બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / before ipl 2024 Hardik Pandya says Thousands of people tried to stop me but..
Megha
Last Updated: 11:58 AM, 1 March 2024
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ટીમના એવા ખેલાડીઓમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર વારંવાર ટ્રોલ થાય છે. આ સાથે જ હાલમાં કેટલાક ચાહકો રોહિત શર્માને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાના મુંબઈ ઇન્ડિયન્સના નિર્ણયથી ખૂબ નિરાશ છે. એટલા માટે તે ભારતીય ખેલાડી (હાર્દિક પંડ્યા)ને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરી રહ્યો છે. એવામાં હવે હાર્દિક પંડ્યાએ ટ્રોલર્સ પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું કે લોકો શું કહે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
ADVERTISEMENT
ODI વર્લ્ડ કપ 2023માં બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી આ ઓલરાઉન્ડર ક્રિકેટના મેદાનથી દૂર છે. ઓક્ટોબરમાં થયેલી આ ઈજા બાદ પંડ્યા માત્ર વર્લ્ડ કપમાંથી જ બહાર નથી રહ્યો પરંતુ ઈજાને કારણે તે અન્ય ઘણી મેચોમાં પણ ટીમનો ભાગ બની શક્યો ન હતો. એવામાં હવે પંડ્યા IPL 2024 પહેલા મેદાનમાં પરત ફરે એ પહેલા ડીવાય પાટિલ T20 કપમાં રમ્યો હતો.
ADVERTISEMENT
વાત એમ છે કે હાર્દિક પંડયાએ હાલ એક વાતચીત દરમિયાન ટ્રોલિંગ પર મોટું નિવેદન આપ્યું છે. ઈન્ટરવ્યુ દરમિયાન જ્યારે ઓલરાઉન્ડરને ટ્રોલિંગને લઈને સવાલો પૂછવામાં આવ્યા તો એમને ટ્રોલ્સને જવાબ આપતા કહ્યું કે તે સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરતો નથી. તેથી જ તેઓ આ પ્લેટફોર્મ પર લોકો તેમના વિશે શું કહે છે તેની પણ પરવા કરતા નથી. હાર્દિક પંડ્યાએ કહ્યું, "હું ક્યારેય મીડિયામાં કોઈ કોમેન્ટ કરતો નથી, કોણ શું કહે છે તેનાથી મને કોઈ ફરક પણ પડતો નથી." આ સાથે જ પંડયાએ એમ પણ કહ્યું કે ચાહકો તેના વિશે કંઈપણ જાણતા નથી.
આગળ વાત કરતાં હાર્દિક પંડયાએ કહ્યું કે, 'મારા ફેન્સને મારા વિશે એક વાત નથી ખબર કે હું બહાર જતો નથી. હું ઘરમાં રહેનાર છોકરો છું. છેલ્લા ત્રણ ચાર વર્ષમાં હું ભાગ્યે જ બહાર ગયો છું; હું ફક્ત ત્યારે જ બહાર ગયો છું જ્યારે તે એકદમ જરૂરી હોય, અથવા જ્યારે મારા મિત્રો સાથે કંઈક બન્યું હોય. મને ઘરમાં રહેવું ગમે છે. એક સમય એવો હતો જ્યારે હું 50 દિવસ સુધી ઘરની બહાર નીકળ્યો ન હતો. મેં ઘરની લિફ્ટ પણ જોઈ ન હતી. મારી પાસે મારું પોતાનું હોમ જિમ, હોમ થિયેટર છે. મને ગમતી વસ્તુઓ મારા ઘરમાં છે.'
વધુ વાંચો: મહિલા ક્રિકેટને લઇ BCCIનો મોટો નિર્ણય, ટૂંક સમયમાં ટૂર્નામેન્ટનું કરાશે વિશેષ આયોજન, જાણો ક્યાં
આ વાતચીત દરમિયાન હાર્દિકે એમ પણ કહ્યું હતું કે, 'તમારા કામ પ્રત્યે પ્રમાણિક બનો, જો તમારામાં જુસ્સો હોય તો તમને કોઈ રોકી શકતું નથી. ઘણી વખત હજારો લોકોએ મને રોકવાનો પ્રયાસ કર્યો પણ એ શક્ય ન બન્યું.' નોંધનીય છે કે હાર્દિક પંડ્યાએ અત્યાર સુધી IPLની 2 સિઝનમાં 31 મેચમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરી છે અને 22 મેચ જીતી છે. તેમની કપ્તાનીમાં ગુજરાતે ટ્રોફી પણ જીતી છે અને એક વખત રનરઅપ પણ રહી છે. આ વર્ષે તે MIની કેપ્ટનશીપ કરશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.