બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big action by system in fake PSI Mayur Tadvi case

એક્શન / નકલી PSI મયુર તડવી કેસમાં મોટી કાર્યવાહી: 2 PI અને 4 ADI ને કરવામાં આવ્યા સસ્પેન્ડ, જાણો સમગ્ર મામલો

Malay

Last Updated: 11:35 AM, 5 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નકલી PSI મયુર તડવી કેસમાં તંત્ર દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ મામલે 4 ADI અને 2 PIને સસ્પેન્ડ કરાયા છે.

 

  • કરાઈમાં નકલી PSI વિવાદનો મામલો
  • નકલી PSI મામલે તંત્રની કડક કાર્યવાહી 
  • તંત્રએ 4 ADI અને 2 PIને સસ્પેન્ડ કર્યા

કરાઈમાં નકલી પીએસાઈએ મામલે હવે મોટા એક્શન લેવાયા છે. જવાબદાર પોલીસ કર્મચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નકલી PSI મયુર તડવી કેસમાં 4 ADI અને 2 PIને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મહત્વનું છે કે, કરાઈ એકેડેમીમાં તાલીમ દરમિયાન નકલી PSI ઝડપાયો હતો. મયુર તડવી નામનો આરોપી પરીક્ષા પાસ કર્યા વિના તાલીમ લેવા માટે આવ્યો હતો.  

 

મયુર તડવી 8 દિવસના રિમાન્ડ પર
કરાઇ પોલીસ એકેડમીમાં નકલી પીએસઆઇ મુદ્દે પોલીસે ગત 1લી માર્ચે આરોપી મયુર તડવીની ધરપકડ કરી હતી. ત્યારબાદ તેને ગાંધીનગર કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે 14 દિવસના રિમાન્ડની માગણી કરી હતી. તેની સામે કોર્ટે 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. ગાંધીનગર કોર્ટે આરોપી મયુર તડવીના 10 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ડભોડા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે ગુનો
ગાંધીનગરના ડભોડા પોલીસ મથકમાં નકલી PSI મયુર તડવીની સામે ગુનો નોંધાયો હતો. આરોપી સામે ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરવા મામલે ગુનો દાખલ થયેલો છે. જે સમગ્ર મામલે ગાંધીનગર એલસીબી તપાસ કરી રહી છે. તમને જણાવી દઈએ કે, આરોપી મયુર તડવીની ગત મંગળવારે જ અટકાયત કરાઈ હતી. 

શું છે સમગ્ર મામલો
કરાઈ પોલીસ એકેડમીમાં નકલી PSI મામલે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. નકલી PSI  મયુર તડવી કરાઈમાં ટ્રેનિંગ લઈ રહ્યો હતો. મયુર તડવીએ બીજા ઉમેદવારના કોલલેટરમાં છેડછાડ કરી હતી. ઓળખીતાના કોલલેટરમાં છેડછાડ કરીને મયુરે કરાઈમાં પ્રવેશ મેળવ્યો હતો. ST ઉમેદવારની યાદીમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું. ત્યારે મયુરે વિશાલનું નામ એડિટ કરી પોતાનું નામ મયુર લાલજીભાઈ તડવી લખી દીધું હતું. ફેક કોલ લેટર લઈને મયુર તડવી ટ્રેનિંગ માટે અંદર ઘૂસી ગયો હતો. કરાઈ એકેડમી ખાતે હાલમાં પીએસઆઈની ટ્રેનિંગની ચાલી રહી છે. જેમાં કુલ 582 તાલીમાર્થીઓ તાલીમ લઈ રહ્યા છે. ત્યારે આ તમામ લોકોનાં પગાર બિલ બનાવતી વખતે એક વાત ધ્યાન ઉપર આવેલ જેમાં મયુરભાઈ લાલજીભાઈ તડવી નામનો વ્યક્તિનું નામ ઉર્તીર્ણ થયેલ ઉમેદવારોના પત્રકમાં નથી.  ત્યારે એકેડમીનાં અધિકારીઓ દ્વારા આ બાબતને ગંભીરતાથી નોંધ લઈ આ વ્યક્તિ પર વોચ રાખવામાં આવી હતી અને તે કોઈ ગેંગ સાથે સંકળાયેલો છે કે નહીં તે બાબતની ગુપ્તરાહે તપાસ હાથ ધરવામાં આવી હતી.ગૃહ વિભાગે નકલી PSI મામલે ગુપ્ત તપાસ કરી હતી. જોકે, આ માહિતી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ પાસે પહોંચી હતી અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. 

 

યુવરાજસિહેે રજૂ કર્યા હતા પુરાવા

યુવરાજસિંહ જાડેજાએ પુરાવા રજૂ કરતા જણાવ્યું હતું કે, માર્ચ 2021માં PSIની 1382 જગ્યા માટે ભરતી થઇ હતી. તેમણે કહ્યું હતું કે, મયુરકુમાર તડવી નામના વ્યક્તિ હાલ કરાઇ ખાતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. જોકે, અમારી તપાસ દરમિયાન PSI અને ASI રિઝલ્ટમાં અને મુખ્ય પરીક્ષામાં પણ મયુરકુમાર તડવી કોઈ ઉલ્લેખ નથી. તો તેઓ કરાઇ ખાતે ટ્રેનિંગ કઈ રીતે લઈ રહ્યા છે?  

યુવરાજસિંહે કર્યા હતા આક્ષેપ 
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા રૂપિયા 40 લાખ લઈને  PSIની તાલીમ શરૂ કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. આ સાથે રિઝલ્ટમાં કોઈ ઉલ્લેખ ન હોય તેવા વ્યક્તિ હાલ ટ્રેનિંગ લઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ