બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Bank recruitment scam: Dismissal of General Manager Ashok Chaudhary of Banas Bank

બરતરફ / બનાસકાંઠાના સહકારી માળખામાં ખળભળાટ, બનાસ બેંકના જનરલ મેનેજરની હકાલપટ્ટીનો ઓર્ડર ફાટ્યો, જુઓ શું હતો આરોપ

Vishnu

Last Updated: 10:59 PM, 15 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશોક ચૌધરીને રોજ તા. 14 માર્ચ 2022થી બેંકની નોકરીમાંથી ડીસમીસ (બરતરફ) કરવાનો હુકમ કરવામાં આવ્યો છે.

  • બનાસકાંઠાના સહકારી માળખામાં હડકંપ
  • બનાસ બેંકના જનરલ મેનેજરની હકાલપટ્ટી
  • ભરતી કૌભાંડમાં જનરલ મેનેજર અશોક ચૌધરીને બરતરફ કરાયા

બનાસકાંઠાના સહકારી માળખામાં ખળભળાટ મચ્યો છે. બનાસ બેકમાં ભરતી કૌભાંડમાં જનરલ મેનેજર અશોક ચૌધરીની હકાલપટ્ટી કરી દેવામાં આવી છે. 40 અધિકારી અને કર્મચારીઓની ખોટી રીતે ભરતી કરવાનો આરોપ હતો જે સાબિત થતાં બનાસ બેન્કના ચેરમેન અણદાભાઇ પટેલના કડક વલણથી અશોક ચૌધરીને ડિસમીસ કરવાનો ઓર્ડર ફાટ્યો છે. 

અશોક ચૌધરી બુંદેલખંડ યુનિવર્સિટીની ડિગ્રી ખોટી હોવાનું સામે આવ્યું હતુ. જે બાદ ભરતી મુદ્દે પૂર્વ ચેરમેન એમ.એલ.ચૌધરીએ તપાસ કમિટી રચી હતી જે બાદ આજે બેંકની વહીવટી સમિતિમાં લેવાયો નિર્ણય હતો.  જનરલ મેનેજર અશોક ચૌધરી પૂર્વ મંત્રીના ભાણેજ છે.

બનાવટી ડિગ્રી લઈ ઊંચી પોસ્ટ પર નોકરી મેળવવાનો કારસો રચ્યો
અશોકભાઈ દજાભાઈ ચૌધરી હાલે જનરલ મેનેજર તરીકે બેંકમાં ફરજ બજાવે છે. અને બેંકના તા. ૨૭/૧૨/૨૦૨૧ ના સંચાલક મંડળની મીટીંગના ઠરાવ નં.૯૩૪૧૦૩ થી થયેલ તપાસ સમિતિ ધ્વારા બેંકમાં ખોટી ભરતી તથા બઢતી બાબતે થયેલ આક્ષેપોના અનુસંધાને તપાસ કરવામાં આવેલી અને જે બેંકના ઉચ્ચ અધિકારીની ભરતી બાબતેની પણ તપાસ કરેલી અને જેમાં અશોક ચૌધરી એ બેંકમાં તા. ૧/૩,૨૦૦ ના નોકરી મેળવવા અરજી કરેલી, અને સદર અરજી સાથે એસ.એમ.સી., એચ.એચ.સી., તથા બુંદેલખંડ યુનિવર્સિટીની બી.એ. પાસની ત્રણ માર્કશીટ તથા માઈગ્રેશન સર્ટીફીકેટ રજૂ કરી જુનીયર ઓફીસર સેલ્ફ હેલ્થ ગ્રુપ નામની પોસ્ટ ઉપર નિમણુંક મેળવેલી પરંતુ સદર પોસ્ટ બેંકમાં નથી, તથા બુંદેલખંડ યુનિવર્સિટીની જે બી.એ. ની જે માર્કશીટ રજુ કરેલ છે, તે પ્રથમ દર્શનીય બનાવટી હોવાનું જણાઈ આવેલ, અને તે બાબતે તપાસ કરતા બુંદેલખંડ યુનિવર્સિટી ધ્વારા તા. ૨/૩/૨૦૨૨ ના માહીતી પત્ર થી બુંદેલખંડ યુનિવર્સિટીની ડીગ્રી બનાવટી હોવાનુ જણાવેલ છે, અને જે ખુબ જ ગંભીર બાબત છે. 

બેન્કની પ્રતિષ્ઠા ખરડાતાં કરાયા બરતરફ
તથા ખુબ જ ટુંકા સમયગાળામાં બનાવટી ડીગ્રી ધારણ કરી લાયકાત ધરાવતા ન હોવા છતાં હયુમન રીસોર્સ પોલીસીમાં બઢતી બાબતેના જે ધોરણો નકકી કરેલ છે, તેને અવગણીનો ખુબજ ટૂંકા સમય ગાળામાં પ્રમોશન મેળવીને જનરલ મેનેજર જેવા મહત્વના હોદા ઉપર નિમણૂંક મેળવેલ છે, અને બનાવટી ડીગ્રીના આધારે બેંકમાં નિમણુંક મેળવીને અશોકભાઈ દજાભાઈ ચૌધરીએ બેંક સાથે છેતરપીંડી કરેલ છે. તથા બેંકની પ્રતિષ્ઠાને બટ્રો લાગે તેવી પ્રવૃત્તિ કરેલ હોય અને ફોજદારી ગુનો કરેલ હોય બેંકની નોકરીમાં ચાલુ રાખવા હિતાવહ ન હોય અને તમોએ બેંકનો વિશ્વાસ ગુમાવી દીધેલ હોય અને ઉપરોકત અહેવાલ બેંકની વહીવટી સમિતિની તાર ૧૪/૩/૨૦૨૨ ની મીટીંગના ઠરાવ નં. ૦૩/૯૭ થી તમોને ડીસમીસ કરવાનું ઠરાવેલ હોય આથી તેમણે નોકરીમાંથી બરતરફ કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ