બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / bareilly maulana shahabuddin said actress swara bhaskar marriage is not justified

બરેલી / મિયા-બીબી રાજી પણ કાજી નારાજ: મૌલાનાએ કહ્યું સ્વરા ભાસ્કરના નિકાહ માન્ય નથી, પહેલા ઈસ્લામ અપનાવો

Megha

Last Updated: 12:01 PM, 19 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બરેલીના મૌલાનાએ સ્વરા ભાસ્કરના લગ્નને લઈ કહ્યું કે આ લગ્ન માન્ય નથી. સ્વરા પહેલા ઈસ્લામ કબૂલ કરે ત્યારબાદ જ તેના લગ્ન માન્ય ગણાશે.

  • સ્વરાએ સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે લગ્ન કર્યા
  • આ કપલે તેના લગ્ન 6 જાન્યુઆરીના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજીસ્ટર કરાવ્યા
  • સ્વરા અને ફહદની લવસ્ટોરીની શરુઆત પ્રોટેસ્ટથી થઈ હતી

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કરે સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદ સાથે લગ્ન કર્યા છે. સ્વરાએ પોતે તેના સોશિયલ મીડિયા પર આ જાણકારી આપી હતી. આ સમાચાર સામે આવ્યા બાદ અનેક પ્રકારની કોમેન્ટ સામે આવી રહી છે. હવે બરેલીના મૌલાનાએ સ્વરા ભાસ્કરના લગ્નને લઈ કહ્યું કે આ લગ્ન માન્ય નથી. સ્વરા પહેલા ઈસ્લામ કબૂલ કરે ત્યારબાદ જ તેના લગ્ન માન્ય ગણાશે.

બરેલી દરગાહ આલા હઝરતના પ્રચારક મૌલાના શહાબુદ્દીને કહ્યું કે શરીયત ઇસ્લામિયાનો હુકમ છે કે જો યુવતી મુસ્લિમ નથી અને તેણે ઇસ્લામ સ્વીકાર્યો નથી.   જો યુવક મુસ્લિમ છે અને યુવતી તેની સાથે લગ્ન કરવા ઈચ્છે છે તો આ કુરાનમાં માન્ય નથી.

મૌલાનાએ કહ્યું કે જરૂરી એ છે કે યુવક હોય કે યુવતી પહેલા તે ઇસ્લામ ધર્મ સ્વીકારે. ઈસ્લામ કબૂલ કર્યા પછી યુવક સાથે નિકાલ થશે તે માન્ય ગણવામાં આવશે. નહી તો આ લગ્ન માન્ય ગણવામાં આવશે નહીં.

6 જાન્યુઆરીએ સ્વરા અને ફહદે લગ્ન રજિસ્ટર કરાવ્યા
એક્ટ્રેસ સ્વરા ભાસ્કર અને સમાજવાદી પાર્ટીના નેતા ફહદ અહમદે તેના લગ્ન 6 જાન્યુઆરી, 2023ના રોજ સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ રજીસ્ટર કરાવ્યા હતા. અભિનેત્રીએ 8 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તેનું માથું એક મિસ્ટ્રીમેનના હાથ પર રાખવામાં આવ્યું હતું. બંને બેડ પર આરામ કરી રહ્યા હતા અને બંનેમાંથી કોઈનો ચહેરો દેખાતો નહોતો. ત્યારથી ચાહકો અનુમાન લગાવી રહ્યા હતા કે સ્વરા રિલેશનશિપમાં છે. તસવીરના કેપ્શનમાં હિંટ આપતા સ્વરાએ લખ્યું હતું કે આ કદાચ પ્રેમ હોઈ શકે છે.

સ્વરાએ ટ્વિટર પર વીડિયો શેર કરી ખુલાસો કર્યો હતો
સ્વરા ભાસ્કરે સોશિયલ મીડિયા પર વધુ એક ફોટો શેર કર્યો હતો, જેમાં તેના હાથમાં મહેંદી જોવા મળી રહી હતી. આ સાથે સ્વરાએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો, જેમાં બતાવવામાં આવ્યું હતું કે તેની લવ સ્ટોરીની શરુઆત કેવી રીતે થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વરા અને ફહદની લવસ્ટોરીની શરુઆત પ્રોટેસ્ટથી થઈ હતી. તેનો ઉલ્લેખ કરતાં સ્વરાએ વીડિયોમાં જણાવ્યું કે બંનેની પહેલી સેલ્ફી પણ પ્રોટેસ્ટ દરમિયાન લેવામાં આવી હતી.

આ પછી ફહદે સ્વરાને તેની બહેનના લગ્નમાં આમંત્રણ આપ્યું હતું, જેનો જવાબ આપતા સ્વરાએ ટ્વિટર પર લખ્યું હતું કે મજબૂર છું. શૂટિંગ છોડીને નિકળી નહી શકુ. આ વખતે માફ કરજે મિત્ર. કસમથી, હું તારા લગ્નમાં ચોક્કસ આવીશ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ