બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / પ્રવાસ / best places to visit in india in this november

તમારા કામનું / નવેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે ભારતની આ જગ્યાઓ, દિવાળીની રજાઓમાં બનનાવી નાખો પ્લાન, ખર્ચ પણ થશે ઓછો

Arohi

Last Updated: 09:15 AM, 6 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Places To Visit In November 2023: નવેમ્બરનો મહિનો ફરવા માટે બેસ્ટ છે કારણ કે આ મહિનામાં ઠંડી વધારે નથી હોતી અને ગરમી પણ નથી લાગતી. તો આવો જાણીએ આ મહિનામાં તમે ક્યાં ક્યાં ફરવાનો પ્લાન બનાવી શકો છો.

  • નવેમ્બર મહિનો ફરવા માટે છે બેસ્ટ 
  • આ જગ્યાઓએ બનાવો ફરવાનો પ્લાન 
  • દિવાળીની રજાઓમાં પરિવાર સાથે ફરો

ફેસ્ટિવ સીઝનની સાથે જ શિયાળાની શરૂઆત પણ થઈ ચુકી છે. જો તમને ગુલાબી ઠંડી પસંદ છે તો એવામાં નવેમ્બરનો મહિનો ફરવા માટે બેસ્ટ માનવામાં આવે છે. નવેમ્બરના મહિનામાં ઘણા પ્રકારના તહેવારો પણ આવે છે જેના કારણે તમને દરેક જગ્યાનું કલ્ચર પણ જોવા મળે છે. 

કચ્છનું રણ, ગુજરાત
શિયાળામાં કચ્છના રણની સફેદ રેત ખૂબ જ સુંદર લાગે છે. સાથે જ દર નવેમ્બરના મહિનામાં રણ ઉત્સવ પણ ઉજવવામાં આવે છે. જેને જોવા માટે વિદેશોથી પણ લોકો આવે છે. આ સમયે તેની સુંદરતા કંઈક અલગ જ હોય છે. 

ભરતપુર, રાજસ્થાન 
કેવલાદેવ નેશનલ પાર્ક, જેને ભરતપુર બર્ડ સેન્ચુરીના નામથી ઓળખવામાં આવે છે પક્ષી પ્રેમીઓ માટે એક પરફેક્ટ જગ્યા છે. અહીં પક્ષીઓની લગભગ 370 પ્રજાતિઓ છે અને નવેમ્બર આવતા જ ઘણા પ્રવાસી પક્ષી જેમ કે પેલિકન, ગીધ, બાજ અને બ્લૂ-ટેલ્ડ બી-ઈટર અને ગાર્ગેની અહીં આવે છે. અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, ચીન અને સાઈબેરિયાથી મોટી સંખ્યામાં જલીય પક્ષી પણ અહીં જોવા મળે છે જે શિયાળામાં આવે છે.

ગોવા
દર વર્ષે ગોવામાં એશિયાનું સૌથી મોટુ ફિલ્મ ફેસ્ટિવલ આયોજીત કરવામાં આવે છે. આ ફેસ્ટિવલમાં પ્રસિદ્ધ કલાકારો, ફિલ્મ નિર્માતાઓ, આલોચકોની મેજબાનીની સાથે સાથે દુનિયાભરની ફિલ્મો જોવા મળે છે. નવેમ્બરના આ મહિનામાં ગોવાનું વાતાવરણ પણ ખૂબ જ સારૂ રહે છે.

અમૃતસર, પંજાબ
અમૃતસરમાં ગુરૂ પર્વના તહેવારને ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવે છે. એવામાં અહીંના ફેમસ સ્વર્ણ મંદિરને ખૂબ જ સજાવવામાં આવે છે. એવામાં આ શહેરની સુંદરતા પોતાના ચરમ પર હોય છે. ગુરૂ પર્વના અવસર પર અહીં અલગ અલગ જગ્યા પર લંગરનું આયોજન કરવામાં આવે છે. તેની સાથે જ કીર્તન અને કથા પણ હોય છે. 

શિલૉન્ગ, મેઘાલય
અહીં દર વર્ષે નવેમ્બરમાં શિલૉન્ગ ચેરી બ્લોસમ ફેસ્ટિવલનું આયોજન થાય છે. અહીં પરફોર્મ કરવા માટે મોટા મોટા આર્ટિસ્ટ આવે છે. જો તમે પણ અહીંના કલ્ચર, ભોજન, આર્ટ અને મ્યૂઝિક વિશે જાણવામાં રસ ધરાવો છો તો આ સમય બિલકુલ પરફેક્ટ છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ