બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Beware of whatsapp kbc 25 lakh lottery fake messages gujarati news

સાવધાન! / તમે છો KBC વિનર, તમને લાગી છે 25 લાખની લોટરી, ભૂલથી પણ આવાં મેસેજમાં ના પડતા નહીં તો આવશે રોવાના દા'ડા

Dhruv

Last Updated: 11:56 AM, 18 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં દિવાળીના તહેવારોમાં જ ઠગ ટોળકી સક્રિય થઇ છે. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને છેતરવાના જાતજાતના પેંતરા રચી રહી છે. ત્યારે તેમની વધુ એક કરતૂત સામે આવી છે.

  • સોશિયલ મીડિયામાં KBCમાં લોટરી લાગ્યાના મેસેજ થયા ફરતા
  • KBC લકી વિનર: 25 લાખની લોટરીના મેસેજ આવે તો ચેતજો
  • ફેક મેસેજથી બચજો નહીં તો બેંક એકાઉન્ટ થઇ શકે છે ખાલી

આણંદમાં દિવાળીના તહેવારોમાં જ ઠગ ટોળકી સક્રિય થઇ છે. આ ઠગ ટોળકી સોશિયલ મીડિયા પર લોકોને છેતરવાના જાતજાતના પેંતરા રચી રહી છે. ત્યારે તેમની વધુ એક કરતૂત સામે આવી છે.

વોટ્સએપ ગ્રુપમાં KBCમાં 25 લાખની લોટરી લાગ્યાના મેસેજ વાયરલ

સોશિયલ મીડિયા પર ઠગ ટોળકી દ્વારા KBCમાં લોટરી લાગી હોવાના મેસેજ ફરતા થયા છે. ચરોતરમાં કેટલાક લોકોના વોટ્સએપ ગ્રુપ પર KBCમાં 25 લાખની લોટરી લાગી હોવાના મેસેજ વાયરલ થયા છે. જેના લીધે લોકોએ હવે સચેત થઇ જવાની જરૂરિયાત છે. આ ઠગ ટોળકી વોટ્સએપ કોલમાં એકાઉન્ટની વિગતો જાણીને છેતરપિંડી આચરવા સક્રિય થઇ છે. જોકે જો જો ક્યાંક આ લોટરીની લાલચમાં તમારું ખાતું ખાલી ના થઇ જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો.

તમને જણાવી દઇએ કે, ચરોતરમાં કેટલાક લોકોના વ્હોટ્સએપ પર KBC WINNER 2022 Congratulations લખેલો એક ફોટો વાયરલ થઇ રહ્યો છે. જેની અંદર KBC તરફથી રૂ. 25 લાખની લોટરી લાગ્યાનું કહેવામાં આવી રહ્યું છે.

નંબર સેવ કરીને કોલ ના કરતા નહીં તો ભરાઇ જશો

ફોટો મેસેજ: તમારી માટે એક ગુડ ન્યૂઝ છે. KBC ડિપાર્ટમેન્ટ તરફથી ઓલ ઇન્ડિયા સિમ લકી ડ્રોમાં તમારો નંબર વિનર બન્યો છે. તમને અને તમારા પરિવારને અભિનંદન. લોટરી વિશે વધુ માહિતી મેળવવા તમે સીનિયર ઓફિસર રાણા પ્રતાપ સિંહનો વ્હોટ્સએપ નંબર સેવ કરી કોલ કરો. ઈમેજમાં 6261822567 અને લોટરી નંબર 8991 લખેલો હોય છે.

આ કારણોસર નંબર સેવ કરી વોટ્સએપ કોલિંગ માટે કહેવામાં આવે છે

આ અંગે ટેક એક્સપર્ટનું કહેવું છે કે, 'આવી રીતે કોઈ પણ યુઝરને લોટરી લાગ્યાનો મેસેજ આવે તો તેણે તુરંત આ નંબર બ્લોક કરી દેવો જોઈએ. આ નંબરને સેવ કરી તેની પર ક્યારેય ભૂલથી પણ ફોન ન કરવો જોઈએ. કારણ કે આવા નંબર સેવ કરવા પર તમે હેકર્સની માયાજાળનો શિકાર બની શકો છો. હેકર ટ્રોજનનાં માધ્યમથી બેંક એકાઉન્ટ ડિટેલ મેળવી તમારા પૈસા ચાઉં કરી શકે છે.'

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ