બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / BCCI issues medical update of Jasprit Bumrah and Shreyas Iyer, all but confirms their unavailability for WTC final

વર્લ્ડ કપ પહેલા શુભ / ટીમ ઈન્ડીયા માટે આવી ગઈ ખુશખબરી, બે મોટા ખેલાડીઓને લઈને BCCIએ જાહેર કર્યું હેલ્થ અપડેટ

Hiralal

Last Updated: 04:47 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ ટીમ ઈન્ડીયાના બે ખેલાડીઓ જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યરનું મેડિકલ અપડેટ જાહેર કર્યું છે.

  • જસપ્રિત બુમરાહ અને શ્રેયસ અય્યર પર BCCIનું મેડિકલ અપડેટ 
  • બુમરાહનું પીઠના નીચેના ભાગનું ઓપરેશન સફળ રહ્યું 
  • શ્રેયસ અય્યરને કમરના નીચેના ભાગે તકલીફ, થોડા વખતમાં સર્જરી
  • સર્જરી બાદ બન્ને ખેલાડીઓ રિહેબ સેન્ટર જશે 

ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ અને બેટ્સમેન શ્રેયસ અય્યર પર મેડિકલ અપડેટ જાહેર કર્યું છે. બીસીસીઆઇએ મેડિકલ અપડેટમાં કહ્યું છે કે, જસપ્રિત બુમરાહે ન્યૂઝીલેન્ડમાં તેની પીઠના નીચેના ભાગ પર સર્જરી કરાવી હતી, જે સફળ રહી હતી અને તે દર્દથી મુક્ત હતો. બુમરાહે શુક્રવારથી બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં પોતાનું રિહેબ મેનેજમેન્ટ શરૂ કરી દીધું છે, કારણ કે નિષ્ણાતે આ ફાસ્ટ બોલરને છ સપ્તાહની સર્જરી બાદ પોતાનું રિહેબ શરૂ કરવાની સલાહ આપી હતી.

આવતા અઠવાડિયે શ્રેયસ અય્યરનું કમરનું ઓપરેશન 
ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમ ઇન્ડિયાના અન્ય ખેલાડી શ્રેયસ અય્યર અંગે પણ અપડેટ આપી છે. બોર્ડે કહ્યું છે કે, શ્રેયસ અય્યરને કમરના નીચેના ભાગમાં તકલીફ પડી છે અને આ કારણે આવતા સપ્તાહે તેની સર્જરી થવાની છે. પુનર્વસન માટે એનસીએ પાછા ફરતા પહેલા તે બે અઠવાડિયા સુધી સર્જનની દેખરેખ હેઠળ રહેશે. શ્રેયસ અય્યર આઈપીએલ 2023માંથી બહાર થઈ ગયો છે. તેઓ ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી પણ રમી શક્યો નહોતો.  ટીમ ઇન્ડિયા માટે એક પ્રકારના શાનદાર સમાચાર છે, કારણ કે બુમરાહ હવે એનસીએમાં જતો રહ્યો છે.

વર્લ્ડ કપ 2023 પહેલા બુમરાહના ફીટ થવાની આશા 
જસપ્રિત બુમરાહ વર્લ્ડ કપ 2023 પહેલા ફિટ થઈ જશે તેવી આશા છે. જોકે, જસપ્રિત બુમરાહ મેદાન પર ક્યારે પરત ફરશે તે હજુ સ્પષ્ટ થયું નથી. આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2023 ઓક્ટોબરથી શરૂ થશે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ