બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / bikaner a wife beats husband with bat video viral police ragistered

બાપ રે બાપ / પત્નીએ બેટથી કરી પતિની ધોલાઈ, જમ્યા વગર સૂઈ ગયો તો આપી સજા, મેઇન કારણ તો પછી ખબર પડી

Premal

Last Updated: 01:46 PM, 14 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિકાનેરમાં પતિ-પત્ની વચ્ચેના વિવાદ બાદ ગુસ્સામાં આવેલી પત્નીએ ક્રિકેટના બેટથી પતિ પર હુમલો કર્યો. પત્નીએ આરોપ લગાવ્યો છે કે તેનો પતિ દરરોજ દારૂ પીને તેની સાથે મારામારી કરે છે.

  • બિકાનેરમાં પતિ-પત્ની વચ્ચેનો વિવાદ ઘેરો બન્યો
  • ભોજન કર્યા વગર પતિ ઊંઘી જતા પત્ની બની ક્રોધિત
  • પત્નીએ ક્રિકેટના બેટથી પતિને બેરહેમીપૂર્વક માર્યો

પતિ-પત્ની વચ્ચે વિવાદ વધુ ઘેરો બન્યો 

રાજસ્થાનના બિકાનેર જિલ્લામાં પતિ-પત્ની વચ્ચે વિવાદ વધુ ઘેરો બનતા ગુસ્સામાં આવેલી પત્નીએ ક્રિકેટના બેટથી પતિ પર થર્ડ ડિગ્રી ઘા માર્યો. પત્નીએ બેટથી મારી-મારીને પતિને અધમૂઓ કરી નાખ્યો. પ્રાપ્ત જાણકારી મુજબ ભોજન કર્યા વગર પતિ ઊંઘી જવાથી પત્ની એટલી નારાજ થઇ કે પત્નીએ પતિને ક્રિકેટના બેટથી બેરહેમીપૂર્વક માર્યો. પતિને આટલો બેરહેમીપૂર્વક માર્યા બાદ તેના માથા પર 15 ટાંકા લગાવવામાં આવ્યાં છે.

મહિલાનો આરોપ, પતિ દારૂ પીને કરે છે મારામારી

વાયરલ વીડિયો મુજબ ક્રિકેટ બેટથી પત્ની ઘણા સમય સુધી પતિના માથા અને ખભા પર હુમલો કરતી રહી. તો મહિલાનો આરોપ છે કે તેનો પતિ દરરોજ દારૂ પીવે છે અને તેની સાથે મારામારી કરે છે. ત્યારબાદ પત્નીના ગુસ્સાએ જવાબ આપ્યો. તો હવે આ મામલે પતિ અને પત્ની બંનેએ એકબીજાની સામે ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાનો ભયાનક વીડિયો હવે વાયરલ થઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આખી ઘટના બિકાનેર શહેર નજીક સ્થિત રિડમલસર ગામની જણાવવામાં આવી રહી છે. 

ઊંઘતા પતિ પર પત્નીએ કર્યો હુમલો

ઘટના મુજબ મંગળવારે રાત્રે 11 વાગ્યે પતિ-પત્ની અમીન અને અનીશાની જોરજોરથી બૂમો પાડવાનો અવાજ આવતો હતો. ત્યારબાદ ઘરની બહાર ઘણા પાડોશીઓ એકત્રિત થયા હતા. તો થોડા સમય બાદ પત્ની અનિશા પોતાના પતિને બેટથી મારવા લાગી. ત્યારબાદ ત્યાં હાજર રહેલ દરેક માણસ હેરાન રહી ગયો. અનીશા તેના પતિ પર સતત બેટથી હુમલો કરી રહી હતી અને તેનો પતિ અમીન બૂમો પાડતો હતો. ઘટના બાદ હવે પોલીસનુ કહેવુ છે કે અમીનના પરિવારજનોએ મહિલા સામે એક ફરિયાદ કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે અનિશા થોડા સમય સુધી પોતાના પતિના ખભા, માથા અને પગ પર બેટથી હુમલો કરતી રહી. જેનાથી અમીનના માથામાં ગંભીર ઈજા આવી છે અને ખૂબ લોહી વહ્યું હતુ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ