બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / BHU scientists said that corona cases raised in India Due to Kisaan Andolan

COVID-19 / મહામારીમાં નવું નીકળ્યું ! 'ખેડૂત આંદોલનથી દેશમાં ફેલાયો કોરોના', BHU સંશોધકોના દાવાથી મચ્યો હડકંપ

Vaidehi

Last Updated: 08:11 PM, 8 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રોફેસરે જણાવ્યું કે જ્યારે સૌથી પહેલા આ વેરિયન્ટ બ્રિટનમાં મળી આવ્યો હતો ત્યારે એ તથ્ય સામે આવ્યું કે જે લોકો ફ્લાઈટથી યાત્રા કરીને આવી રહ્યાં હતાં તેમનામાં કોરોનાનાં લક્ષણો દેખાઈ રહ્યાં હતાં.

  • વૈજ્ઞાનિકોએ કરી કોરોનાનાં કેસોને લઈને રિસર્ચ
  • વેરિયન્ટનો ફેલાવો ફ્લાઈટથી યાત્રા કરનારાઓ દ્વારા થયો
  • કિસાન આંદોલનમાં સૌથી વધારે કોરોના ફેલાયાનો દાવો

ભારતમાં કોરોના ફેલાવાનાં મુખ્ય કારણો જણાવવામાં આવ્યાં છે. કાશી હિંદૂ વિશ્વવિદ્યાલય અને કોલકત્તા વિશ્વવિદ્યાલયનાં પ્રોફેસરોએ તેના પર એક શોધ કરી છે. આ શોધમાં જાણવા મળ્યું છે કે પંજાબમાં કિસાન આંદોલન દરમિયાન સૌથી વધુ કોરોનાનાં કેસ સામે આવ્યાં હતાં. BHUમાં જંતુ વિજ્ઞાન વિભાગનાં પ્રોફેસર જ્ઞાનેંદ્ર ચૌબેએ જણાવ્યું કે તે સમયે એક એવી શોધ અને ચાલુ કરી હતી જેમાં કોરોના વાયરસનો આલ્ફા વેરિયન્ટ બ્રિટનથી આવ્યો હતો. આ વેરિયન્ટ પર જ કામ કરવામાં આવી રહ્યું હતું.

વૈજ્ઞાનિકોએ કરી રિસર્ચ
આ શોધમાં કાશી હિન્દૂ વિશ્વવિદ્યાલયમાં જંતુ વિજ્ઞાન વિભાગનાં વૈજ્ઞાનિક પ્રોફેસર જ્ઞાનેશ્વર ચોબે અને કોલકત્તા વિશ્વવિદ્યાલયમાં સહાયક પ્રોફેસર ડોક્ટર રાકેશ તમાંગ પણ જોડાયા હતા. સાથે જ  આ શોધમાં અમૃતા વિશ્વવિદ્યાપીઠમ કેરળમાં એસોસિએટેડ પ્રોફેસર ડોક્ટર પ્રશાંત સુરવઝાલાની સાથે અનેક વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે સૌથી વધુ કેસ કિસાન આંદોલન દરમિયાન વધ્યાં હતાં.

આલ્ફા વેરિયન્ટથઈ આવી કોરોનાની લહેર
પ્રોફેસર ચોબેએ જણાવ્યું કે આલ્ફા વેરિયન્ટ એક એવો વેરિયન્ટ હતો જેના બાદ જ આપણે ત્યાં સૌથી વધુ ખતરનાક લહેર શરૂ થઈ હતી. અહીં જ કોરોનાનાં કેસોમાં વધારો પણ નોંધાયો હતો. તેનો પ્રચાર-પ્રસાર ઘણી ઝડપથી થઈ રહ્યો હતો. તેની શોધમાં અમારો એક જ લક્ષ્ય હતો કે ભારતમાં કોરોનાની લહેર કઈ રીતે આવી? આટલી ઝડપથી કોરોના કેવી રીતે ફેલાઈ ગયો?

પંજાબ,હરિયાણા અને દિલ્હીમાં કેસથી થઈ શરૂઆત
પ્રોફેસરે જણાવ્યું કે જ્યારે સૌથી પહેલો વેરિયન્ટ બ્રિટનમાં મળી આવ્યો હતો તેમાં એ તથ્ય સામે આવ્યું હતું કે જે લોકો ફ્લાઈટથી યાત્રા કરીને આવી રહ્યાં હતાં તેમનામાં કોરોનાનાં લક્ષણો જોવા મળ્યાં. ત્યારબાદ પ્રોફેસરે જણાવ્યું કે દિલ્હી, પંજાબ અને હરિયાણા જેવા રાજ્યોમાં આ વેરિયન્ટનાં મામલાઓ સામે આવવાની શરૂઆત થઈ હતી.

કિસાન આંદોલન સૌથી મોટું કારણ
પંજાબમાં ફાઉન્ડર સ્ટેપની રીતે આ પ્રોસેસ જોવા મળી હતી. ત્યારબાદ બંને વૈજ્ઞાનિકોની ટીમે સોશિયલ ઈવેન્ટ્સ પર ફોકસ કર્યું. આ રિપોર્ટમાં સામે આવ્યું કે કિસાન આંદોલન જ તેનું સૌથી મોટું કારણ રહ્યું છે. શોધમાં વૈજ્ઞાનિકોએ જાણ્યું કે કોરોનાનાં સમયમાં સામૂહિક સમારોહ સુપરસ્પેડર બન્યાં હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ