બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Big Scam in Energy Department Recruitment! Surat Crime Branch arrests 5 men, 4 women, 300 people feared to be employed

કાર્યવાહી / ઉર્જા વિભાગ ભરતીમાં મહાકૌભાંડ.! સુરત ક્રાઇમબ્રાંચે 5 પુરૂષ, 4 મહિલાની કરી અટક, 300 લોકો નોકરીએ લાગ્યાની આશંકા

Vishal Khamar

Last Updated: 11:04 PM, 25 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્જા વિભાગની ભરતી કૌભાંડ મામલે પોલીસ દ્વારા વધુ 9 ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાંચે 5 પુરૂષ, 4 મહિલાની અટકાયત કરી છે. ઉર્જા કૌભાંડમાં અત્યાર સુધી 15 થી વધુ એજન્ટોની ધરપકડ કરવામાં આવી છે.

  • ઉર્જા વિભાગ ભરતી કૌભાંડમાં વધુ 9 ઉમેદવારોની અટકાયત 
  • સુરત ક્રાઇમબ્રાંચે 5 પુરૂષ, 4 મહિલાની કરી અટકાયત 
  • સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ક્રાઇમબ્રાંચની કાર્યવાહી

 ઉર્જા વિભાગનાં ભરતી કૌભાંડમાં વધુ 9 ઉમેદવારોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે સુરત ક્રાઈમબ્રાંચે 5 પુરૂષ અને 4 મહિલાની અટકાયત કરી છે. સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લામાં ક્રાઈમબ્રાંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ત્યારે પૈસા આપી નોકરી મેળવી હોવાને લઈ અટકાયત કરવામાં આવી છે. ઉમેદવાર દીઠ 7 થી 10 લાખ રૂપિયા આપી નોકરી મેળવી હતી. કૌભાંડમાં અત્યાર સુધી 15 જેટલા એજન્ટોની ધરપકડ થઈ ચૂકી છે.  ભરતી કૌભાંડથી 300 લોકો નોકરીએ લાગ્યાની આશંકા છે. સુરત ક્રાઈમબ્રાંચ દ્વારા સત્તાવાર ધરપકડની જાહેરાત કરવાની બાકી છે. 
ઓળખાણ વાદથી લોકો નોકરીએ લાગ્યા: યુવરાજસિંહ જાડેજા 
યુવરાજસિંહ જાડેજા દ્વારા અગાઉ આક્ષેપો કરવામાં આવ્યા હતા કે, શિક્ષક દિલીપ પટેલના સગા વિજય પટેલની ભરતી કરવામાં આવી તેવા યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા હતા. સાથેજ તેમણે એવું નામ સાતે ઉલ્લેખ કરતા કહ્યું કે શ્વેત પટેલ વચેટીયાની ભૂમિકામાં છે ઉપરાંત કૃપલબેન અને હેતશી પટેલ પણ ઓળખાણ વાદથી લાગેલા છે. વધુંમાં તેમણે શિખા પટેલ જેટકોમાં નોકરી કરે છે તે વાતનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. 
45 સગાઓને નોકરીએ લગાવ્યા 
યુવરાજ સિંહ જાડેજા દ્વારા અગાઉ જણાવ્યું હતું કે, દિલીપ પટેલના બે સગા થર્મલ સ્ટેશનમાં જોબ કરે છે. સમગ્ર મામલે તેમણે એવા ગંભીર આક્ષેપ કર્યા હતા કે તેમણે 45 જેટલા સગાઓને નોકરી લગાવ્યા છે. સાથેજ  તેમણે ભરતી કૌભાંડ મામલે મહત્વની ભૂમિકા ભજવી હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 
જે એજન્સીને કામ સોંપાય છે ત્યાજ કૌભાંડ થયું
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે યુવરાજ સિંહે અગાઉ એવા આક્ષેપ લગાવ્યા હતા કે જે એજન્સીને કામ સોંપાય છે ત્યાં જ કૌભાંડ થઈ રહ્યું હતું.  સાથે જ તેમણે કહ્યું કે કોમ્યુટરો જપ્ત કરાયા હોત તો પુરાવા મળી શકતા હાલ કમ્યુટર સેટિંગના સીધા પુરાવાઓ મળ્યા નથી. વધુમાં તેમણે કહ્યું કે સેટિંગ કરેલા ઉમેદવારના કમ્પ્યુટરમાં ચીપ લગાવેલી હોય છે. સમગ્ર મુદ્દે તેમણે સીબીઆઈની ટીમ દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ કરી છે.  સાથે જ તેમણે કહ્યું આયકર વિભાગની ટીમે પણ કુલ સંપત્તિની તપાસ કરવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ