બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / best vegetables for diabetes what brings blood sugar down quickly

હેલ્થ ન્યુઝ / ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ છે આ 5 શાકભાજી, હાઇબીપી આવી જશે તુરંત કંટ્રોલમાં

Arohi

Last Updated: 02:33 PM, 11 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vegetable For Diabetes: શુગરના દર્દીઓ માટે ઘણા શાકભાજી ખૂબ ચમત્કારી સાબિત થઈ શકે છે. તેમાં ફાઈબર સહિત ઘણા પોષક તત્વો હોય છે.

  • શુગરના દર્દીઓ માટે ફાયદાકારક છે શાકભાજી 
  • ફાઈબર સહિત હોય છે આ પોષક તત્વો 
  • બીપી-કોલેસ્ટ્રોલ પણ રહેશે કંટ્રોલમાં 

ડાયાબિટીસના દર્દીઓએ આખા દિવસમાં આ લીલા શાકભાજી જરૂર ખાવા જોઈએ. તેના ચોંકાવનારા પરિણામ જોવા મળી શકે છે. આજે અમે એવા જ શાકભાજી વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનું સેવન કરવાથી બ્લડ શુગર ઉપરાંત હાઈ બીપી અને કોલેસ્ટ્રોલથી પણ તરત છુટકારો મળી શકે છે. 

પાલક 
શુગરના દર્દીઓ માટે પાલકને રામબાણ માનવામાં આવે છે. એક રિપોર્ટ અનુસાર પાલકમાં ફાઈબર, આયર્ન, કેલ્શિયમ, પ્રોટીન સહિત અગણીત પોષક તત્વ હોય છે. જે ડાયાબિટીસના દર્દીઓને ફાયદો પહોંચાડે છે. 

ઘણી સ્ટડીઝમાં સામે આવ્યું છે કે હાઈક્વોલિટી ફાઈબર હોવાના કારણે પાલક હાઈ બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. એક અન્ય અભ્યાસમાં સામે આવ્યું છે કે પાલક ઈન્સુલિન સેન્સિટિવિટીને ઈંપ્રૂવ કરે છે. જેનાથી ડાયાબિટીઝ કંટ્રોલ થઈ શકે છે. પાલક હાઈ કોલેસ્ટ્રોલ અને હાઈ બ્લડ પ્રેશરમાં પણ રાહત આપે છે. 

કોળુ 
તમને જાણીને નવાઈ લાગશે કે કોળુ અને તેના બીજ ડાયાબિટીસના દર્દીઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. કોળુ ફાઈબર અને એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે અને બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે એક સારો વિકલ્પ છે. મેક્સિકો અને ઈરાન સહિત ઘણા દેશોમાં કોળાથી ડાયાબિટીસની સારવાર કરવામાં આવે છે. 

ઘણી સ્ટડીમાં આ વાત સામે આવી છે કે કોળામાં પોલીસેકેરાઈડ્સ નામના કાર્બ્સનું પ્રમાણ વધારે હોય છે. જે બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. કોળાના બીજ હેલ્ધી ફેટ અને પ્રોટીનથી ભરપૂર હોય છે. જે બ્લડ શુગર મેનેજકરવા માટે સારો વિકલ્પ છે. 

ભિંડા 
ભિંડા એક એવું ફળ છે. જેને સામાન્ય રીતે શાકભાજીની રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. આ બ્લડ શુગરને ઓછુ કરનાર પોલીસેકેરાઈડ અને ફ્લેવોનોઈડ એન્ટીઓક્સિડેન્ટનો એક સારો સ્ત્રોત છે. ભિંડા ડાયાબિટીસના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. 

ભિંડામાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. જે તમારા આંતરડામાં પહોંચીને શુગર અબ્ઝોર્બશનને ધીમું કરે છે. તેનાથી શુગર લેવલ કંટ્રોલ રહે છે. ભિંડાના બીજ લોહી શર્કરા- ઓછુ કરતા ગુણોના કારણે ડાયાબિટીસ માટે એક પ્રાકૃતિક ઉપાયના રૂપમાં ફાદાકારક છે તેના વિશે વધારે રિસર્ચની જરૂર છે. 

બ્રોકલી 
શુગરના દર્દીઓ માટે બ્રોકલી અને કોબીજ ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. કોબીજમાં ફાઈબરનું સારૂ પ્રમાણ હોય છે. જેનાથી બ્લડ શુગરને ઓછુ કરવામાં મદદ મળે છે. કોબીજનું સેવન કરવાથી પાચન તંત્ર સારૂ રહે છે. કોબીજ ખાવાથી ઓવરઓલ હેલ્થને પણ ફાયદો મળે છે. 

તેના ઉપરાંત બ્રોકલીમાં સલ્ફોરાફેન મળી આવે છે. જે એક પ્રકારના આઈસોથિયોસાઈનેટ છે. તેમાં બ્લડ શુગરને ઓછુ કરનાર ગુણ હોય છે. જ્યારે બ્રોકલીને કારવા કે ચાવવામાં આવે છે તો આ પ્લાંટ કેમિકલ એન્ઝાઈમ પ્રતિક્રિયાના માધ્યમથી ઉત્પન્ન થાય છે. 

ટામેટા 
મોટાભાગની ખાવાની વસ્તુઓમાં ટામેટાનો ઉપયોગ કરવામાં આવે છે. ટામેટા ડાયાબિટીના દર્દીઓ માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. ટામેટામાં લાઈકોપીન નામનું પાવરફૂલ એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જેનાથી બ્લડ શુગરને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. ટામેટામાં વિટામિન Cનું ભરપુર પ્રમાણ હોય છે. જેનાથી ઈમ્યૂનિટી મજબૂત થાય છે. 

ટામેટા ખાવા હાર્ટ હેલ્થ માટે યોગ્ય માનવામાં આવે છે. ટામેટા ખાવા હાર્ટ માટે યોગ્ય માનવામાં આવે છે. ટામેટાને સલાડના રૂપમાં ખાઈ શકાય છે. નિયમિત રીતે ટામેટાનો જ્યુસ પીવાથી કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ