બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Banks raised loans worth 14.56 lakh crores in 9 years

મહામંથન / લોન વસૂલી માટે સામાન્ય માણસ પર કડકાઈ માલેતુજાર સામે નરમ કેમ? બેંકોએ ધનવાનોની લોનની કેટલી માંડવાળી કરી?

Vishal Khamar

Last Updated: 10:27 PM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંકોએ 9 વર્ષમાં 14.56 લાખ કરોડની લોન માંડવાળ કરી છે. લોન માંડવાળ કરવાથી બેંકોની NPAમાં ઘટાડો થયાનું તારણ.  બેંકોની NPA ઘટાડવા RBI અને સરકાર પગલા લઈ રહી હોવાનો દાવો કરાયો છે.  લોકસભામાં મંત્રી ભાગવત કરાડે જવાબ આપ્યો છે.  જેમાં માંડવાળીની રકમ બાદ બાકીની રકમના નુકસાનનું શું તે મહત્વનો સવાલ છે.

બેંકો દ્વારા દર્શાવવામાં આવેલા NPAમાં ઘટાડો.વાત નાણાકીય છે એટલે શક્ય બને એટલી સાદી ભાષામાં તેને સમજવાનો પ્રયાસ કરીશું. તાજેતરમાં નાણાં રાજ્યમંત્રીએ સંસદમાં જવાબ આપ્યો કે 2014-2015 થી વર્તમાન નાણાકીય વર્ષ સુધીમાં બેંકોએ લગભગ 14.56 લાખ કરોડની લોન રાઈટ ઓફ એટલે કે માંડવાળ કરી છે. લોન રાઈટ ઓફ કરવીનો સાદો અર્થ છે કે બેંકની બેલેન્સશીટમાં એ બાકી રહેલી લોનનો ઉલ્લેખ ન હોય પરંતુ તેને વસૂલવાની પ્રક્રિયા ચાલુ રહે. 

  • બેંકોએ 9 વર્ષમાં 14.56 લાખ કરોડની લોન માંડવાળ કરી
  • લોન માંડવાળ કરવાથી બેંકોની NPAમાં ઘટાડો થયાનું તારણ
  • બેંકોની NPA ઘટાડવા RBI અને સરકાર પગલા લઈ રહી હોવાનો દાવો

એટલે સરવાળે એવુ બને કે કાગળ ઉપર બેંકોનું ચિત્ર સારુ ઉપસે. જે 14.56 લાખ કરોડની લોન બેંકોએ માંડવાળ કરી તેમાથી અડધો અડધ રકમ મોટા ઉદ્યોગ ગૃહની હતી. એટલે એવુ સ્પષ્ટ થાય છે કે માલેતુજારો પાસેથી લોનની રકમ વસૂલવામાં બેંકો કેટલી પાછી પડી છે. આંકડાઓનું માનીએ તો રાઈટ ઓફ કરેલી લોનને જો NPAમાં ઉમેરવામાં આવે તો બેંકોની NPA અનેકગણી વધી જાય, પરંતુ સ્વભાવિક છે કે બેલેન્સશીટમાં આ આંકડા બતાવવાનું બેંકો કે સરકારને યોગ્ય નહીં લાગે. કેન્દ્રસ્થાને સવાલ એટલો જ છે કે લોન વસૂલીની જે કડકાઈ સામાન્ય માણસ પાસે રાખવામાં આવે છે એટલી જ કડકાઈ મોટા ઉદ્યોગગૃહો કે વગદાર વિલફૂલ ડિફોલ્ટર સામે રાખવામાં આવશે ખરી?

લોન રાઈટ ઓફ કરવી એટલે શું?

  • લોન રાઈટ ઓફ કરવીનો સાદો અર્થ બેંકની બેલેન્સશીટમાં તેનો ઉલ્લેખ નહીં
  • બેલેન્સશીટમાં ઉલ્લેખ નહીં છતા લોન વસૂલવાની પ્રક્રિયા ચાલુ રહે છે

માલેતુજારો પાસેથી વસૂલી ક્યારે? 

  • 9 નાણાકીય વર્ષમાં બેંકોએ 14.56 લાખ કરોડની લોન માંડવાળ કરી
  • રાઈટ ઓફ થયેલી લોનમાંથી  7.40 લાખ કરોડ મોટા ઉદ્યોગોના છે
  • આ રીતે માંડવાળ ધિરાણમાંથી અડધી રકમ કોર્પોરેટ ક્ષેત્રની છે

શિડ્યુલ્ડ કોમર્શિયલ બેંકોની સ્થિતિ શું? 

  • શિડયુલ્ડ કોમર્શિયલ બેંકોએ 2.04 લાખ કરોડની રિકવરી કરી

 

  • પાંચ વર્ષમાં બેન્કિંગ સેક્ટરમાં 10.57 લાખ કરોડની લોન માંડવાળ થઈ
  • વર્ષ 2017-2018માં બેંકોની ગ્રોસ NPA 10.21 લાખ કરોડ હતી
  • માર્ચ 2023 સુધીમાં બેંકોની ગ્રોસ NPA 5.55 લાખ કરોડ થઈ
  • જો રાઈટ ઓફ કરેલી લોન ઉમેરાય તો બેંકોની NPA વધી જાય 

માંડવાળીથી NPAને શું અસર પડી?
પાંચ વર્ષમાં બેન્કિંગ સેક્ટરમાં 10.57 લાખ કરોડની લોન માંડવાળ થઈ. વર્ષ 2017-2018માં બેંકોની ગ્રોસ NPA 10.21 લાખ કરોડ હતી.  માર્ચ 2023 સુધીમાં બેંકોની ગ્રોસ NPA 5.55 લાખ કરોડ થઈ.  જો રાઈટ ઓફ કરેલી લોન ઉમેરાય તો બેંકોની NPA વધી જાય. ત્યારે  છેલ્લા 3 વર્ષમાં 5.86 લાખ કરોડની રકમ બેંકે રાઈટ ઓફ કરી છે.  5.86 લાખ કરોડની માંડવાળ સામે 1.09 લાખ કરોડની જ વસૂલાત થઈ. સરવાળે રાઈટ ઓફ કરેલી લોનમાંથી 18.60% જેટલી જ વસૂલાત.  જો રાઈટ ઓફ કરેલી લોન ઉમેરાય તો NPA 3.9%થી 7.47% થાય. 

હજુ કેટલી લોન ચુકવણી બાકી?

  • ટોચના 50 ડિફોલ્ટર્સની 87000 કરોડની લોન ચુકવણી બાકી
  • 10 ડિફોલ્ટર્સની શિડયુલ્ડ કોમર્શિયલ બેંકને 40825 કરોડની ચુકવણી બાકી

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ