"ખાતરમાં કોઈ ભાવ વધારો નથી થયો" ક્યાંય ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે: સંઘાણી
ખેડૂતો માટે મોટા સમાચાર
ખાતરના ભાવ વધારાનો મામલો
દિલીપ સંઘાણીએ કરી સ્પષ્ટતા
"ખાતરમાં કોઈ ભાવ વધારો નથી થયો" ક્યાંય ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે: સંઘાણી
રાજ્યમાં ખાતરના ભાવ વધારાનો મામલો
ખેડૂતો માટે ઉપયોગી ખાતરનાં ભાવ વધારાને લઈને થોડા દિવસથી ઘણા બધા સમાચાર વહેતા થતાં અસમંજસતા જેવી સ્થિતિ થઈ હતી. એવામાં આજે ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંઘાણી સામે આવ્યા અને સમગ્ર મુદ્દા પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે કોઈ જ ભાવ વધારો કરવામાં આવ્યો નથી.
ખાતરમાં કોઈ ભાવ વધારો નથી થયો, સરકારે સબસીડી વધારી છે : સંઘાણી
દિલીપ સંઘાણીએ કહ્યું કે ફર્ટિલાઇઝરમાં કોઈ ભાવવધારો કરવામાં આવ્યો નથી, યુરિયા ખાતરનો ભાવ એનો એજ રાખવામાં આવ્યો છે અને સબસિડી વધારવામાં આવી છે. DAP મા 1200 રૂપિયાની સબસિડી વધારીને 1600 કરી છે અને એમાં પણ કોઈ ભાવવધારો કરવામાં આવ્યો નથી. NPK નો ભાવ 1700 ભાવ હતો તેને ઘટાડીને 1450 કરી દેવામાં આવ્યો છે.
ક્યાંય ખાતર મોંઘુ મળતું હોય તો ખેડૂત સરકારનો સંપર્ક કરે: સંઘાણી
સંઘાણીએ વધુમાં કહ્યું કે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં માંડવીયા ફર્ટિલાઇઝર મંત્રી તરીકે જવાબદારી નિભાવે છે, પહેલા પણ સરકારે સબસિડીનો બોઝ વેઠીને ખેડૂતો પર ભાર ન આવે તેની ચિંતા કરી છે. દુનિયભરમાં ફર્ટિલાઇઝરનાં કાચા માલનો ભાવ ખૂબ વધી ગયા છે જેના કારણે સરકાર પર આર્થિક બોઝ પણ વધે છે. તેમ છતાં સરકાર સબસિડી વધારીને ખેડૂતો પર ભાર વધવા દેતી નથી. મારે જોવું પડશે કે આ વાત ક્યાંથી નીકળી છે કે ભાવ વધારો કરવામાં આવ્યો છે. સરકારની નીતિ સ્પષ્ટ છે કે ખેડૂતો પર કોઈ ભાર વધવા દેવાનો નથી.