ન્યૂઝ અપડેટ્સ
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં ઘણા પ્રસિદ્ધ મંદિરો છે પણ ત્યાં એક ખાસ મંદિર આવેલ છે જેનું નામ છે બાંકે બિહારીનું મંદિર. જ્યાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે. એવું કહેવામાં આવે છે કે ફક્ત એક વખત દર્શન કરવાથી અને ત્યાં પૂજા કરવાથી લોકોનું જીવન સફળ થઈ જાય છે. આજે અમે તમને એ મંદિરનું મહત્વ જણાવવા જઈ રહ્યા છીએ.
નિર્માણ
આ મંદિરનું નિર્માણ વર્ષ 1860માં થયું હતું અને એ મંદિર રાજસ્થાની વાસ્તુકળાનો એક નમૂનો છે. બાંકે બિહારીની મૂર્તિ સ્વામી હરીદાસજીએ નિધિ વનમાંથી શોધી હતી. વર્ષ 1921માં સ્વામી હરીદાસજીના અનુયાયીઓએ આ મંદિરનું પુનઃનિર્માણ કર્યું હતું.
ADVERTISEMENT
Banke Bihari temple, Vrindavan is one of the powerful & blissful temples of Shri Krishna. Worshipped as a small child here, bells are not used to wake Krishna in morning. Brajwasis wakes Kanha gently like a child. It is said that Thakurji visits Nidhivan at midnight daily. pic.twitter.com/2V3JhMiMrb
— Anu Satheesh 🇮🇳 (@AnuSatheesh5) February 17, 2022
ADVERTISEMENT
કેવી રીતે પડ્યું નામ?
બાંકે એટલે ત્રણ ખૂણાથી વાળેલું, હકીકતમાં આ મૂર્તિમાં કૃષ્ણ ભગવાન વાંસળી વગાડવાની મુદ્રામાં બેઠા છે અને તેમણાં બંને પગ વળેલા છે અને એમના હાથ પણ વાંસળી વગાડવા માટે વળેલ છે સાથે જ એમનો ચહેરો પણ થોડો નમેલો છે.
ADVERTISEMENT
આ દિવસે થાય છે ચરણના દર્શન
આ મંદિરમાં એમની કાળા રંગની પ્રતિમા છે. એવું કહેવામાં આવે છે આ મૂર્તિમાં શ્રી કૃષ્ણ અને રાધા બંને સમાયેલ છે. એટલા માટે એમના દર્શનથી જ રાધા-કૃષ્ણ બંનેના આશીર્વાદ મળી રહે છે. વૈશાખ મહિનાની ત્રીજ કે જેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે એ દિવસે વર્ષમાં એક વખત જ એમના ચરણના દર્શન થાય છે. એ દિવસે એમના ચરણના દર્શન કરવા લાખો લોકો ત્યાં પંહોચે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
પડદામાં રાખવામાં આવે છે
એવી માન્યતા છે કે એક વખત એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે આવ્યો હતો અને ભગવાન સામે એકીટસે કલાકો સુધી જોતો રહ્યો હતો. ભગવાન ખુશ થઈ ગયા હતા અને તેની સાથે તેના ગામડે ચાલ્યા ગયા હતા. જ્યારે મંદિરના સ્વામીજીને ખબર પડી ત્યારે તેઓ તેમની પાછળ ગયા અને ઘણી મથામણ પછી બાંકે બિહારીને પાછા લાવ્યા હતા. એ સમય પછીથી દર્શન કરવા માટે આવતા ભક્તો માટે વારંવાર દર્શન ખોલવા અને બંધ કરવાની પ્રથા બનાવવામાં આવી હતી અને ભગવાનને થોડા સમયાંતરે પડદામાં રાખવામાં આવે છે.
માન્યતા
શ્રી હરીદાસજી હંમેશા કૃષ્ણ ભક્તિમાં ડૂબેલા રહેતા અને નિધિવનમાં બેસીને એમની આરાધના કરી ભગવાનને પ્રસન્ન કરવાની કોશિશ કરતાં હતા. એમના સંગીતમી ભક્તિભાવથી ભગવાન ઘણી વખત પ્રસન્ન પણ થતાં હતા, એક વખત એમના શિષ્યએ કહ્યું કે અમારે પણ ભગવાનના દર્શન કરવા છે, મહેરબાની કરીને અમને પણ એમના દર્શનનો લાભ ઉઠાવવા દો . એ સમયે હરિદાસજી ફરી એક વખત ભક્તિમાં લીન થઈ ગયા હતા અને એ સમયે ત્યાં રાધા અને કૃષ્ણ બંને એક સાથે દર્શન દેવા માટે પ્રગટ થયા હતા.
એ સમયે હરિદાસજીની ભક્તિથી પ્રસન્ન થઈને બંને એ એમની પાસે રહેવાની ઈચ્છા પ્રગટ કરી હતી ત્યારે હરિદાસજી એ કહ્યું હતું પ્રભુને તો લંગોટ પહેરાવી મારી પાસે રાખી લઇશ પણ માતા ને પહેરાવવા માટે મારી પાસે કોઈ આભૂષણ નથી. એ સમયે બંને એક થઈ ગયા અને ત્યાં એમની પ્રતિમા પ્રગટ થઈ હતી.
દરરોજ જામે છે ભક્તોની ભારે ભીડ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો