બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Big news regarding assembly elections in Gujarat

ગુજ"રાજ" / ગુજરાતમાં ચૂંટણી જામી: મોડી રાતે મોટું એલાન કરી શકે છે BJP, કોંગ્રેસ પણ કાલ સુધીમાં જાહેર કરશે બીજું લિસ્ટ

Malay

Last Updated: 04:03 PM, 9 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇ તમામ પક્ષો તનતોડ મહેનત કરી રહ્યા છે. ત્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી ફાઈનલ કરી દીધી છે, તો ટિકિટને લઈને આજે દિલ્હીમાં ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. બેઠક બાદ મોડી રાત સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે.

 

  • વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે બીજી યાદી કરી ફાઈનલ
  • આજે અથવા કાલે બીજી યાદી થઈ શકે છે જાહેર
  • પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ મોડી રાત્રે ભાજપની યાદી થઈ શકે છે જાહેર
  • મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ દિલ્હીમાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે. ત્યારે ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયાનું કાર્ય વેગવંતુ બન્યું છે. આમ આદમી પાર્ટીએ તો અત્યાર સુધીમાં 158 બેઠકો પર ઉમેદવારોના નામો પણ જાહેર કરી દીધાં છે. તો કોંગ્રેસે પણ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગીને લઇ કવાયત શરૂ કરાઈ છે. ઉમેદવારની પસંદગીને લઇ આજે સાંજે દિલ્હીમાં ભાજપની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે. 

કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી થઈ શકે છે જાહેર
જેમ-જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણના રંગ  દેખાઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા જ રાજકીય પાર્ટીઓમાં પક્ષપલટાનો દોર શરૂ થઈ ગયો છે. એવામાં એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે.  એવું કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ બીજી યાદી ફાઈનલ કરી દીધી છે. આજે અથવા આવતીકાલે કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની બીજી યાદી જાહેર થઈ શકે છે. જોકે, કોંગ્રેસ દ્વારા બીજી યાદીમાં કેટલા અને કંઈ પરથી ઉમેદવારો જાહેર કરવામાં આવશે તે અંગે હજુ સુધી કોઈ સમાચાર સામે આવ્યા નથી. આપને જણાવી દઈએ કે, કોંગ્રેસ પ્રથમ યાદીમાં 43 ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે. 

બેઠક બાદ ભાજપના ઉમેદવારોની પ્રથમની યાદી થઈ શકે જાહેર 
સાથે જ એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈને મોડી રાત સુધીમાં ભાજપની યાદી જાહેર થઈ શકે છે. સાંજે 6:30 કલાકે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. બેઠકમાં 182 ઉમેદવારોના નામ પર મંથન થશે. બેઠકને લઇ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દિલ્હી પહોંચી ગયા છે. બેઠક બાદ મોડી રાત સુધીમાં નામની યાદી જાહેર થઈ શકે છે. પ્રથમ ફેઝમાં 89 ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી શકે છે.

કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 નામો કર્યા છે જાહેર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં 43 નામો જાહેર કરાયા છે. જેમાં અર્જુન મોઢવાડિયા, ભોલાભાઇ ગોહિલને રિપીટ કરાયા છે.  ગાંધીનગર દક્ષિણથી ડો. હિમાંશું પટેલને ટિકિટ અને કુંતિયાણાથી નાથાભાઇ ઓડોદરાને ટિકિટ અપાઈ છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 10 પાટીદાર, 7 મહિલા અને 5 SC ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. આ ઉપરાંત પાર્ટીએ 11 આદિવાસી ઉમેદવારોને પણ ટિકિટ આપી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ