બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big News for Class 12 Commerce Students of Gujarat Board

BIG NEWS / ગુજરાત બોર્ડના ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, પરિણામની તારીખ થઈ જાહેર

Malay

Last Updated: 11:15 AM, 30 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Board Exam Result 2023: ગુજરાતમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ ધોરણ 12ના રિઝલ્ટની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે એક સારા સમાચાર આવ્યા છે.

 

  • ધોરણ-12ના પરિણામ અંગે મોટા સમાચાર
  • 31 મેના રોજ ધોરણ-12નું પરિણામ થશે જાહેર
  • સવારે 8 વાગ્યાથી ઓનલાઈન જોઈ શકાશે પરિણામ

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડની ધોરણ 12ની પરીક્ષાના પરિણામની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે. સવારના 8 વાગ્યાથી વિદ્યાર્થીઓ GSEBની વેબસાઈટ પર જઈને પરિણામ જોઈ શકશે.

31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ
ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ હતી, ત્યારે ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ હવે ગુજરાતમાં ધોરણ 12ના પરીક્ષાર્થીઓ પોતાના પરીણામની રાહ જોઈને બેઠા છે. ત્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આવતીકાલે એટલે કે 31 મેના રોજ ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. બુધવારે સવારે 8 વાગ્યે બોર્ડની વેબસાઇટ પર ધોરણ 12નું પરિણામ જાહેર કરવામાં આવશે. રાજ્યભરના 4.50 લાખ જેટલા અંદાજિત વિદ્યાર્થીઓએ ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. 

વોટ્સએપથી પણ જાણી શકાશે પરિણામ
વિદ્યાર્થીઓ વોટ્સએપ દ્વારા પણ પોતાનું પરિણામ જાણી શકે છે. આ માટે વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલવાનો રહેશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક અને SR નકલ શાળાવાર મોકલવા અંગેની વિગતવાર સૂચનાઓ હવે પછીથી કરવામાં આવશે તેવું ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું છે. 

SMSથી પણ જાણી શકાશે પરિણામ
આ ઉપરાંત વિદ્યાર્થીઓ SMS દ્વારા પણ પરિણામ જોઈ શકશે. આ માટે વિદ્યાર્થીઓએ  HSC<space>રોલ નંબર લખીને 56263 પર મેસેજ મોકલવાનો રહેશે. જે બાદ થોડા સમય પછી વિદ્યાર્થીઓ તેમના ફોન પર તેમના પરિણામો મેળવી શકશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ