બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Biden dials Palestine's President to condemn Hamas attack; assures humanitarian aid

હમાસ વોર / અટકી જશે ઈઝરાયલ-હમાસ વોર ! US પ્રેસિડન્ટ બાયડને પેલેસ્ટાઈની પ્રેસિડન્ટને ફોન કર્યો, જાણો શું વાત કરી

Hiralal

Last Updated: 10:43 PM, 15 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડને પેલેસ્ટાઈની પ્રેસિડન્ટ મોહમ્મદ અબ્બાસ સાથે વાત કરીને હમાસના હુમલાની ટીકા કરી છે.

  • ઈઝરાયલ-પેલેસ્ટાઈનનું યુદ્ધ રોકવા મેદાને પડ્યાં યુએસ પ્રેસિડન્ટ જો બાયડન
  • બાયડને અલગ અલગ રીતે ઈઝરાયલ અને પેલેસ્ટાઈનના રાષ્ટ્રાધ્યક્ષને કર્યાં ફોન
  • પેલેસ્ટાઈનના પ્રેસિડન્ટ મોહમ્મદ અબ્બાસ સાથે ફોન પર કરી વાત 

ઈઝરાયલ-પેલેસ્ટાઈન જૂથ હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા અમેરિકી પ્રેસિડન્ટ જો બાયડને બાજી હાથમાં લીધી છે અને તેણે લડાઈ લડી રહેલા બન્ને દેશના રાષ્ટ્રાધ્યક્ષોને ફોન કર્યો હતો. જો બાયડને પહેલા ઈઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂને ફોન કર્યો હતો અને તેણે યુદ્ધ અટકાવવાની અપીલ કરી હતી. ત્યાર બાદ તેમણે પેલેસ્ટાઈની પ્રેસિડન્ટ મોહમ્મદ અબ્બાસ સાથે વાત કરી હતી. 

બંને પક્ષોને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી

બંને નેતાઓ સાથેની અલગ-અલગ વાતચીતમાં રાષ્ટ્રપતિએ બંને પક્ષોને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે.  વ્હાઇટ હાઉસે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે અબ્બાસે બાયડનને કેટલીક વાતો કરી હતી જેમાં પેલેસ્ટાઈની લોકોને, ખાસ કરીને ગાઝાને તાત્કાલિક જરૂરી માનવતાવાદી સહાય પહોંચાડવાના તેમના પ્રયાસો વિશે માહિતી આપી હતી. બાયડને આ પ્રયાસોમાં અબ્બાસ અને પેલેસ્ટિનિયન ઓથોરિટીને પોતાનું સંપૂર્ણ સમર્થન વ્યક્ત કર્યું હતું.

ઈઝરાયલને ટેકો આપવાનું અમેરિકા ચાલું રાખશે-બાયડન 
બાયડને ઈઝરાયલના પીએમને સપોર્ટ ચાલું રાખવાની ખાતરી આપી તો મોહમ્મદ અબ્બાસને એવું કહ્યું કે અબ્બાસે નિવેદન બહાર પાડીને હમાસ હુમલાની ટીકા કરવી પડશે.

પેલેસ્ટાઈની પ્રેસિડન્ટ સાથે વાત બાદ શું બોલ્યાં બાયડન
બાયડને કહ્યું કે હમાસના ભયાનક યુદ્ધને કારણે પેલેસ્ટાઈની લોકોને વેઠવાનો વારો આવ્યો છે. તેમણે આવું કહીને યુદ્ધ માટે સીધી રીતે હમાસને જવાબદાર ઠેરવ્યું છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે શું પેલેસ્ટાઈની પ્રેસિડન્ટ હમાસને યુદ્ધ બંધ કરવાનું કહી શકશે. શક્યતા લગભગ ધૂંધળી છે. કારણ કે ત્યાં હમાસનું જોર વધારે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ