બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Big statement of Ketan Inamdar regarding Baroda dairy dispute

વડોદરા / બરોડા ડેરી VS કેતન ઈનામદાર, સોમવારથી પશુપાલકો સાથે ધરણાં અને ઉપવાસ પર ઉતરશે ધારાસભ્ય, જાણો મામલો

Dinesh

Last Updated: 10:41 PM, 18 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધારાસભ્ય કેતન ઇનામદારે બરોડા ડેરીમાં સગાઓને નોકરી આપવાના તેમજ વિવિધ ગોટાળાને લઈ આક્ષેપો કર્યા છે, જે મુદ્દે તેમણે કહ્યું કે, ડેરી સામે સોમવારથી હું અને પશુપાલકો ધરણાં અને ઉપવાસ પર બેસીશું

  • બરોડા ડેરી વિવાદ મામલે કેતન ઈનામદારનું મોટું નિવેદન
  • 'ડેરી સામે સોમવારથી હું અને પશુપાલકો ધરણાં પર બેસીશુ'
  • 'ડેરીના નિયામક મંડળના જવાબથી હું સંતુષ્ટ નથી' 


બરોડા ડેરીના વહીવટમાં ગેરરીતિની રાવને લઇને વખતો વખત ડેરી ચર્ચામાં આવી રહી છે. જ્યારે દિવસેને દિવસે ડેરીનો વિવાદ વધી રહ્યો હોય તેવું જણાઈ રહ્યું છે. ધારાસભ્ય કેતન ઇનામદારે ડેરીમાં સગાઓને નોકરી આપવાના તેમજ વિવિધ ગોટાળાને લઈ આક્ષેપો કર્યો છે, જેને લઈ બરોડા ડેરીના રાજકારણમાં ભારે હલચલ મચી છે. ડેરીના નિયામક મંડળની પ્રેસ કોન્ફરન્સ બાદ MLA કેતન ઈનામદારનું મોટું નિવેદન સામે આવ્યું છે.

બરોડા ડેરી વિવાદનો મામલો 
ડેરીના નિયામક મંડળની પ્રેસ કોન્ફરન્સ બાદ MLA કેતન ઈનામદારે જણાવ્યું કે, ડેરીના નિયામક મંડળના જવાબથી હું સંતુષ્ટ નથી.  બરોડા ડેરીમાં લાયકાતના ધોરણે નોકરી અપાઈ નથી. તેમણે કહ્યું કે, ડેરીના નિયામક મંડળના સગાઓ નોકરી પર કેવી રીતે આવ્યા તેનો જવાબ આપે. ડેરીના નિયામક મંડળએ કરેલી માંગને લઈ કેતન ઈનામદારે કહ્યું કે, પશુપાલકોના હિતમાં જરૂર પડશે તો સરકારમાં રજૂઆત કરીશ અને સરકાર પોઝિટિવ વિચારશે. 

 હું અને પશુપાલકો ધરણાં અને ઉપવાસ પર બેસીશું: MLA કેતન ઈનામદાર
તેમણે વધુમાં જણાવ્યું કે, બરોડા ડેરી મામલે સહકારી મંડળીના જિલ્લા રજિસ્ટ્રાર યોગ્ય તપાસ કરી રહ્યા નથી. હું સરકાર સમક્ષ ફરીથી તપાસ માંગીશ. તેમણે કહ્યું કે, ડેરી સામે સોમવારથી હું અને પશુપાલકો ધરણાં અને ઉપવાસ પર બેસીશું. 

સમગ્ર મામલો
બરોડા ડેરી પર ફરી એક વાર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા છે. સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે ડેરી વહીવટ અંગે પોતાના લેટરપેડ ઉપર નામ જોગ રજૂઆત કરી થોડા દિવસ અગાઉ પણ તપાસની માંગ ઉઠાવી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ડેરીના વહીવટદારોએ સત્તાનો દુરુપયોગ કરી પોતાના ભત્રીજા, ભાણેજ સહિતનાઓને નોકરીએ લગાડી દીધાના કિસ્સાઓ ધ્યાને આવ્યા છે. તેમણે કુલ 19 મુદ્દાને લઈને લેખિત રજૂઆત કરી ગંભીર આક્ષેપો કર્યા હતા. 

કેતન ઈનામદારે શું આક્ષેપ કર્યા હતા? 
- બરોડા ડેરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે
- ડેરીના દૂધમાં પાણીની પણ ભેળસેળ થાય છે
- બરોડા ડેરીમાં ટેન્ડર સહિતની પ્રક્રિયામાં લાખોનો ભ્રષ્ટાચાર
- 24 લાખનું ટેન્ડર 29 લાખ રૂપિયામાં આપ્યું
- 29 લાખના ટેન્ડરને બે વખત રીન્યુ પણ કરાયું
- ઓછા રૂપિયાનું ટેન્ડર આવે તો તેમાં ફેરફાર પણ કરાવાય છે
- ચીઝ કેટલના ટેન્ડરમાં 37 લાખના ભ્રષ્ટાચારના આક્ષેપ
- બરોડા ડેરીના ડિરેક્ટર પોતાના સગાઓને નોકરી પર રાખે છે
- મોટા મોટા પદ પર ડિરેક્ટરોના સગાઓને નોકરી અપાઈ
- જી.બી.સોલંકી સહિતના સગાઓને ખોટી રીતે નોકરી અપાઈ
- ડેરીમાં રમેશ બારીયાના સગાઓને પણ ખોટી રીતે નોકરી અપાઈ
- ડેરીના કોલ્ડ સ્ટોરેજના મેન્ટેનન્સના કામમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
- ચીઝ પ્લાન્ટમાં ચીઝ કેટલ પ્લાન્ટની ખરીદીમાં ભ્રષ્ટ્રાચાર
- બોડેલી કિલિંગ સેન્ટરમાં વધારાનું લાઈટ બિલ ચૂકવવાનો આરોપ.
- 2022માં મેનેજર, આસિસ્ટન્ટ મેનેજરની જરૂર ના હોવા છતાં ભરતી કરવાનો આરોપ.

સામા પક્ષે શું પ્રત્યાક્ષેપો કર્યા? 
- ભષ્ટ્રાચાર થયો નથી નિયમ પ્રમાણે કામ કરવા આવ્યું છે.
- 2012માં દૂધની આવક  3.75 લાખ લીટર હતી, ત્યારે 2400 કર્મચારી હતા.
- આજે દૂધની દૈનિક આવક 7 લાખ લીટર છે અને કર્મચારીઓને ઘટાડીને 1300 કરવામાં આવ્યા છે.
- 50 ટકા સ્ટાફ ઘટાડીને દૂધની આવક ડબલ કરવામાં આવી છે.
- કોઈ સગાઓને નોકરી નથી આપી, નિયમ મુજબ કાર્યવાહી કરીને લાયકાત અનુભવ ધરાવતા ઉમેદવારોને નોકરી આપી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ