બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Bapu's life is a blessing of health for everyone, from Vaishnav food to cleanliness, diet and lifestyle... it will protect from many diseases.

ગાંધી જયંતી / બાપુનું જીવન સૌ કોઈ માટે આરોગ્યનું વરદાન, વૈષ્ણવ ભોજનથી લઈ સાફ-સફાઇ, ડાયટ અને લાઈફસ્ટાઈલ સુધી..કેટલીય બીમારીઓથી બચાવશે

Vishal Khamar

Last Updated: 07:25 AM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાંધી જયંતિ 2023: મહાત્મા ગાંધીનું જીવન આપણા બધા માટે એક શીખ છે. સ્વચ્છતા હોય કે સ્વાસ્થ્ય, તેમનો આહાર અને જીવનશૈલી આજે પણ અનેક રોગોથી બચાવી શકે છે.

  • મહાત્મા ગાંધીનું જીવન આપણા બધા માટે એક શીખ છે
  • ગાંધીજીનાં સારા સ્વાસ્થ્યનું રહસ્ય તેમના સૂવાના અને જાગવાના કલાકોમાં રહેલું છે
  • ગાંધીજી સવારે 4 વાગ્યે જાગી જતા, રાત્રે 9 વાગ્યે પણ સૂઈ જતા હતા

 ગાંધીજીનું જીવન આપણા બધા માટે પ્રેરણારૂપ છે. શિસ્તબદ્ધ જીવન જીવવાની વાત હોય કે અહિંસા અને સત્યના માર્ગે ચાલવાની વાત હોય. તમે બાપુ પાસેથી ઘણું શીખી શકો છો. હવે જો આપણે માત્ર સ્વસ્થ રહેવાની કે તેમની જીવનશૈલી વિશે વાત કરીએ તો બાપુનાં આહારમાં શું હતું જેણે તેમને આટલા સક્રિય બનાવ્યા. તેમજ તેમનું સૂવું, ઉઠવું અને જાગવાનો સમય જે જણાવે છે કે જો દિવસની શરૂઆત યોગ્ય હોય તો તમે માનસિક રીતે કેવી રીતે મજબૂત બની શકો છો.

મહાત્મા ગાંધીજીનાં સારા સ્વાસ્થ્યનું રહસ્ય

1. સમયસર સૂવું અને જાગવું
ગાંધીજીનાં સારા સ્વાસ્થ્યનું રહસ્ય તેમના સૂવાના અને જાગવાના કલાકોમાં રહેલું છે. Gandhiashramsevagram.org મુજબ ગાંધીજી સવારે 4 વાગ્યે જાગી જતા હતા. રાત્રે 9 વાગ્યે પણ સૂઈ જતા હતા.  

2. હળવો ખોરાક ખાવો
ગાંધીજી સવારે 7 વાગે નાસ્તો કરતા હતા. જેમાં તેઓ મસાલા, ડુંગળી, લસણ અને તેલ વગરનો ખોરાક ખાતા હતા. એવું કહેવાય છે કે તે પોતાના ભોજનમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં મીઠું અને ખાંડ લેતા હતા. તેમના આહારમાં મોટે ભાગે અનાજ, ફળો અને ઋતુ પ્રમાણે આવતા શાકભાજીનો સમાવેશ થતો હતો. બાપુ 11 વાગે જમી લેતા અને સાંજે 5 વાગે રાત્રી ભોજન કરી લેતા હતા.  

3. ઉપવાસ
બાપુ ખૂબ ઉપવાસ કરતા. આ કારણે તેમનું શરીર એકદમ એક્ટિવ રહ્યું હતું. તેમજ અન્ય લોકોની તુલનામાં, તે રોકાયા વિના કે થાક્યા વિના સતત પોતાનું કામ કરતા હતા. તમે પણ બાપુ પાસેથી આ શીખી શકો છો અને અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત ઉપવાસ કરી શકો છો અથવા મીઠું અને ખાંડ છોડી શકો છો.

4. રોજ ઘણું બધુ ચાલવું
સવારના નાસ્તા પહેલા બાપુ દરરોજ લગભગ 5 કિમી ચાલતા હતા. આ સિવાય તે નજીકના વિસ્તારોમાં પગપાળા જતા અને લોકોને મળતા હતા. તમારે પણ આ વસ્તુ શીખવી જોઈએ. જો તમે આ કરો છો. તો તમે સ્થૂળતા, થાઇરોઇડ, ડાયાબિટીસ અને હૃદયના રોગોનો શિકાર નહીં બનો. 

5. તડકામાં બેસીને તેલની માલિશ કરો
આપણે હંમેશા વિટામિન ડી વિશે વાત કરીએ છીએ. બાપુ દરરોજ 8 થી 10 વાગ્યાની વચ્ચે તડકામાં બેસીને શરીરની માલિશ કરતા હતા. માલિશ તમારા હાડકાંને સ્વસ્થ રાખે છે. એટલું જ નહીં તમારી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ પદ્ધતિ તમને ઘણી બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. ત્યારે તમે પણ આ બધું શીખો અને સ્વસ્થ રહો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ