બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Big explanation of ICMR scientists about the death rate of Corona

સંશોધન / શું તમે જાણો છો કે ભારતમાં કેમ ઘટ્યો કોરોનાનો મૃત્યુદર, આ રહ્યું કારણ, ICMRના વૈજ્ઞાનિકોએ કર્યો ખુલાસો

Malay

Last Updated: 10:44 AM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના અધ્યયનમાં સામે આવ્યું છે કે, એન્ટી-કોરોના રસીને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના મૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. હોસ્પિટલોમાં દાખલ દર્દીઓનો મૃત્યુદર 39 ટકાથી ઘટીને 14 ટકા સુધી નોંધાયો છે.

 

  • કોરોના મૃત્યુદર અંગે ICMRના વૈજ્ઞાનિકોનો મોટો ખુલાસો
  • મૃત્યુદર 39 ટકાથી ઘટીને 14 ટકા સુધી નોંધાયો
  • રસીએ પહેલેથી બીમાર દર્દીઓના પણ બચાવ્યા જીવ

એન્ટી-કોરોના રસીને કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓના મૃત્યુ દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવી દિલ્હી સ્થિત ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ દેશની 42થી વધુ હોસ્પિટલોમાં દાખલ 25 હજારથી વધુ દર્દીઓ પર હાથ ધરેલા અધ્યયન (study) બાદ આ માહિતી આપી છે કે હોસ્પિટલોમાં દાખલ દર્દીઓનો મૃત્યુદર 39 ટકાથી ઘટીને 14 ટકા સુધી નોંધાયો છે. રસી અને હોસ્પિટલોમાં મૃત્યુદરને લઈને આ અત્યાર સુધીનું પ્રથમ તબીબી અધ્યયન (medical studies) પણ છે.

કોરોના સંક્રમિત દર્દીઓનું કરાયું વિશ્લેષણ
માહિતી અનુસાર, અધ્યયન (study) માટે હોસ્પિટલમાં દાખલ 29,509 દર્દીઓની પસંદગી કરવામાં આવી હતી. આ તમામ પુખ્ત કોરોના સંક્રમિત દર્દીઓનું જ્યારે વિશ્લેષણ કરાયું ત્યારે જાણવા મળ્યું કે 15,678 (53.1%) દર્દીઓમાં ઓછામાં ઓછી એક કો-રોબિડિટી (co-morbidity) હતી. તો 25,715 દર્દીઓમાં કોરોના સંક્રમણના લક્ષણો હતા, જેમાં સૌથી સામાન્ય એટલે કે 72.3 ટકા દર્દીઓને તાવ, 48.9% દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ હતી અને 45.50 ટકા દર્દીઓમાં સૂકી ઉધરસના લક્ષણો હતા. અધ્યયન દરમિયાન આમાંથી 3957 દર્દીઓના મૃત્યુ થયા છે, જેને 14.50 ટકા મૃત્યુ દર તરીકે દર્શાવવામાં આવ્યો છે.

રસી પહેલાં 95% જોખમ
ઈન્ટરનેશનલ જર્નલ ઑફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા આ અધ્યયનમાં ICMRના સંક્રામક રોગ વિભાગના વડા ડૉ. સમીરન પાંડાએ જણાવ્યું હતું કે, અધ્યયન દરમિયાન, ભરતી સમયે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના સામાન્ય સ્કેલના આધારે જ્યારે દર્દીઓનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે રસી આપતા પહેલા તેમના જીવનું જોખમ 95 ટકા હતું, પરંતુ પહેલા અને બીજા ડોઝ બાદ આ જોખમ 0.7 ટકા સુધી જ નોંધાયું. મૃતકોના તબીબી દસ્તાવેજો દર્શાવે છે કે મોટા ભાગના 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના હતા અને તેમને ડાયાબિટીસ, ક્રોનિક કિડની ડિસીઝ, લીવર ડિસીઝ, ટ્યુબરક્યુલોસિસ અને શ્વાસની તકલીફ જેવી સમસ્યાઓ હતી.

રસીએ પહેલેથી બીમાર દર્દીઓના પણ બચાવ્યા જીવ
અધ્યયન મુજબ, જે લોકો કોરોના સંક્રમણ પહેલા સ્વસ્થ હતા તેમનામાં રસીની અસર ણી સારી દેખાઈ છે, પરંતુ જેઓ કોરોનાથી સંક્રમિત થયા પહેલા અન્ય કોઈ બીમારીથી પીડિત હતા અને તેમનામાં કોરોનાનું જોખમ સૌથી વધારે હોવાનું માનવામાં આવી રહ્યું હતું. કોરોનાની રસી લીધા બાદ આ લોકોમાં જીવનું જોખમ ઘણું ઓછું થઈ ગયું છે. અભ્યાસમાં સમાવિષ્ટ 15,678 (53.1%) દર્દીઓ સંક્રમિત થતા પહેલા કોઈને કોઈ બીમારીથી પીડાતા હતા. હાઈપરટેન્શન અને ડાયાબિટીસની ફરિયાદ 32.4% અને 26.2% દર્દીઓમાં હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ