બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / Be careful if you eat popcorn while watching a movie, it can have such a serious effect on your health

Health Tips / મૂવી જોતી વખતે તમે પણ ખાતા હોય પોપકોર્ન તો ચેતી જજો, તમારા સ્વાસ્થ્ય પર પડી શકે છે આટલી ગંભીર અસર

Megha

Last Updated: 05:40 PM, 17 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાદા પોપકોર્ન પર થોડું મીઠું છાંટીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે પણ જ્યારે તેના પર મસાલા, ચીઝ કે બટર છાંટવામાં આવે ત્યારે એ હેલ્થી પોપકોર્ન અનહેલ્થી બની જાય છે.

  • ફલેરવવાળા પોપકોર્ન આપણા સ્વાસ્થ્યને ફાયદો નહીં પણ નુકશાન પંહોચાડે
  • મસાલા, ચીઝ કે બટર છાંટવામાં આવે ત્યારે એ હેલ્થી પોપકોર્ન અનહેલ્થી બની જાય

થિયેટરમાં ફિલ્મો જોવા જતાં સમયે દરેક લોકોને પોપકોર્ન ખાવાની આદત હોય છે. આ વાત સામાન્ય છે પણ શું તમને ખબર છે કે પોપકોર્ન આપણા સ્વાસ્થ્યને ફાયદો નહીં પણ નુકશાન પંહોચાડે છે. એમ કહીએ તો પણ ચાલે કે મલ્ટિપ્લેક્સમાં મળતા ફલેરવવાળા, મસાલાવાળા, ચીઝ કે બટર વાળા પોપકોર્ન ઝેર સમાન છે. જો કે સાદા પોપકોર્ન પર થોડું મીઠું છાંટીને ખાવાથી સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે પણ જ્યારે તેના પર મસાલા, ચીઝ કે બટર છાંટવામાં આવે ત્યારે એ હેલ્થી પોપકોર્ન અનહેલ્થી બની જાય છે. 

સાદા પોપકોર્ન સૌથી હેલ્થી સ્નેકફૂડમાંથી એક છે. સૌથી સસ્તા અને સ્વાસ્થ્ય માટે સૌથી સારા. એક્સપર્ટ કહે છે કે 100 ગ્રામ પોપકોર્ન આપણા સ્વાસ્થ્ય માટે ઘણા સારા ગણવામાં આવે છે. તેમાં વિટામિન બી કોમ્પ્લેકસ, જિંક, મેગ્નીજ અને આર્યન ભરપૂર માત્રામાં હોય છે. આખા દિવસમાં આપના શરીરને 30 ગ્રામ ફૈબારની જરૂર હોય છે અને એ જરૂરિયાતને પોપકોર્ન 50 ટકા જેટલી પૂરી કરી દે છે. સાથે જ પોપકોર્નમાં સારી માત્રામાં પોલિફિનોલ એન્ટિઓક્સિડન્ટ મળે છે જે બ્લડ સર્ક્યુલેશન માટે ખૂબ જ મહત્વનું છે. સાથે જ પોપકોર્ન સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે પણ મહત્વનો રોલ નિભાવે છે. 

ડાયાબિટીસ અને મોટાપાનો શિકાર બનેલ લોકો માટે પોપકોર્નનું સેવન ઘણું ફાયદેમંદ રહે છે. દરરોજ વધુમાં વધુ 100 ગ્રામ પોપકોર્ન આપણે ખાઈ શકી છીએ. 100 ગ્રામ પોપકોર્નમાં 15 ગ્રામ જેટલું ફાઈબર આપણા શરીરને મળી રહે છે. સાથે જ પોપકોર્નના સેવનથી પેટ ભરાયેલ રહે છે અને શરીરને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો પણ મળી રહે છે. 

જો કે મોલ કે મલ્ટીપ્લેક્સમાં મળતા પોપકોર્ન, વેફર્સ અને પોટેટો ચિપ્સ આંતરડા માટે ઝેર સમાન છે. ફલેરવવાળા, મસાલાવાળા, ચીઝ કે બટર વાળા પોપકોર્ન સ્વાસ્થ્યને ઘણું નુકશાન પંહોચાડે છે. રેડીમેડ અને ડબ્બામાં બંધ મળતા પોપકોર્ન પણ ન ખાવા જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ