બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / big bash league beau webster and joe clarke six hitting roof of docklands stadium watch the video

ક્રિકેટ / Big Bash League: બેટ્સમેને ફટકારેલો બોલ સ્ટેડિયમની છતને અથડાઈને સીધો પીચ પર પડ્યો, છતાં અમ્પાયરે આપી SIX, જુઓ VIDEO

Premal

Last Updated: 12:01 PM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેલબર્ન સ્ટાર્સ અને મેલબર્ન રેનેગેડ્સની વચ્ચે યોજાયેલી મેચ દરમ્યાન બે ચાન્સ એવા આવ્યા જ્યારે બોલ સીધા છાપરા પર જઇને અથડાયા અને બેટરને છ રન મળ્યાં. સોશિયલ મીડિયામાં તેનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

  • મેલબર્ન સ્ટાર્સ અને મેલબર્ન રેનેગેડ્સ વચ્ચે મેચ યોજાઈ
  • છાપરા સાથે અથડાઈને પિચની નજીક આવ્યો બોલ
  • તેમ છતાં ટીમના ખાતામાં આવ્યાં છ રન

મેલબર્ન રેનેગેડ્સની ટીમનો છ રનથી વિજય થયો

મહત્વનું છે કે પહેલા મેદાનની અંદર છાપરા સાથે અથડાયા બાદ બોલ ડેડ જાહેર કરાતો હતો, પરંતુ હવે નિયમોમાં ફેરફાર બાદ છ રન મળે છે. વિશ્વભરમાં આ સમયે ટી20 લીગનુ આયોજન થઇ રહ્યું છે. આ ક્રમમાં ઓસ્ટ્રેલિયાની ધરતી પર બિગ બેશ લીગનુ પણ આયોજન થઇ રહ્યું છે. શનિવારે મેલબર્ન સ્ટાર્સ અને મેલબર્ન રેનેગેડ્સ વચ્ચે મેચ યોજાઈ,  જ્યાં રેનેગેડ્સની ટીમનો છ રનથી વિજય થયો. મેલબર્ન રેનેગેડ્સની ટીમની જીતના હીરો સેમ હાર્પર રહ્યાં, જેણે અર્ધસદી ફટકારી હતી. 

છાપરા સાથે અથડાયો બોલ અને મળી સિક્સ

મેચ દરમ્યાન બે તક એવી આવી જ્યારે બેટરે શોટ ફટકાર્યા બાદ બોલ છાપરે અથડાયો અને બેટરને છ રન મળ્યાં. પહેલી વખત મેલબર્ન સ્ટાર્સની ઈનિંગની ત્રીજી ઓવરમાં આ ઘટના થઇ. વિલ સદરલેન્ડની પાંચમી બોલને જો ક્લાર્કે મિડ-વિકેટની ઉપરથી રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ તેમના બેટથી અડીને 38 મીટર ઊંચા સ્ટેડિયમના છાપરા સાથે અથડાઈને પિચ પર આવ્યો. એવામાં જો ક્લાર્કને સીધા છ રન મળ્યાં. 

ફરીથી મેલબર્ન સ્ટાર્સની ઈનિંગમાં આ ઘટના ઘટી 

પછી મેલબર્ન સ્ટાર્સની ઈનિંગની 16મી ઓવરમાં આ ઘટના ઘટી. ટૉમ રૉજર્સના બોલમાં બેટનો બહારનો ભાગ અડીને હવામાં ઊંચો ઉછળે છે અને બોલ છાપરા સાથે અથડાયા બાદ લેગ-સાઈડ એરિયામાં જઇને પડ્યો. આ સમયે જો બોલ છાપરા સાથે ના અથડાયો હોત તો બેટર કેચ આઉટ થયો હોત. સોશિયલ મીડિયામાં તેમનો આ વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ