બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI will take action on this 5 captains of ipl 2023

IPL 2023 / ક્રિકેટ ચાહકોના દિલ તૂટશે.! IPL 2023ના આ 5 સ્ટાર પર BCCI લેશે એક્શન, મંડરાયો પ્રતિબંધ સુધીનો ખતરો, 1તો ટીમ ઈન્ડિયાનો કપ્તાન

Bijal Vyas

Last Updated: 09:34 PM, 21 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારંવાર ફિલ્ડિંગમાં ફેરફારને કારણે ઓવરો સમયસર પૂરી થતી નથી અને કેપ્ટનની સાથે મેચ રેફરી ખેલાડીઓને દંડ કરે છે. જાણો કોને થયો છે દંડ

  • BCCI કેપ્ટન પર 1 મેચ માટે લગાવી શકે છે પ્રતિબંધ 
  • કેએલ રાહુલને 20 એપ્રિલના રોજ મેચમાં ધીમી ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો 
  • IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો

IPL 2023માં ઘણી રોમાંચક મુકાબલા જોવા મળ્યા છે. છેલ્લા બોલ પર ઘણી મેચોનો નિર્ણય લેવામાં આવ્યો છે. રસાકસી જેવી મેચોમાં ફિલ્ડિંગ કરનારા કેપ્ટન પર ઘણું દબાણ હોય છે. વારંવાર ફિલ્ડિંગમાં ફેરફારને કારણે ઓવરો સમયસર પૂરી થતી નથી અને કેપ્ટનની સાથે મેચ રેફરી ખેલાડીઓને દંડ કરે છે. જોકે, પહેલા પૈસા કાપવામાં આવે છે, અને તેને પુનરાવર્તિત કરવા પર દંડ બમણો થાય છે, અને જો તે જ ભૂલ ત્રીજી વખત થાય છે, તો BCCI કેપ્ટન પર 1 મેચ માટે પ્રતિબંધ લગાવી શકે છે.

લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના કેપ્ટન કેએલ રાહુલને ગુરુવાર, 20 એપ્રિલના રોજ મેચમાં ધીમી ઓવર રેટ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો, અને નિયમ હેઠળ 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ સામે રમાયેલી મેચમાં ભલે ટીમ જીતી ગઈ પરંતુ કેપ્ટનને તેની સજા ભોગવવી પડી. મેચ રેફરીએ કેએલ રાહુલને ધીમા ઓવર રેટ માટે દોષિત ગણાવીને આ દંડ ફટકાર્યો હતો.

આજે ગુજરાત ટાઇટન્સ-દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ છેડાશે, જુઓ કોણ કોના પર પડશે  ભારે, સમજો આંકડામાં | IPL 2023 Today Match between Delhi Capitals and  Gujarat Titans, know last match ...

ઈન્ડિયન પ્રીમિયર લીગની આ સિઝનમાં અત્યાર સુધી ઘણા કેપ્ટનોને ધીમી ઓવર રેટના કારણે દંડ ફટકારવામાં આવ્યો છે. આ યાદીમાં ભારત તરફથી રમતા ઘણા સ્ટાર ખેલાડીઓના નામ સામેલ છે. વર્તમાન IPL ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાને દંડ ફટકારવામાં આવ્યો છે. પંજાબ કિંગ્સ સામે રમાયેલી મેચમાં તેને ધીમી ઓવર માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. હાર્દિક ભારતની T20 ટીમનો કેપ્ટન છે, અને તેને ODIમાં વાઇસ-કેપ્ટનની જવાબદારી પણ સોંપવામાં આવી છે.

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસનને પણ ધીમી ઓવર રેટનો ફટકો પડ્યો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સમયસર ઓવર પૂરી ન કરી શકવા બદલ સંજુ સેમસનને દંડ ફટકારવામાં આવ્યો હતો. આ માટે મેચ ફીમાંથી 12 લાખ રૂપિયા કાપવામાં આવ્યા હતા.

2 વર્ષથી ટીમ ઈન્ડિયામાં નથી મળી આ ખેલાડીને તક, હવે IPLમાં પણ કેપ્ટને  બતાવ્યો બહારનો રસ્તો | IPL 2023 Team management did not give place to fast  bowler Navdeep Saini in the first match

 

રોહિત શર્માની જગ્યાએ મુંબઈ ઈન્ડિયન્સે એક મેચમાં સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમાયેલી આ એક મેચમાં તે નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરી શક્યો ન હતો, અને તેને નિયમો હેઠળ દંડ ફટકારવામાં આવ્યો હતો. રોહિત શર્માએ આ મેચમાં મુંબઈ માટે ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બેટિંગ કરી હતી.

સ્લો ઓવર રેટનો નિયમ કહે છે કે, દરેક ટીમના કેપ્ટને ટી20 મેચમાં 20 ઓવરનો કોટા સમયસર પૂરો કરવાનો હોય છે. જો આમ કરવામાં ન આવે તો, ટીમ નિર્ધારિત સમય કરતાં જેટલી ઓવરો પાછળ રહી જાય છે, તેટલી ઓવરો ખેલાડીએ 30 યાર્ડ સર્કલની અંદર રાખવાની હોય છે. આ ભૂલ માટે કેપ્ટનને પહેલીવાર 12 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજી વખત તે વધીને 24 લાખ થાય છે અને જો કેપ્ટન ત્રીજી વખત આ જ ભૂલ કરે છે, તો તેને 1 મેચનો પ્રતિબંધ ભોગવવો પડી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ