ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Biggest blow to Congress in election tribal legend MLA Mohan Rathwa gives up
Last Updated: 05:49 PM, 8 November 2022
ADVERTISEMENT
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઑ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ તુંટી છે અને કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું છે. તેઑ સૌથી વધુ વખત ધારાસભ્ય બનવાનો રેકોર્ડ ધરાવવા ઉપરાંત આદિવાસી સમાજમાં બહોળી ચાહના ધરાવે છે. કોંગ્રેસના આ ધારાસભ્ય પોતાના સમર્થકો સાથે ભાજપમાં જોડાશે. આજે સાંજે 5 વાગ્યે કમલમ ખાતે ભાજપનો કેસરિયો ધારણ કરશે. જેને પગલે આગામી ચુંટણીમાં કોંગ્રેસને માઠા પરિણામ ભોગવવા પડે તો નવાઇ નહીં!
ADVERTISEMENT
ચૂંટણી સમયે જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ વિપક્ષ નેતા મોહન રાઠવા હવે ભાજપમાં જોડાવા જઇ રહ્યાં છે. મોહન રાઠવા કોંગ્રેસના સિનિયર નેતા છે અને છોટાઉદેપુરથી બે ટર્મથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. અગાઉ વિસાવદરના ધારાસભ્ય અને ખેડૂત નેતા હર્ષદ રિબડિયા અને કોંગ્રેસના દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ભાજપમાં જોડાઇ ગયા છે. એટલે કે એક બાદ એક કોંગ્રેસને ઝટકા લાગી રહ્યાં છે.
ADVERTISEMENT
મોહનસિંહ રાઠવા કોણ છે?
સંકળાયેલા મુદ્દાઓ