બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Big news came out regarding the ISKCON Bridge accident in Ahmedabad

ઘટસ્ફોટ / ઇસ્કોન બ્રિજ અકસ્માત: 142.5ની સ્પીડે તથ્ય પટેલે કાર ચલાવી અકસ્માત સર્જ્યો, FSLના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

Malay

Last Updated: 03:47 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Iskcon Bridge Accident Case: અમદાવાદના તથ્ય અકસ્માત કાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અકસ્માત સમયે તથ્ય પટેલની કારની સ્પીડ 142.5 હોવાનું FSLના રિપોર્ટમાં સામે આવ્યું છે.

  • ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલો
  • કારની સ્પીડ 142.5 હોવાનું આવ્યું સામે 
  • FSLના રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત મામલે મોટો ખુલાસો થયો છે. FSLના રિપોર્ટમાં કારની સ્પીડ 142.5 હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, બુધવારે રાત્રે તથ્ય પટેલે પૂર ઝડપે કાર ચલાવીને અકસ્માત સર્જ્યો હતો. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ થયા હતા. 

M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 
તો બીજી બાજુ આજે અમદાવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માતના આરોપી તથ્ય પટેલ સામે વધુ એક ગુનો દાખલ થયો છે. સિંધુ ભવનના કાફેમાં ગાડી ઘુસાડવાના CCTV વાયરલ થયા બાદ M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં કાર્યવાહી પુરી થયા બાદ સિંધુ ભવન કેસમાં તથ્ય પટેલની ધરપકડ કરવામાં આવશે. 

3 જુલાઈની રાત્રે પણ સર્જ્યો હતો અકસ્માત
અમદાવાદના નબીરા તથ્યએ બુધવારે રાત્રે બેફામ ઝડપે લક્ઝુરિયસસ કાર દોડાવી અને તેના ખપ્પરમાં નવ કોડભરી જિંદહી હોમાઈ ગઈ. આ નબીરાનું વધુ એક કારસ્તાન સામે આવ્યું હતું. તેણે ગત 03 જુલાઈની રાત્રે પણ અકસ્માત સર્જ્યો હતો. તથ્ય પટેલે અમદાવાદના પોશ વિસ્તાર ગણાતા સિંધુભવન રોડ પર થાર કાર બેફામ ચલાવીને કેફેમાં ઘુસાડી દીધી હતી. 3 જુલાઈએ 0093 નંબરની થારને તથ્ય પટેલે સિંધુ ભવન રોડ પરના એક કેફેમાં ઘુસાડી દીધી હતી. તથ્ય પટેલે સિંધુભવન રોડ પર આવેલ કેફેની દીવાલ તોડી નાખી હતી. એ સમયે તથ્ય પટેલ અને કેફેના સંચાલકે સમાધાન કરી લીધું હતું. 

અકસ્માતના CCTV પણ આવ્યા 
જોકે, ઇસ્કોન બ્રિજ અકસ્માત બાદ 3 જુલાઈની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. જેમાં જોવા મળી રહ્યું છે કે તથ્ય અચાનક કારના સ્ટીયરિંગ પરનો કંટ્રોલ ગુમાવે છે. થાર કાર ડાબી તરફ વળે છે અને રેસ્ટોરાંની દીવાલ તોડી નાખે છે. જોકે, હવે M ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે

તથ્ય પટેલ કેસ: લોકોની 'શાંતિ' છીનવનારના 'હરે શાંતિ' બંગલો પર ફરી વળશે  બુલડોઝર? જાણો કેમ ચાલી રહી છે આવી અટકળો | Bulldozer will be turned over  Pragnesh Patel's house in ...

કોણ છે તથ્ય પટેલ 
ઇસ્કોન બ્રિજ પર અકસ્માત કરનાર યુવક ગોતાના કુખ્યાત શખ્સ પ્રજ્ઞેશ પટેલનો દીકરો છે. પ્રજ્ઞેશ પટેલ 2020માં રાજકોટના ગેંગરેપ કેસમાં સામેલ હતો. આરોપીના પિતાએ રાજકોટની યુવતીને ડ્રગ્સ આપીને આચર્યુ દુષ્કર્મ હતું. આરોપીના પિતા સામે 8 જેટલા ગુના નોંધાયેલા છે.

બુધવારે રાત્રે શું બની હતી ઘટના? 
બુધવારે રાત્રે શહેરના ઇસ્કોન બ્રિજ પર ડમ્પરની પાછળ મહેન્દ્રા થાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. અકસ્માત બાદ પોલીસ તપાસ કરવા માટે બ્રિજ પર પહોંચી હતી. આ દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી પૂર ઝડપે આવતી લક્ઝ્યૂરિયસ કારે અકસ્માત જોવા ઉભેલા લોકોને અડફેટે લીધા હતા. 160થી વધુની સ્પીડમાં આવેલા કાર ચાલકે ટોળા પર કાર ચડાવી દીધી હતી. આ ભયાનક અકસ્માતમાં 9 લોકોના મૃત્યુ નિપજ્યાં હતા. જ્યારે આ અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. તથ્ય પટેલ નામના કાર ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. અકસ્માત સર્જનાર જગુઆર ચાલક પણ ઘાયલ થતા સિમ્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ પોલીસે તેની ધરપકડ કરી છે, જ્યારે યુવકના પિતાને પણ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સાથે જ યુવક સાથે કારમાં સવાર અન્ય યુવક-યુવતીઓની પણ પોલીસે અટકાયત કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ