બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / best direction for hotel kitchen according to vastu shastra

વાસ્તુ ટિપ્સ / હોટલમાં કિચન બનાવવાનો છે પ્લાનિંગ? તો આ દિશાને કરજો પસંદ, તિજોરી છલકાઇ જશે

Arohi

Last Updated: 11:08 AM, 28 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Kitchen: હોટલમાં કિચનનું નિર્માણ કરાવતી વખતે અમુક વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. એવામાં આવો જાણીએ હોટલમાં કિચનની દિશા વિશે.

  • હોટલમાં કિચન બનાવવાનો છે પ્લાનિંગ?
  • તો આ દિશાને કરજો પસંદ
  • થવા લાગશે ધનની વર્ષા 

વાસ્તુ શાસ્ત્રમાં આજે હોટલમાં રસોડાની દિશાના વિશે વાત કરીએ. કોઈ પણ હોટલમાં સૌથી વધારે જરૂર રસોડાની જ પડે છે. માટે હોટલમાં રસોડાના નિર્માણ વખતે અમુક વાતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. 

આ દિશામાં હોવું જોઈએ રસોડુ
વાસ્તુ શાસ્ત્ર અનુસાર હોટલમાં રસોડાના નિર્માણ માટે આગ્નેય કોણ, એટલે કે દક્ષિણ-પૂર્વ દિશાની પસંદગી કરી જોઈએ. આગ્નેય કોણના વાહક અગ્નિ દેવને માનવામાં આવે છે અને રસોઈના કામમાં અગ્નિ મહત્વપૂર્ણ રોલ અદા કરે છે. એવામાં આ દિશામાં રસોડુ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. 

હોટલમાં દિશાનું રાખો ખાસ ધ્યાન 
માટે રસોડા માટે આ જગ્યા સૌથી ઉપયુક્ત હોય છે. રસોડામાં ગેસ માટે પ્લેટફોર્મ દક્ષિણ-પૂર્વ દિશામાં હોવો જોઈએ જ્યારે સૈફ પોતાનું મુખ પૂર્વ દિશામાં રાખે. તેના ઉપરાંત તંદૂર કે માઈક્રોવેવ માટે આગ્નેય કોણ કે પછી પશ્ચિમ દિશાનું અને ફ્રીઝ માટે આગ્નેય, દક્ષિણ કે પછી પશ્ચિમ દિશાની પસંદગી કરવી યોગ્ય રહે છે. 

હોટલ એન્ટ્રેસની દિશાનું પણ રાખો ધ્યાન 
વાસ્તુ શાસ્ત્ર અનુસાર હોટલના મુખ્ય દ્વાર ઈશાન કોણ એટલે કે ઉત્તર પૂર્વ દિશામાં હોવા જોઈએ. આ દિશા નફાની રીતે ખૂબ જ ઉત્તમ માનવામાં આવે છે. તેના ઉપરાંત તમે ઉત્તર કે પૂર્વ દિશાની તરફથી એન્ટ્રેસ બનાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ