બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / Big relief for Team India: Statistics have come out that will remove the tension of Captain Hardik Pandya, see how

ક્રિકેટ / ટીમ ઇન્ડિયાને મોટી રાહત: સામે આવ્યા એવાં આંકડા જે દૂર કરી દેશે કેપ્ટન હાર્દિક પંડ્યાનું ટેન્શન, જુઓ કઇ રીતે

Megha

Last Updated: 09:01 AM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IND vs WI T20 Series: વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ અને વનડે સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ટી20 સીરીઝમાં બે મેચ હારી પણ હાર્દિકની સેના એ ત્રીજી મેચ જીતી હતી, જો કે હજુ સીરિઝ જીતવાની બાકી છે.

  • ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ હવે તેના અંતિમ ચરણમાં છે 
  • પાંચ મેચની આ સીરિઝમાં ટીમ ઈન્ડિયા પહેલી બે મેચ હારી હતી 
  • સીરિઝની છેલ્લી બે મેચ 12 અને 13 ઓગસ્ટે લોડરહિલ, ફ્લોરિડામાં રમાશે 

IND vs WI T20 Series:  ભારતનો વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગયો છે. નોંધનીય છે કે ટેસ્ટ અને વનડે સીરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ટી20 સીરીઝમાં ખરાબ રીતે ફસાઈ ગઈ છે. પાંચ મેચની આ સીરિઝમાં પહેલી બે મેચ હાર્યા બાદ હાર્દિકની સેના એ ત્રીજી મેચ જીતી હતી પણ હજુ સીરિઝ જીતવાની બાકી છે. સીરિઝની છેલ્લી બે મેચ 12 અને 13 ઓગસ્ટે લોડરહિલ, ફ્લોરિડામાં રમાવવાની છે પણ આ પહેલા જે આંકડાઓ સામે આવ્યા છે તે ભારતીય કેપ્ટન હાર્દિક પંડ્યાના તણાવને અમુક અંશે ઘટાડી શકે છે. 

ટીમ ઈન્ડિયા શનિવારે આ મેદાન પર 7મી મેચ રમશે.
જણાવી દઈએ કે 2016માં પહેલીવાર ભારતીય ટીમ ફ્લોરિડામાં T20 ઈન્ટરનેશનલ રમી હતી. જે બાદ ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર કુલ 6 મેચ રમી અને ખાસ વાત એ છે કે 2016માં આ મેદાન પર પોતાની પહેલી મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા અહીં ક્યારેય હાર્યું નથી. 2016માં સીરિઝની બીજી મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. તે પછી 2019 અને ફરીથી 2022 માં ભારત અહીં 2-2 મેચ જીતી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેદાન પર 6 T20 મેચો વેસ્ટ ઈન્ડિઝ સામે જ રમી છે અને હવે વર્તમાન સીરિઝમાં પણ હાર્દિક પંડયા અને ટીમ આ જૂનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ ગયા વર્ષે ફ્લોરિડામાં બંને મેચ જીતી હતી.

ફ્લોરિડામાં ટીમ ઈન્ડિયાની તમામ મેચોના પરિણામો
1લી મેચ - વેસ્ટ ઈન્ડિઝ 1 રનથી જીત્યું (2016)
બીજી મેચ - કોઈ પરિણામ નહીં (2016)
ત્રીજી મેચ - ટીમ ઈન્ડિયા 4 વિકેટે જીતી (2019)
ચોથી મેચ - ટીમ ઈન્ડિયા 22 રને જીતી (2019)
પાંચમી મેચ - ટીમ ઈન્ડિયા 59 રનથી જીતી (2022)
છઠ્ઠી મેચ - ટીમ ઈન્ડિયા 88 રનથી જીતી (2022)

જો હાલ ચાલી રહેલ ટી-20 સિરીઝની વાત કરીએ તો વેસ્ટ ઈન્ડિઝની આ ટીમ ભારતીય ટીમ પર હાવી પડી છે. નિકોલસ પૂરન, રોવમેન પોવેલે બેટિંગમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે તો બીજી તરફ બોલિંગમાં ઓબેદ મેકકોય, અકીલ હુસૈન જેવા બોલરોએ ભારતીય ટીમને ઘણી પરેશાન કરી છે. આવી સ્થિતિમાં ચોથી અને પાંચમી મેચ ઘણી રોમાંચક બની શકે છે. જો લોડરહિલના સેન્ટ્રલ બ્રોવર્ડ સ્ટેડિયમની પિચના જૂના આંકડાઓ જોઈએ તો આ મેદાનમાં સ્પિનરોને વધુ મદદ મળી છે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ માત્ર અક્ષર, કુલદીપ અને ચહલ સાથે આ મેદાનમાં ઉતરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ