BCCI દ્વારા આજે મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમા તેમણે ક્રિકેટરોની ફીમાં વધારો કર્યો છે. જેના કારણે કુલ 2000 જેટલા ક્રિકેટરોને ફાયદો થશે
BCCI દ્વારા લેવામાં આવ્યા મોટા નિર્ણય
ભારતીય ક્રિકેટરોની ફીમાં કર્યો વધારો
કુલ 2000 જેટલા ક્રિકેટરોને થશે ફાયદો
ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા આજે જે બેઠક યોજઈ હતી તેમા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયા હવે લાંબા સમય માટે તૈયાર છે જેને લઈને બોર્ડ દ્વારા હવે ભારતીય ક્રિકેટને નવું રૂપ આપવામાં આવશે. આ બેઠકમાં બોર્ડના મોટા અધિકારીઓ પણ હાજર રહ્યા હતા.
2000 ખેલાડીઓને ફાયદો
BCCI દ્વારા જે નવા નિર્ણયો લેવામાં આવ્યા છે. તેને લઈને અંડર-16થી લઈને સીનિયર ખેલાડીઓ સુધી કુલ 2000 જેટલા ખેલાડીઓને ફાયદો થશે. જેમા અંડર-23 અને અંડર-19ના ક્રિકેટરોને દિવસના હવે 25 થી 20 હજાર રૂપિયા આપવામાં આવશે. આ પહેલા રણજી ટ્રોફીમા જગ્યા બનાવા વાળા ખેલાડીઓને દિવસના 35 હજાર રૂપિયા આપવામાં આવતા હતા.
મહિલા ક્રિકેટરોને મળશે 20 હજાર
આપને જણાવી દઈએ કે સૈયદ મુસતાક અલી ટ્રોફીને લઈને BCCI ખેલાડીઓને 17.500 રૂપિયા આપતી હતી. તે સિવાય મહિલા ક્રિકેટરોને પણ એક મેચના 12,500 રૂપિયા મળતા હતા તેના બદલે હવે તેમને પણ 20 હજાર રૂપિયા આપવામાં આવશે. રણજી ટ્રોફીમાં જે ખેલાડીઓએ 40 કરતા વધારે મેચ રમ્યા છે. તેમને બમણા રૂપિયા એટલેકે 60 હજાર રૂપિયા આપવામાં આવશે.
અનુભવી ખેલાડીઓને મળશે 40 હજાર
જે ખેલાડીઓએ 21 થી 40 જેટલી મેચ રમી છે તેમને દિવસના 50 હજાર રૂપિયા આપવામાં આવશે. સાથેજ અનુભવી ખેલાડીઓને પણ દિવસના 40 હજાર રૂપિયા આપવામાં આવશે. BCCI દ્વારા આ જે નવા નિર્ણયો લેવામાં આવ્યા છે તેને લઈને કુલ 2000 જેટલા ખેલાડીઓને ફાયદો થશે.
કોરોનાને કારણે ક્રિકેટરોને ઘણી તકલીફ પડી હતી
ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ગત વર્ષે રણજી ટ્રોફી નહોતી યોજાઈ. જેના કારણે ખેલાડીઓને પણ તકલીફ પડી હતી. પરંતુ હવે BCCI દ્વારા બધી મેચની ફી વધારી દેવામાં આવી છે. જેથી ખેલાડીઓને ઘણો ફાયદો થશે. અંડર-16 ટુર્નામેન્ટ માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમા અંડ઼ર-19ની ટુર્નામેન્ટ સ્થિતીને ધ્યાનમાં રાખીને અંડર-16નો નિર્ણય લેવામાં આવશે.