બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bhadravi Poonam fair: 2.75 lakh devotees visit Ma Amba on the first day itself
Last Updated: 10:55 AM, 24 September 2023
ADVERTISEMENT
ADVERTISEMENT
સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે તા. 23 થી 29 સપ્ટેમ્બર સુધી ચાલનારા ભાદરવી પૂનમનાં મેળાનો ગત રોજ પ્રારંભ થવા પામ્યો હતો. ત્યારે આ મહામેળાની ગણનાં માત્ર ગુજરાત જ નહી પરંતું દેશભરમાં ભરાતા મોટા મેળાઓમાં થાય છે. તેમજ આ મેળામાં લાખો શ્રાદ્ધાળુઓ મા અંબાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે. અરવલ્લીની ગિરિમાળાઓ જય અંબેના નાદથી ગુંજી ઊઠે છે. યાત્રાધામ અંબાજી મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મેળાનાં પ્રથમ દિવસે જ 2.75 લાખ ભક્તોએ માતાનાં દર્શન કર્યા હતા. પ્રથમ દિવસે જ મંદિરને કુલ રૂા. 56 લાખ 38 હજારની આવક થવા પામી હતી. તેમજ મંદિરમાં ચડાવા રૂપે 6 ગ્રામ સોનાની પણ આવક થવા પામી છે. જ્યારે 12 હજારથી વધુ ભક્તોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. જ્યારે ભક્તોને લાવવા લઈ જવા માટે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી અંબાજી આવતી એસટી બસોની કુલ 1415 ટ્રીપ થઈ હતી. તેમજ 1.48 લાખથી વધુ બોક્સ પ્રસાદનું વિતરણ થયું હતુ.
1.48 લાખથી વધુ બોક્સ પ્રસાદનું વિતરણ
અંબાજી ખાતે ભાદરવી પૂનમનાં મેળામાં લાખો ભક્તા મા અંબાનાં દર્શન કરવા આવે છે. અંબાજી માતાનાં પ્રસાદ મોહનથાળનું પણ અનેરૂ મહત્વ રહેલું છે. ત્યારે ભક્તોને લાઈનમાં ન ઉભા રહેવું પડે તે માટે અંબાજી મંદિર ટ્રસ્ટ્ર દ્વારા ડીઝીટલ પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં મંદિર પરિસર ખાતે એક વેન્ડીંગ મશીન લગાવવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ પૈસા પ્રમાણે પ્રસાદનાં પેકીંગ મુકવામાં આવ્યા છે. ભક્તો દ્વારા કેટલા રૂપિયાનો પ્રસાદ લેતો તે પસંદ કર્યા બાદ ઓનલાઈન પેમેન્ટ કરતાની સાથે જ તરત જ તેટલા રૂપિયાનો પ્રસાદનો ડબ્બો બહાર આવી જાય છે. જેથી ભક્તોને લાઈનમાં ઉભા રહેવું ન પડે.
પહેલા લાઈનમાં ઉભા રહેવું પડતું હતું અને ધક્કા મુક્કી થતી હતી તેમાંથી બચાવ થયોઃ યાત્રીક
આ બાબતે એક યાત્રીકે જણાવ્યું હતું કે, અંબાજી મંદિર ટ્ર્સ્ટ દ્વારા જે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. તે ખૂબ જ સારી છે. ઓનલાઈન પેમેન્ટ કર્યા બાદ તરત જ પ્રસાદ મળી ગયો હતો. ત્યારે આ જે ઓનલાઈન સુવિધા શરૂ કરવામાં આવી છે. તે ખૂબ જ સારી છે. પહેલા લાઈનમાં ઉભું રહેવું પડતું હતું અને જે ધક્કા મુક્કી થતી હતી. તેમાથી બચાવ થયો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.