બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / benefits of tulsi for hypertension and control high blood pressure

હેલ્થ / સાઈલન્ટ કિલર શોધ્યો નહીં જડે ! ઘર બહાર મળતી આ ઔષધિના સેવનથી બ્લડ પ્રેશર થઈ જશે છૂમંતર

Bijal Vyas

Last Updated: 02:05 AM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુલસીના પાનનું સેવન હાયપરટેન્શનની સમસ્યાને નિયંત્રિત કરવા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો તેનું સેવન કેવી રીતે કરવું.

  • હાઇ બ્લડ પ્રેશર હાર્ટ એટેક, સ્ટ્રોકથી લઈને કિડની ફેલ થઈ શકે છે
  • હાઈ બ્લડ પ્રેશરને સમયસર નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી
  • બ્લડ પ્રેશર કરવામાં મદદ કરે છે તુલસીના પાન

હાઈ બ્લડ પ્રેશરને સાયલન્ટ કિલર માનવામાં આવે છે. જો તેને સમયસર કાબૂમાં લેવામાં ન આવે તો તેનાથી હાર્ટ એટેક, સ્ટ્રોકથી લઈને કિડની ફેલ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિનું બ્લડ પ્રેશર 140/90 mmHg કે તેથી વધુ હોય તો સમજવું કે તે હાઈપરટેન્શનની ઝપેટમાં આવી ગયો છે.

સ્વાસ્થ્ય જાણકારોના મતે, આનુવંશિક હોવા ઉપરાંત, હાઈ બ્લડ પ્રેશરના ઘણા કારણો હોઈ શકે છે, જેમાં વજનમાં વધારો, દારૂનું સેવન અથવા ધૂમ્રપાન શામેલ છે. આ સાથે ખરાબ જીવનશૈલીના કારણે પણ આ સમસ્યાનો સામનો કરવો પડે છે. હાઈ બ્લડ પ્રેશરને સમયસર નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે, આવી સ્થિતિમાં તમે ઈચ્છો તો ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીનું સેવન કરી શકો છો.

શ્રાવણ માસમાં ઘરમાં લગાવો આ છોડ ભગવાન શિવની થશે ખુબ કૃપા | sawan 2022 lord  shiva blessing if you plant tulsi with these 4 plants

તુલસીમાંથી મળે છે આ ઔષધી
ઔષધીય ગુણોથી ભરપૂર તુલસીમાં આવા ગુણો જોવા મળે છે, જે હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવાની સાથે-સાથે અન્ય ઘણી બીમારીઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે, તુલસીમાં પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ઝિંક, મેંગેનીઝ, વિટામિન સી, થાઇમીન, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન બી-6, વિટામિન એ, વિટામિન ઇ, વિટામિન કે જેવા તત્વો મળી આવે છે. 

શું બ્લડ પ્રેશર કરવામાં મદદ કરે છે તુલસીના પાન 
ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે, તુલસીના પાનમાં યુજેનોલ નામનું તત્વ જોવા મળે છે, જે કેલ્શિયમ ચેનલ બ્લોકર તરીકે કામ કરે છે અને હૃદય અને ધમનીના કોષોમાં કેલ્શિયમની હિલચાલને રોકવામાં મદદ કરે છે. તેની સાથે જ તેમાં એવા એન્ટીઓક્સીડેન્ટ જોવા મળે છે જે બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદ કરે છે. તુલસીમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે, જે શરીરમાં સોડિયમને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેનાથી બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે. કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ મળીને શરીરમાં બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

હાઇ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવા આ રીતે કરો તુલસીનું સેવન 
જો કોઈ વ્યક્તિ હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન હોય તો તુલસીનું વિવિધ રીતે સેવન કરી શકાય છે. જો તમે ઈચ્છો તો તુલસીની ચા પી શકો છો. આ સિવાય તમે તુલસીના કેટલાક પાન ખાલી પેટ ખાઈ શકો છો. આ સિવાય તમે તુલસીનો ઉકાળો બનાવીને પણ પી શકો છો.

માત્ર 15 હજાર રૂપિયા લગાવીને 3 મહિનામાં કમાવો 3 લાખ રૂપિયા, આ રીતે શરૂ કરી  દો કામ | earn 3 lakh rupees in just 3 months with start tulsi farming  business know how

તુલસીના સેવનનો ફાયદો 
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, તુલસીનું સેવન વજન ઘટાડવાની સાથે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે. આ સાથે હૃદય, લીવર સ્વસ્થ રહે છે અને માનસિક તણાવ પણ દૂર થાય છે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ