બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Biggest fraud committed by a Chinese citizen in Gujarat: 1400 crores stolen from people in 9 days with the tip of his finger

ઠગાઈ / ગુજરાતમાં ચીની નાગરિકે કરી સૌથી મોટી છેતરપિંડી: આંગળીના ટેરવે 9 દિવસમાં લોકોનાં 1400 કરોડ ખંખેર્યા, રીત પારખવી મુશ્કેલ

Vishal Khamar

Last Updated: 10:27 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં ચાઈનીઝ નાગરિક દ્વારા ફૂટબોલ એપ્લિકેનનાં માધ્યમથી ચાઈનીઝ નાગરિકે રૂ. 1400 કરોડ ખંખેર્યા છે. ત્યારે ચાઈનીઝ નાગરિક વુ યુઆન્બે રૂ. 1400 કરોડ લઈ રફુચક્કર થઈ ગયો છે.

  • ગુજરાતમાં ચાઇનીઝ નાગરિક દ્રારા આર્થિક કૌંભાડ સામે આવ્યું 
  • ફૂટબોલ એપ્લિકેશનના માધ્યમથી ચાઇનીઝ નાગરિકે રૂ 1400 કરોડ ખંખેર્યા 
  • ચાઇનીઝ નાગરિક વુ યુઆન્બે રૂ 1400 કરોડ લઇ રફુચકક્ર થઇ ગયો 
  • ઉતર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં બેટિંગ એપ કામ કરતી હતી

સાયબર ક્રાઈમનાં ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં ચાઈનીઝ નાગરિક દ્વારા આર્થિક કૌભાંડ સામે આવ્યું છે. જેમાં ફૂટબોલ એપ્લિકેશનનાં માધ્યમથી ચાઈનીઝ નાગરિકે રૂ. 1400 કરોડ ખંખેર્યા છે. ચાઈનીઝ નાગરિક યુ યુઆન્બે રૂ. 1400 કરોડ લઈ રફુચક્કર થઈ ગયો હતો. ઉત્તર ગુજરાતમાં પાટણ અને બનાસકાંઠામાં બેટિંગ એપ કામ કરતી હતી. વુ યુઆન્બે એપનાં માધ્યમથી 15 થી 75 વર્ષનાં લોકોને ટાર્ગેટ કરતો હતો.  એપનાં માધ્યમથી ડેટાની ચોરી કરીને 1400 કરોડની છેતરપિંડી કરી હતી. 1200 લોકો આ બેટિંગ એપનો ઉપયોગ કરતા હતા. 2022 થી બેટિંગ એપથી આર્થિક સટ્ટાનું નેટવર્ક ચાલતું હતું. સાયબર ક્રાઈમે ચાઈનીઝ ફૂટબોલ ગેમ્સથી સાવચેત રહેવાની પોલીસે લોકોને અપીલ કરી છે.

પોલીસે ચીની નાગરિકના 9 સહયોગીઓની કરી ધરપકડ 
ગુજરાતમાં ચીની નાગરિકે 9 દિવસમાં લોકોનાં 1400 કરોડ ખંખેર્યા છે. દાની ડેટા' નામની ફૂટબોલ સટ્ટાની એપ બનાવી 1400 કરોડની છેતરપિંડી કરવામાં આવી છે. ગુજરાતનાં બનાસકાંઠા અને પાટણનાં 1200 લોકો ભોગ બન્યા છે. માત્ર 9 દિવસમાં 1400 કરોડ ખંખેરી ચીની નાહરિક વૂ ઉયાનબે ફરાર થઈ ગયો છે. સટ્ટાની એપ દ્વારા દરરોજનાં 200 કરોડ ખંખેરવાની સંભવિત પ્રથમ ઘટનાં છે. પોલીસે ચીની નાગરિકનાં 9 સહયોગીઓની ધરપકડ કરી છે. તેમજ સમગ્ર મામલે ગુજરાત પોલીસે એસઆઈટીની રચનાં કરી તપાસ હાથ ધરી છે.

9 દિવસમાં 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી 
ગુજરાતમાં એક ચીની નાગરિકે નકલી ફુટબોલ સટ્ટાની એપ બનાવી માત્ર 9 દિવસમાં 1400 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાની માહિતી સામે આવતાં ખળભળાટ મચ્યો છે.. ચીની નાગરિક ગુજરાતના પાટણ અને સાબરકાંઠામાં રહી ફુટબોલ પર સટ્ટાની એપ બનાવી હતી. જેમાં મોટો નફો થવાની લાલચ આપી લોકોને પૈસા રોકવા જણાવ્યું હતું. 
 '' દાની ડેટા'' નામની આ ચીની એપ વિશે ગુજરાત પોલીસને જુન 2022મા માહિતી મળી હતી
જે બાદ પાટણ અને બનાસકાંઠાના 1200 લોકોએ આ નકલી એપમાં પૈસા રોક્યા હતા. જોકે માત્ર 9 દિવસમાં જ આ એપ બંધ થઇ જતાં લોકોને છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો. જો કે ત્યાં સુધી 1200 ગુજરાતીઓ 1400 કરોડ રૂપિયા ગુમાવી ચુક્યા હતા. '' દાની ડેટા'' નામની આ ચીની એપ વિશે ગુજરાત પોલીસને જુન 2022મા માહિતી મળી હતી. જે બાદ પોલીસે સમગ્ર મામલે 9 લોકોની ધરપકડ કરી હતી. જો કે ચીની નાગરિક વૂ ઉયાનબે ત્યાં સુધી દેશ છોડીને ફરાર થઇ ગયો હતો. 
પોલીસે સમગ્ર મામલે SIT  ની રચના કરી
સમગ્ર મામલે ગુજરાત પોલીસે SITની રચના કરી છે. જો કે ગુજરાતમાં સટ્ટેબાજીની એપ દ્વારા 1200 લોકો પાસેથી 1400 કરોડની છેતરપિંડીની સંભવિત આ પહેલી ઘટના છે. ચીની નાગરિક વૂ ઉયાનબે આ નકલી એપ દ્વારા દરરોજના 200 કરોડ રૂપિયા સેરવી લેવામાં સફળ રહ્યો. ચીની એપ '' દાની ડેટા''ના આ ચોંકાવનારા મામલામાં મોટા ભાગે પાટણ અને બનાસકાંઠાના લોકો ભોગ બન્યા છે..ત્યારે આ એપમાં કરોડો રૂપિયાનો સટ્ટો ખેલનાર લોકો કોણ હતા તેનેલઇને પણ પોલીસે તપાસ હાથ ધરી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ