બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

VTV / મનોરંજન / બોલિવૂડ / Big update regarding Brahmastra Part 2 and 3, director Ayan Mukherjee shared the video and said 'work is going on'

મનોરંજન / બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 અને 3 ને લઈને મોટું અપડેટ, ડિરેક્ટર અયાન મુખર્જીએ વીડિયો શેર કરતાં કહ્યું 'કામ ચાલી રહ્યું છે'

Megha

Last Updated: 01:35 PM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બ્રહ્માસ્ત્રના દિગ્દર્શક અયાન મુખર્જીએ શનિવારે એક પોસ્ટ શેર કરીને ચાહકોને 'બ્રહ્માસ્ત્ર ભાગ 2'માં 'દેવ'ના પાત્રની પ્રથમ ઝલક બતાવતા કહ્યું કે ફિલ્મના બીજા અને ત્રીજા ભાગ પર કામ ચાલી રહ્યું છે.

  • ફિલ્મ 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવા'ને રિલીઝ થયાને એક વર્ષ થઈ ગયું 
  • ભાગ- 2 ને લઈને ફિલ્મના નિર્માતાઓએ મોટી માહિતી શેર કરી છે
  • અયાન મુખર્જીએ 'બ્રહ્માસ્ત્ર ભાગ 2'માં 'દેવ'ના પાત્રની પ્રથમ ઝલક બતાવી

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સ્ટારર ફિલ્મ 'બ્રહ્માસ્ત્રઃ પાર્ટ વન-શિવા'ને રિલીઝ થયાને એક વર્ષ થઈ ગયું છે. આ ફિલ્મ 2022માં એવા સમયે રિલીઝ થઈ હતી જ્યારે બૉલીવુડ બૉક્સ ઑફિસ પર ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યું હતું, જોકે, 'બ્રહ્માસ્ત્ર'ની સફળતાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવો પ્રાણ ફૂંક્યો હતો. હવે ચાહકો તેના ભાગ 2 ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ફિલ્મના નિર્માતાઓએ મોટી માહિતી શેર કરી છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

'બ્રહ્માસ્ત્ર ભાગ 2'માં 'દેવ'ના પાત્રની પ્રથમ ઝલક બતાવી
બ્રહ્માસ્ત્રના દિગ્દર્શક અયાન મુખર્જીએ શનિવારે એક પોસ્ટ શેર કરીને ચાહકોને 'બ્રહ્માસ્ત્ર ભાગ 2'માં 'દેવ'ના પાત્રની પ્રથમ ઝલક બતાવી. આટલું જ નહીં, અયાન મુખર્જીએ જણાવ્યું કે ફિલ્મના પાર્ટ 2 અને પાર્ટ 3 પર કામ ઝડપથી ચાલી રહ્યું છે. અયાને સોશિયલ મીડિયા પર એક કોલાજ વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં દેવને લડતા બતાવવામાં આવ્યા છે.

બ્રહ્માસ્ત્રના બીજા અને ત્રીજા ભાગ પર કામ ચાલી રહ્યું છે
હાલ એવી અફવાઓ ચાલી રહી હતી કે અયાનના ડ્રીમ પ્રોજેક્ટના ભાગ બે અને ત્રણનું કામ બંધ કરી દેવામાં આવ્યું છે.  ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ 1: શિવા'એ હિન્દી સિનેમામાં એક વર્ષ પૂર્ણ કર્યું છે, ફિલ્મ નિર્માતા અયાન મુખર્જીએ ફ્રેન્ચાઇઝી બંધ થવાની તમામ અફવાઓને ફગાવતા કહ્યું હતું કે બ્રહ્માસ્ત્રના બીજા અને ત્રીજા ભાગ પર કામ ચાલી રહ્યું છે. 

બંને સિક્વલ એકસાથે શૂટ કરશું
થોડા દિવસો પહેલા ઇન્સ્ટાગ્રામ પર આ વિશે જાહેરાત કરતાં અયાન મુખર્જીએ લખ્યું કે"'બ્રહ્માસ્ત્રઃ અસ્ત્રાવર્સ' વિશે વાત કરવાનો સમય આવી ગયો છે. મને પાર્ટ વન પર જે પ્રેમ મળ્યો છે તે પછી, હું પાર્ટ ટુ અને થ્રી બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છું, જે મને ખબર છે કે પાર્ટ વન કરતાં મોટી અને વધુ મહત્વાકાંક્ષી બનશે. અમે નક્કી કર્યું છે કે બંને સિક્વલ એકસાથે શૂટ કરશું પણ અલગ-અલગ સમયે રિલીઝ કરીશું. આ પાર્ટ અનુક્રમે ડિસેમ્બર 2026 અને ડિસેમ્બર 2027 માં રિલીઝ કરવામાં આવશે.''

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ayan Mukerji (@ayan_mukerji)

હું શીખીશ, પ્રેરિત થઈશ અને વિકાસ કરીશ
તેણે શેર કર્યું કે બીજો અને ત્રીજો પાર્ટ એક સાથે કરવામાં આવશે. તેણે કહ્યું કે  'યુનિવર્સે તાજેતરમાં મને એક ખૂબ જ ખાસ ફિલ્મમાં પગ મૂકવાની અને નિર્દેશિત કરવાની ખૂબ જ ખાસ તક આપી છે! ફિલ્મ શું છે.. તે યોગ્ય સમય આવશે ત્યારે જણાવીશ. આ તક જે મને પડકાર આપે છે અને મને ખૂબ જ ઉત્સાહિત કરે છે..જ્યાં હું શીખીશ, પ્રેરિત થઈશ અને વિકાસ કરીશ. આ બ્રહ્માંડમાં તમામ સકારાત્મક ઉર્જાઓની રાહ જોઉં છું જેથી કરીને હું મારું સર્વશ્રેષ્ઠ આપી શકું અને મારા માટે સૌથી મહત્ત્વની વાતમાં હું યોગદાન આપી શકું - ભારતીય સિનેમા! 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ