બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Beware if you keep the window of the house open in Ahmedabad at night!

ધરપકડ / અમદાવાદ: રાત્રે મકાનની બારી ખુલ્લી રાખતા હોય તો ચેતજો.! પૈસા અને મોજશોખ માટે મિત્રો બન્યા ચોર, મોડસ ઓપરેન્ડી જાણી લેવી હિતાવહ

Vishal Khamar

Last Updated: 10:42 PM, 22 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોજશોખ કરવા માટે 2 મિત્રો બન્યા ચોર, ખુલ્લી બારી રહેલા મકાનને ટાર્ગેટ કરતા હતા. ચોરીના પૈસા ખતમ થઈ જાય તો ફરી નવા મકાનને નિશાન બનાવતા હતા. મણિનગર પોલીસે ચોરીની મોડ્સ ઓપરેન્ડીથી ગણતરીના કલાકોમાં ઘરફોડ ચોરોને ઝડપી લીધા.

  • પૈસા અને મોજશોખ માટે મિત્રો બન્યા ચોર
  • ઘરફોડ ચોરી કરીને મચાવતા હતા આંતક
  • મણિનગર પોલીસે બે આરોપીની કરી ધરપકડ

 મણિનગર પોલીસે બે આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઇ દંતાણી અને ભરતભાઇ બચુભાઇ દંતાણીની ધરપકડ કરી છે. બંને મણિનગરમાં બળિયાકાકાની ચાલીમાં રહે છે. અને મિત્રો છે. આ બન્ને આરોપીઓએ મોજશોખ કરવા અને પૈસા કમાવવા ઘરફોડ ચોરી કરવાનું શરૂ કરી. તાજેતરમાં મણિનગરમાં આવેલી દૈવીશ્યામ એપાર્ટમેન્ટમાં આ આરોપીએ રૂ 1.54 લાખની ઘરફોડ ચોરી કરી. પરંતુ ઘટના સ્થળે પહોંચેલી પોલીસની તપાસ અને ચોરોની મોડ્સ ઓપરેન્ડીથી ગણતરીના કલાકોમાં આ બંન્ને ચોર સુધી પહોંચી ગઈ અને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને ચોરીના રૂ 95 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો.

પ્રકાશ  4 જ્યારે ભરત 2 ઘરફોડ ચોરીનાં ગુનામાં ઝડપાયેલો છે
પકડાયેલ ઘરફોડ ચોર પ્રકાશ દતાંણી અને ભરત દંતાણી કુખ્યાત આરોપી છે. જેમાં પ્રકાશ  4 ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયો છે. જ્યારે ભરત 2 ગુનામાં ઝડપાયો છે. બન્ને ઘરફોડ ચોરી કરવા રાત્રે નીકળતા હતા. અને જે મકાનની બારી ખુલ્લી જોવા મળતી હતી. તેને જ મકાનને ટાર્ગેટ કરીને ચોરીને અંજામ આપતા હતા. મણિનગરમાં પણ આ મોડ્સ ઓપરેન્ડીથી ઘરફોડ ચોરી કરી હતી. જેથી આ મોડ્સ ઓપરેન્ડીના કારણે પોલીસે તેઓને ઝડપીને ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો.

પી જી જાડેજા (ACP, જે ડિવિઝન)

બંને આરોપીઓને પાસા હેઠળ ધકેલાયા
ગણતરીની કલાકોમાં ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલીને મણીનગર પોલીસે મોટી સફળતા મેળવી. પરંતુ આ ચોર મિત્રો પકડાય તો છે. પરંતુ ફરી છૂટ્યા બાદ ઘરફોડ ચોરીને અંજામ આપે છે. જેથી પોલીસે બન્ને આરોપીઓને પાસા કરવાની કડક કાર્યવાહી હાથ ધરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ