બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / Be careful if digestion is bad Do not eat these vegetables at night even by mistake

Health Tips / 'ડાઈજેશન' ખરાબ રહેતું હોય તો ચેતી જજો: ભૂલથી પણ રાતે ન ખાતા આ શાકભાજી, નહીં તો...

Megha

Last Updated: 04:21 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેટલાંક શાકભાજી પેટને સૂટ કરતાં હોતાં નથી, જેમને રાતે ખાવાથી બ્લોટિંગની ફરિયાદ થાય છે. આવાં શાકભાજી રાતે ન ખાવામાં જ ભલાઇ છે.

  • ડાઈજેશન નબળું હોય તો આ શાકભાજી રાતે ન ખાશો
  • કેટલાંક શાકભાજી પેટને સૂટ કરતાં હોતાં નથી
  • આવાં શાકભાજી રાતે ન ખાવામાં જ ભલાઇ છે

શરીરને હેલ્ધી રાખવા માટે ડાઇજેશન યોગ્ય હોય તે ખૂબ જરૂરી છે. આપણે ઘણી વખત હેલ્ધી સમજીને જે ખાઇએ છીએ તે પેટ ફૂલવાનું અને પેટમાં ગેસ ઉત્પન્ન કરવાનું કારણ બને છે. આ કારણે પેટના નીચેના ભાગમાં ટાઇટનેસ, પેટ ભરેલું લાગવું ફીલ થાય છે. આ કારણ છે પેટમાં વધુ માત્રામાં ગેસ બનવો કે ફ્લૂડ એકઠું થવું. આમ તો બ્લોટિંગનાં અનેક કારણો છે, જેમ કે તળેલું ખાવું, શાકભાજી જલદી જલદી ખાવાં કે પછી વધુ માત્રામાં ખાઇ લેવું, જોકે આ બધાં કારણોમાં એક કારણ એ પણ છે કે કેટલાંક શાકભાજી પેટને સૂટ કરતાં હોતાં નથી, જેમને રાતે ખાવાથી બ્લોટિંગની ફરિયાદ થાય છે. આવાં શાકભાજી રાતે ન ખાવામાં જ ભલાઇ છે.

બ્રોકલી: 
બ્રોકલીમાં ઘણાં બધાં ન્યુટ્રિશન હોય છે. મોટા ભાગે લોકો તેને વેઇટલોસ માટે સલાડના રૂપમાં ખાય છે અથવા તેનો સૂપ બનાવીને પીએ છે. બ્રોકલીમાં રહેલું રાફિનોઝ નામનું તત્ત્વ તેને પચવામાં મુશ્કેલી ઊભી કરે છે. આ કારણે ગેસ અને બ્લોટિંગની ફરિયાદ ઊભી થાય છે. જો તમે રાતના સમયે બ્રોકલી ખાઇ લો છો તો પચવામાં સમય લાગે છે અને ગેસ કે બ્લોટિંગના લીધે આખી રાત તમારી ઊંઘ ડિસ્ટર્બ થાય છે.

કોબીજ-ફ્લાવર: 
કોબીજ અને ફ્લાવર આ બંને શાકભાજી રાતે ખાવાથી બચવું જોઇએ, તેનાથી બ્લોટિંગની ફરિયાદ રહે છે. કોબીજમાં સલ્ફારેન તત્ત્વ મળી આવે છે, જે ગેસ વધારે છે. કોબીજમાં રાફિનોઝ અને ફાઇબરની માત્રા વધુ હોય છે.

લસણ અને ડુંગળી: 
લસણમાં ઘણા બધા મેડિસિન ગુણ હોય છે, જોકે રાતના સમયે તેને કાચું ખાવાની ભૂલ ન કરો, તેનાથી ગેસ અને બ્લોટિંગની સમસ્યા થઇ શકે છે.

બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ: 
બ્રસેલ્સ સ્પ્રાઉટ્સ એક શાકભાજી છે, જે ગોભીપત્તા જેવું દેખાય છે. નાના આકારનું આ શાકભાજી ન્યુટ્રિશનથી ભરપૂર હોય છે, તેમાં ફાઇબરની માત્રા પણ વધુ હોય છે. આ શાકભાજીમાં રાફિનોઝની માત્રા પણ વધુ હોય છે તે પચવામાં મુશ્કેલ છે. તેથી તેને રાતે ન ખાવાં જોઇએ.

બટાકા: 
બટાકા ઘણા લોકોનું ફેવરિટ શાક છે, પરંતુ જો તમે રાતના સમયે બટાકા ખાઓ છો તો પેટમાં ગેસ-બ્લોટિંગની સમસ્યા ઉદ્ભવે છે. બટાકાને ફ્રાય કરવાની સાથે જો તમે તેને ઉકાળી કે બાફી પણ ખાઓ છો તો પણ તે ડાઇજેસ્ટ થવામાં સમય લે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ