બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / bank holidays in august 2021 in india check rbi holiday list

કામની વાત / ઓગસ્ટ મહિનામાં કુલ 15 દિવસ બેંકમાં રહેશે રજા, સાથે જાણો કયા 4 દિવસ સતત બેંક રહેશે તેનું લિસ્ટ

Bhushita

Last Updated: 02:19 PM, 12 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી નવા મહિનાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે જો તમે બેંકના કામનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો તમારા માટે આ લિસ્ટ કામનું છે. જાણો કયા 15 દિવસોએ બેંક બંધ રહેશે.

  • ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંક રહેશે બંધ
  • જુઓ RBIનું લિસ્ટ નહીં તો થશે ધક્કો 
  • શનિવાર અને રવિવાર સિવાય 8 દિવસ બેંક બંધ રહેશે

ઓગસ્ટ મહિનાના કામનું પ્લાનિંગ કરી રહ્યો છો તો તમારે અત્યારથી જ જાણી લેવું પડશે કે આ મહિને કેટલા દિવસ બેંક બંધ રહેશે. 2 શનિવાર અને રવિવાર સિવાય આ મહિને 8 દિવસ બેંક બંધ રહેશે. આ મહિને લગભગ કુલ 15 દિવસ અલગ અલગ કારણોથી બેંક બંધ રહેશે. જુઓ લિસ્ટ અને પ્લાન કરો તમારા નવા મહિનાના કામ, નહીં થાય ધક્કો.


 
જુઓ RBIનું લિસ્ટ 

  • 1 ઓગસ્ટ, 2021:  મહિનાના પહેલા દિવસે રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.  
  • 8 ઓગસ્ટ, 2021: રવિવાર હોવાથી બેંકમાં રજા રહેશે.  
  • 13 ઓગસ્ટ, 2021: આ દિવસે Patriot’s Dayના કારણે ઇમ્ફાલની બેંકો બંધ રહેશે.  
  • 14 ઓગસ્ટ, 2021: અઠવાડિયાનો બીજો શનિવાર હોવાના કારણે બેંક બંધ રહેશે.  
  • 15 ઓગસ્ટ, 2021: આ દિવસે રવિવાર હોવાથી બેંકના કામકાજમાં રજા રહેશે. 
  • 16 ઓગસ્ટ, 2021: આ દિવસે પારસીઓનું નવું વર્ષ હોવાના કારણે મહારાષ્ટ્રના બેલાપુર, મુંબઈ અને નાગપુર ઝોનની બેંકમાં રજા રહેશે.  
  • 19 ઓગસ્ટ, 2021: આ દિવસે મોહરમના કારણે અગરતલા ઝોન, અમદાવાદ, બેલાપુર, ભોપાલ, હૈદરાબાદ, જયપુર, જમ્મૂ, કાનપુર,કોલકત્તા, લખનઉ, મુંબઇ,  નાગપુર. નવી દિલ્હી, રાયપુર, પટના, શ્રીનગર અને રાંચી ઝોનમાં બેંક બંધ રહેશે.  
  • 20 ઓગસ્ટ, 2021: આ દિવસે મોહરમ અને પહેલું ઓણમ હોવાથી બેંગલુરુ, ચેન્નઈ, કોચ્ચી, કેરળમાં બેંક બંધ રહેશે.  
  • 21 ઓગસ્ટ, 2021: આ દિવસે થિરુવોણમ હોવાના કારણે કોચી અને કેરળ ઝોનની બેંક બંધ રહેશે.  
  • 22 ઓગસ્ટ, 2021: આ દિવસે રવિવાર અને રક્ષાબંધન હોવાના કારણે બેંક બંધ રહેશે.  
  • 23 ઓગસ્ટ , 2021:  આ દિવસે શ્રી નારાયણ ગુરુ જયંતી હોવાના કારણે કોચ્ચી અને કેરળની બેંકમાં રજા રહેશે.
  •  28 ઓગસ્ટ, 2021: આ દિવસે ચોથો શનિવાર હોવાના કારણે બેંકમાં રજા રહેશે.  
  • 29 ઓગસ્ટ, 2021ઃ આ દિવસે રવિવારના હોવાના કારણે બેંકમાં રજા રહેશે. 
  • 30 ઓગસ્ટ, 2021:  આ દિવસે જન્માષ્ટમી હોવાના કારણે અમદાવાદ, ચંડીગઢ, દહેરાદૂન, ગંગટોક, જયપુર, જમ્મૂ, કાનપુર, લખનઉ, પટના,રાયપુર, રાંચી, શિલોંગ, શિમલા અને શ્રીનગર ઝોનમાં બેંક બંધ રહેશે.  
  • 31 ઓગસ્ટ, 2021:  શ્રી કૃષ્ણ અષ્ટમી હોવાના કારણે હૈદરાબાદમાં બેંકમાં રજા રહેશે.  

5 દિવસનો લોન્ગ વીકેન્ડ પણ મળશે
ઓગસ્ટ મહિનામાં 5 દિવસનો લોન્ગ વીકેન્ડ પણ આવી રહ્યો છે. 19-23 તારીખમાં તમે લોન્ગ વીકેન્ડ માટે ટૂર પ્લાન કરી શકો છો. આ સમયે જે ઝોનમાં એકસાથે રજાઓ છે ત્યાંના કર્મચારીઓ માટે આ બેસ્ટ સમય હોઈ શકે છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ