બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bihars bhagalpur station viral video with vulgar nsfw message

કોણ છે આવા લોકો / VIDEO : 'કોલગર્લ માટે સંપર્ક કરો', પટણા જંક્શન પોર્ન વીડિયો બાદ હવે આખી રાત ચાલી અશ્લિલ એડ, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 04:57 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના પટણા જંક્શન પર અશ્લિલ વીડિયોની ઘટના તાજી છે ત્યારે ફરી પટણા નજીકના ભાગલપુરમાં પણ જાહેરમાં એક અશ્લિલ એડ આખી રાતે ચાલી ગઈ હતી.

  • પટણા જંક્શન બાદ ભાગલપુરમાં જાહેરમાં ચાલી અશ્લિલ એડ
  • રાતના 8થી સવારના 4 સુધી ડિસ્પ્લે પર ચાલતી રહી આવી એડ
  • કહેવાયું કોલગર્લ માટે અમારો સંપર્ક કરો 

હાલમાં જ પટના જંક્શન સોશિયલ મીડિયાથી લઈને દરેક જગ્યાએ ચર્ચામાં રહ્યું હતું. થયું એવું કે પટના જંક્શનના પ્લેટફોર્મ નંબર 10 પર મોનિટર ડિસ્પ્લે પર અશ્લીલ વીડિયો પ્લે કરવામાં આવ્યો હતો. હવે પટના બાદ કંઈક આવું જ થયું છે ભાગલપુરમાં. અહીં રેલવે સ્ટેશનની બહાર એક ડિસ્પ્લે પર એક અશ્લીલ જાહેરાત ચાલી હતી અને આ જાહેરાત રાતના આઠથી વહેલી સવારના 4 વાગ્યા સુધી ચાલતી રહી હતી. 

શું કહેવાયું જાહેરખબરમાં 
આ ઘટના ભાગલપુર સ્ટેશનની બહાર લાગેલી આંબેડકરની પ્રતિમાની ઉપર લાગેલા ડિસ્પ્લે બોર્ડ પર જોવા મળી હતી જેમાં લખાયું હતું કે "કોલગર્લ માટે અહીં સંપર્ક કરો." લોકોની નજર આ જાહેરાત પર પડતાં જ હોબાળો મચી ગયો હતો. આના સમાચાર જિલ્લા પ્રશાસનને મળતા જ ઉતાવળમાં ચાલતી જાહેરાતને રોકવા માટે પહેલા વિજળી કાપવામાં આવી હતી, ત્યારબાદ તરત જ બોર્ડ હટાવી દેવામાં આવ્યું હતું.

ભાગલપુર સ્ટેશનની સામે બોર્ડ પર અશ્લીલ જાહેરાત
રેલવે સ્ટેશનની આસપાસ મોટા સ્ક્રીન અને બિલબોર્ડ લાગેલા છે જેથી ટ્રેન અને જરૂરિયાત અંગેની જાહેરાતો લોકો સુધી પહોંચાડી શકાય અથવા જનજાગૃતિની જાહેરાતો ચલાવી શકાય. ભાગલપુર રેલ્વે સ્ટેશનની બહાર જેણે પણ ડિસ્પ્લે જોયું તે સ્તબ્ધ થઈ ગયા. કેટલાક લોકોએ આ ઘટનાને પોતાના કેમેરામાં કેદ પણ કરી હતી. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. લોકો પણ તેને ઉત્સાહથી શેર કરી રહ્યા છે. 

ઈલેક્ટ્રિક બોર્ડ ચલાવતી સંસ્થાએ શું કહ્યું
આ બોર્ડ જાહેરાત માટે એક સામાજિક સંસ્થા જીવન જાગૃતિ મિશન ચલાવે છે. આ સંસ્થાનું કહેવું છે કે આ ઇલેક્ટ્રિક બોર્ડને હેક કરીને આવી જાહેરાત ચલાવવામાં આવી છે. સમગ્ર મામલાની જાણ પોલીસને કરવામાં આવી હતી. જે બાદ ડીએસપી અને એસડીએમ ઘટના સ્થળે પહોંચ્યા હતા. લોકોને ઘટના સ્થળેથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બોર્ડને તાત્કાલિક દૂર કરવામાં આવ્યું હતું. સાથે જ જીવન જાગૃતિ સંસ્થાએ જણાવ્યું કે, આ ઈલેક્ટ્રિક બોર્ડ તેમને પ્રશાસને આપ્યું હતું. આ બોર્ડ પર માર્ગ સલામતી અને જાહેર હિતને લગતી માહિતી ફ્લેશ કરવામાં આવી હતી. બધી જ માહિતી હિન્દીમાં ચાલતી હતી, પરંતુ સોમવારે રાત્રે સાડા આઠ વાગ્યે અચાનક આ ગંદી જાહેરાત અંગ્રેજીમાં ચાલવા લાગી. આ મામલે તંત્રએ પોલીસમાં એફઆઈઆર નોંધાવી છે.

પટના જંક્શનમાં આવી ઘટના બની છે
19 માર્ચ, 2023 ના રોજ, પટના જંકશનના પ્લેટફોર્મ નંબર 10 પર લાગેલા એલઈડીમાં એક અશ્લિલ વીડિયો ચાલુ થઈ ગયો હતો જેનો વીડિયો પણ વાયરલ થયો હતો. વીડિયો અમેરિકી પોર્ન એક્ટ્રેસનો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ