બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / bihar hajipur muslim youth beaten viral video sadhu nandi bajrang dal

VIDEO / નંદી સાથે સાધુ વેશમાં ભિક્ષા માગી રહેલા 6 વિધર્મી યુવકોને બજરંગદળના કાર્યકર્તાઓએ ધોઈ નાખ્યા

Pravin

Last Updated: 12:44 PM, 27 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહારના હાઝીપુરમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે 6 વિધર્મી યુવકો સાધુ વેશમાં ભિક્ષા માગી રહ્યા હતા.

  • બિહારમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો
  • સાધુ વેશ ધારણ કરી ભિક્ષા માગતા 6 વિધર્મી યુવકો ઝડપાયા
  • બજરંગદળના કાર્યકર્તાઓએ આ યુવકોને ધોઈ નાખ્યા

બિહારના હાઝીપુરમાંથી એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ 6 લોકો સાથે મારપીટ કરતા હોવાનું દેખાઈ રહ્યું છે. કહેવાય છે કે, જે છ લોકોને મારવામાં આવી રહ્યા છે, તેઓ મુસ્લિમ યુવક છે અને સાધુ વેશમાં ભિક્ષા માગી રહ્યા હતા. આ લોકો હાઝીપુરના કદમઘાટ પર સાધુ વેશમાં નંદી બળદ સાથે લઈને ફરતા હતા. 

બજરંગદળના કાર્યકર્તાઓને શંકા ગઈ અને તેમણે પુછપરછ શરૂ કરી દીધી. પૂછપરછ કરતા સાધુ વેશમાં ફરતા આ છ લોકો મુસ્લિમ નિકળ્યા હતા. ત્યાર બાદ બજરંગદળના યુવાનોએ તેમને બરાબરના ફટકાર્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર જોઈએ તો, પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી. પણ પોલીસ મૂકદર્શક બનીને ત્યાં ઊભી રહી હતી અને બજરંગદળના કાર્યકરો આ મુસ્લિમ યુવકો સાથે પૂછપરછ કરી રહી હતી. 

પોલીસની સામે બજરંગદળના કાર્યકર્તા ગડદા પાટૂ મારવા લાગ્યા હતા. બાદમાં તેમને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા. ત્યાં મુસ્લિમ યુવકોએ જણાવ્યું હતું કે, તેઓ વર્ષોથી આ કામ કરે છે તેમના પૂર્વજો પણ નંદી સાથે ભીખ માગતા હતા. પોતાની પરંપરા અનુસાર તેઓ નંદી સાથે ફરતા હતા. પોલીસે તમામને બોન્ડ પર છૂટા કર્યા હતા. ઓ ઉપરાંત બળદને પણ ગૌશાળામાં મોકલી દેવામાં આવ્યો છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ