બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Before karwachauth gold silver price raised in India, gold is currently trading on 61 thousand rupees

માર્કેટ / સોના બજારમાં ભડકો: તહેવારોની સિઝન આવતા જ ગોલ્ડમાં 3700 રૂપિયાનો વધારો, જાણો લેટેસ્ટ રેટ

Vaidehi

Last Updated: 04:51 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તહેવાર પહેલા વધી ગયાં સોના-ચાંદીનાં ભાવ! આજે ભારતમાં સોનાનો ભાવ (24 કેરેટ ) 61200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યો છે.

  • તહેવાર સીઝન પહેલાં સોના-ચાંદીનાં ભાવમાં વધારો
  • 24 કેરેટ સોનાનો ભાવ આજે 61000ને પાર
  • વૈશ્વિક બજારમાં પણ ભાવવધારો જોવા મળ્યો

અમેરિકાનાં સેંટર્લ બેંક વ્યાજદરોનું એલાન કરવા જઈ રહી છે જેમાં બેંક પોલિસી રેટ ફરી એકવાર હોલ્ડ પર જઈ શકે છે. ગોલ્ડને લઈને માહોલ સંપૂર્ણપણે પોઝિટિવ બનવાનું શરૂ થઈ ગયું છે. ડોલર ઈંડેક્સમાં ફ્લેક્સિબિલિટીનાં કારણે ગોલ્ડનાં ભાવમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકાનાં કોમેક્સ માર્કેટમાં ગોલ્ડ ફ્યૂચર 2000 ડોલર પ્રતિ ઓંસનાં લેવલને પાર કરી ગયું છે. તો બીજી તરફ ભારતમાં ગોલ્ડનાં ભાવમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગોલ્ડનાં ભાવમાં વધારો
સોમવારે MCX પર ગોલ્ડ ફ્યૂચર ટ્રેડિંગ દરમિયાન 240 રૂપિયાની તેજીની સાથે 61396 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે. આ આંકડો પાંચ મહિનાનાં પીક લેવલ પર છે.  આજે સોનું 61396 રૂપિયા પર ઓપન થયું હતું પણ માર્કેટ બંધ થતાં-થતાં તેનો ભાવ 61200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર અટક્યો હતો. 

ચાંદીની કિંમતમાં પણ જંગી વધારો
આજે ટ્રેડિંગ બાદ માર્કેટમાં ચાંદીનાં ભાવમાં પણ ઊછાળો જોવા મળ્યો. 0.94% એટલે કે 684 રૂપિયાનાં વધારા સાથે આજે ચાંદીની કિંમત 72401 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી છે.

વિદેશી બજારોમાં સોના-ચાંદીની સ્થિતિ
કોમેક્સ પર સોનું સોમવારે 12.60 ડોલર એટલે કે 0.63%નાં વધારા સાથે 2011.10 ડોલર પ્રતિ ટ્રોય ઓંસ પર ટ્રેડ કરી રહ્યું હતું. ચાંદી 0.3888 ડોલર એટલે કે 1.70%નાં વધારા સાથે 23.275 ડોલર પર સ્થિર થયું.

62 હજારની પાર જઈ શકે છે ગોલ્ડ
છેલ્લાં 3 અઠવાડિયામાં સોનાની કિંમતમાં તેજી જોવા મળી છે. તેનું મુખ્ય કારણ ઈઝરાયલ-હમાસ વૉર છે. જે બાદ રોકાણકારો ગોલ્ડ જેવી સેફ હેવન તરફ વળી રહ્યાં છે. જાણકારો અનુસાર ફ્લેક્સીબલ ડોલર ઈંડેક્સ હોવા છતાં કિંમતો પોતાના નીચલા સ્તરથી લગભગ 8% વધી છે.  જો એમસીએક્સ પર ગોલ્ડ 61000 રૂપિયાનાં સ્તર પર સ્થિર રહે છે તો ટૂંક જ સમયમાં સોનું 62000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ