુધી પહોંચ્યું હતું. માંડવીનાં દરિયામાં કરંટ વધતા દરિયાના કિનારાથી 100 મીટર દૂર આવેલી પાણી દુકાનમાં પહોંચ્યું. દરિયા કિનારે પવનની ગતિમાં પણ વધારો થયો છે. અત્યારે માંડવીમાં 80 થી 90 કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

25 ગામો સતત નિરીક્ષણ હેઠળ છેઃ ઋષિકેશ પટેલ 
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાએ નલિયા શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. નલિયા- જખૌનાં આસપાસનાં 3 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. નલિયાનાં ગામોમાં બિપોરજોયનો ખતરો સૌથી વધુ છે. બિપોરજોય વાવાઝોડા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દરિયાકાંઠાનાં 25 ગામો સતત નીરીક્ષણ હેઠળ છે. દરિયા કાંઠાના લોકો તંત્રને સહકાર આપી સુરક્ષિત જગ્યાએ પહોંચશે. બિપોરજોય વાવાઝોડા અંગે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે કે તંત્રએ સજાગ થઈ તમામ તૈયારીઓ કરી છે. 

500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર એક્શન મોડમાં છે. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે દરિયાકાંઠાનાં ગામો ખાલી કરાયા છે. જખૌનું બુડિયા ગામ ખાલી કરવામાં આવ્યું છે. તેમજ 5000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. નલિયાની મોડલ ગર્લ્સ હાઈ. મા લોકોને આશરો અપાયો છે. દરિયાકાંઠાથી 3 કિલોમીટર બુડિયા ગામ દૂર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ