બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big news for Gujarat Board class 10 students, result dates announced

BIG NEWS / ગુજરાત બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરિણામની તારીખ થઈ જાહેર

Malay

Last Updated: 12:08 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Board Exam Result 2023: ગુજરાતમાં ધોરણ-10 અને 12ની બોર્ડની એક્ઝામ બાદ પણ પરિણામની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે.

 

  • ધોરણ-10ના પરિણામ અંગે મોટા સમાચાર
  • 25 મેએ બોર્ડના ધોરણ-10નું પરિણામ થશે જાહેર
  • સવારે 8 વાગ્યાથી ઓનલાઈન જોઈ શકાશે પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની ધોરણ 10ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 10નું પરિણામ 25 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.

25 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ
ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી ત્યારે હવે ગુજરાતમાં આ પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ 10ના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. બે દિવસ બાદ એટલે કે 25 મેના રોજ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. ગુરુવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે ધોરણ 12નું પરિણામ પણ 30 તારીખની આસપાસ જાહેર થઈ શકે છે. 

વોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

SMSથી પણ જાણી શકાશે પરિણામ
આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ  SSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

Big news regarding <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/gujarat-board' title='Gujarat Board'>Gujarat Board</a> Class 10th and 12th General Stream Result

02 મેના રોજ જાહેર કરાયું હતું ધો.12 સાયન્સનું પરિણામ 
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 2 મે 2023ના રોજ ધોરણ 12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ જાહેર થયું હતું. જેમાં મોરબી જિલ્લો 83.22 ટકાના પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં મોખરે હતો, જ્યારે દાહોદ જિલ્લો છેલ્લા ક્રમે રહ્યો હતો. કેન્દ્રની વાત કરીએ તો સૌથી વધુ પરિણામ હળવદ કેન્દ્રનું 90.41 ટકા આવ્યું હતું. જ્યારે સૌથી ઓછું પરિણામ લીમખેડા કેન્દ્રનું 22 ટકા આવ્યું હતું. તો રાજ્યની 27 શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું હતું. રાજ્યમાં 76 શાળાઓનું પરિણામ 10%થી ઓછું આવ્યું હતું.

61 વિદ્યાર્થીઓને મળ્યો હતો A1 ગ્રેડ
રાજ્યમાં 61 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ મળ્યો હતો. તો રાજ્યમાં 1523 વિદ્યાર્થીઓને A2 ગ્રેડ મળ્યો હતો. અગ્રેજી માધ્યમનું 67.18% પરિણામ આવ્યું હતું. ગુજરાતી માધ્યમનું 65.32% પરિણામ આવ્યું હતું. A ગ્રુપના ઉમેદવારોનું 72.27% પરિણામ આવ્યું હતું. જ્યારે B ગ્રુપના ઉમેદવારોનું 61.71% અને AB ગ્રુપના ઉમેદવારોનું 58.62% પરિણામ આવ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ