બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / બિઝનેસ / bharat vehicle series know step by step how to apply for bh series this is how you will get the benefit

તમારા કામનું / સ્ટેપ- બાય-સ્ટેપ જાણો BH સીરિઝ માટે કેવી રીતે કરી શકાય અપ્લાય, આ રીતે મળશે ફાયદો

Dharmishtha

Last Updated: 11:18 AM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જાણો તમે Bharat Series Vehicle Number માટે કેવી રીતે અપ્લાય કરી શકો છો.

  • સૌથી પહેલા Parent Stateમાંથી NOC લેવાની રહેશે
  • NOC બાદ બીજું રાજ્ય Bharat Vehicle Seriesનો નંબર પુરો પાડશે
  •  મૂળ રાજ્યમાં રોડ ટેક્સ પાછો લેવા માટે એક અરજી દાખલ કરવાની રહેશે


રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 28 ઓગસ્ટે Bharat Series Vehicle Numberનું નોટિફિકેશન જારી કર્યુ છે. આ સીરિઝને લાગૂ કર્યા બાદ કેન્દ્રીય, પીએસયૂ, રાજ્ય સરકાર અને પ્રાઈવેટ સંસ્થાન જેના 4 રાજ્યોમાં ઓફિસ છે. આ તમામ કર્મચારી જો બીજા રાજ્યોમાં જાય છે તો હવે તેમને પોતાના વાહનનું ફરી રજિસ્ટ્રેશન નહીં કરાવવું પડે. આવો જાણીએ સ્ટેપમાં કે તમે Bharat Series Vehicle Number માટે કેવી રીતે અપ્લાય કરી શકો છો.

  • સ્ટેપ 1- ભારત સીરિઝના નંબર માટે સૌથી પહેલા તમારે  પોતાના Parent Stateમાંથી NOC લેવાની રહેશે. જે બાદ તમને બીજું રાજ્ય Bharat Vehicle Seriesનો નંબર પુરો પાડશે.
  • સ્ટેપ- 2 નવા રાજ્યમાં પ્રો-ડેટા બેસ પર રોડ ટેક્સ આપવો પડશે. જે બાદ નવા રાજ્યો તમને Bharat Vehicle Series આપશે.
  • સ્ટેપ 3- ત્રીજુ મૂળ રાજ્યમાં રોડ ટેક્સ પાછો લેવા માટે એક અરજી દાખલ કરવાની રહેશે. મૂળ રાજ્ય માંથી પૈસા પાછા લેવા માટેની જોગવાઈ એક બહું અઘરી પ્રક્રિયા છે.

કંઈક આ રીતે દેખાશે બીએચ રજિસ્ટ્રેશન 

BH રજિસ્ટ્રેશનનું ફોર્મેટ YY BH 5529 XX YY રાખવામાં આવ્યું છે. જેમાં પહેલા રજિસ્ટ્રેશનનું વર્ષ BH – ભારત સીરિઝ કોર્ડ  4 – 0000થી  9999 XX આલ્ફાબેટ્સ (AA to ZZ સુધી).

MORTHએ અધિસૂચનામાં જણાવી છે આ વાત

BH સીરિઝ અંતર્ગત મોટર વ્હિકલ ટેક્સ 2 વર્ષ અથવા 4, 6,8 વર્ષ... આ હિસાબથી લગાવવામાં આવશે. આ યોજના નવા રાજ્યમાં સ્થળાંતરિત થવા પર ખાનગી વાહનોની મુક્ત અવરજવરની સુવિધા પ્રદાન કરશે. 14 વર્ષ બાદ મોટર વ્હિકલ ટેક્સ વાર્ષિક રુપથી લગાવવામાં આવશે જે તે વાહનો માટે પહેલા વસૂલ કરવામાં આવેલી રકમથી અડધો રહેશે.

હવે નવા વાહનોને  BH સીરિઝમાં રજિસ્ટર્ડ થશે

આ નવા નિયમ હેઠળ નવા વાહનોને  BH સીરિઝમાં રજિસ્ટર્ડ કરાવવાના રહેશે. આ સીરિઝનો સૌથી વધારે ફાયદો એ વાહનના માલિકોને થશે જે નોકરી માટે એક રાજ્યથી બીજા રાજ્યમાં જાય છે. ભારત સીરિઝ હેઠળ રજિસ્ટ્રેશન નંબર લેવાથી તે વાહનોના માલિકોને નવા રાજ્યોમાં જવા પર નવો રજિસ્ટ્રેશન નંબર લેવાની જરુર નહીં રહે અને વાહન માલિક નવી વ્યવસ્થા હેઠળ બીજા રાજ્યોમાં શિફ્ટ થશે તો તે જૂના રજિસ્ટ્રેશનથી પોતાના વાહનોને સરળતાથી રોડ પર ચલાવી શકશે.

આનાથી કોને થશે ફાયદો

ભારત વ્હીકલ સીરિઝથી કેન્દ્ર સરકારના કર્મચારી, આર્મી અને અન્ય બીજા લોકોને ફાયદો થશે જે નોકરી અને કામથી મોટા ભાગે  એક રાજ્યથી બીજા રાજ્યમાં રહે છે. BH Vehicle Seriesના લાગૂ થવા પર આ લોકોને પોતાના વાહનો માટે વારંવાર રજિસ્ટ્રેશન નંબર નહીં લેવો પડે. આ તમામ જૂના રજિસ્ટ્રેશન નંબર પરથી જ પોતાના વાહનને નવા રાજ્યમાં ચલાવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ