બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / Bakrid 2023 date in india when is eid ul adha know history

Bakrid 2023 / ભારતમાં ક્યારે મનાવવામાં આવશે બકરી ઈદ? ઈદ-ઉલ અજહાનો આ ઈતિહાસ નહીં જાણતા હોય, જાણો 5 રસપ્રદ વાતો

Bijal Vyas

Last Updated: 08:33 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બકરી ઇદ કે અન્ય મુસ્લિમ તહેવારોની તારીખ ચંદ્રને જોઈને નક્કી કરવામાં આવે છે. બકરી ઇદને ઈદ-ઉલ-અઝહા પણ કહેવામાં આવે છે. તેનો અર્થ બલિદાનની ઈદ.

  • ભારતમાં 29 જૂન, રવિવારના રોજ બકરી ઇદ ઉજવવામાં આવશે 
  • મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ-ઉલ-અઝહાના દિવસે સમાપ્ત થાય છે
  • આ દિવસે નમાઝ બાદ જાનવરની બલિ આપવામાં આવે છે

Bakrid 2023 date in india: ઇસ્લામિક કેલેન્ડરના છેલ્લા મહિનામાં જુલ-હિજ્જાહમાં બકરી ઇદ ઉજવવામાં આવે છે. આ વર્ષે ભારતમાં 29 જૂન, રવિવારના રોજ બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહાની ઉજવણી થવાની સંભાવના છે. જોકે બકરી ઇદકે અન્ય મુસ્લિમ તહેવારોની તારીખ ચંદ્રને જોઈને નક્કી કરવામાં આવે છે. બકરીદને ઈદ-ઉલ-અજહા પણ કહેવામાં આવે છે. તેનો અર્થ બલિદાનની ઈદ. આ દિવસે, મુસલમાન તેમની પ્રિય વસ્તુઓનો ભોગ આપીને ખુદા દ્વારા બતાવેલ માર્ગ પર ચાલવાનો પ્રયાસ કરે છે.

ઇસ્લામિક કેલેન્ડર મુજબ, મુસ્લિમ સમુદાયના મોટાભાગના લોકો જુલ-હિજજાહ મહિનામાં હજ કરે છે. મક્કાની વાર્ષિક હજ યાત્રા ઈદ-ઉલ-અજહાના દિવસે સમાપ્ત થાય છે. બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહા જુલ-હિજ્જાના 10મા દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે બકરાનું બલિદાન આપવામાં આવે છે. આવો જાણીએ બકરી ઇદ અથવા ઈદ-ઉલ-અજહાનો ઈતિહાસ અને તેની સાથે જોડાયેલી મહત્વની બાબતો.

દેશભરમાં ઈદની રોનક, જામા મસ્જિદે ભવ્ય રોશની | country Eid Celebration Jama  Masjid Magnificent brightness

1. ઇસ્લામિક માન્યતા અનુસાર, હજરત ઇબ્રાહિમે સ્વપ્નમાં જોયું કે તેઓ તેમના સૌથી પ્રિય પુત્રનું બલિદાન આપી રહ્યા છે. આ સ્વપ્નને અલ્લાહના સંદેશ તરીકે લઈને તેણે પોતાના 10 વર્ષના પુત્રનું બલિદાન આપવાનું નક્કી કર્યું.

2. આ દરમિયાન અલ્લાહે તેને પુત્રને બદલે પ્રાણીની કુરબાની કરવાનો સંદેશ આપ્યો. પછી પુત્રને બદલે, તેણે ખુદાના માર્ગ પર સૌથી પ્રિય બકરીનું બલિદાન આપ્યું. ત્યારથી ઈદ-ઉલ-અજહા પર કુરબાની આપવાની પરંપરા શરૂ થઈ.

3. ઈદ-ઉલ-અજહા પર વિશ્વભરના મુસ્લિમ સમુદાયના લોકો નમાઝ અદા કરે છે અને ખુદાની ઇબાદત કરે છે. તે પછી જાનવરની બલિ આપે છે.

4. ઈદ-ઉલ-અજહાના દિવસે લોકો ઘેટાં, બકરા અને ઊંટની કુરબાની આપે છે. તેના માંસના 3 ભાગ કરે છે. પહેલો ભાગ જરૂરિયાતમંદ લોકોમાં, બીજો ભાગ પરિવારમાં અને ત્રીજો ભાગ સંબંધીઓ અને મિત્રોમાં વહેંચવામાં આવે છે.

bmc-irresponsibility-eid-sacrifice-goat-cji-bombay-high-court

5. બકરી ઇદમાં તે જાનવરની કુર્બાની આપવામાં આવે છે, જે સૌથી પ્રિય હોય છે અને તે સ્વસ્થ હોય છે. તે પ્રાણીને એક વર્ષ અગાઉથી ખરીદવામાં આવે છે અને તેને પરિવારના સભ્ય તરીકે ઉછેરવામાં આવે છે.

6. ચંદ્રના દર્શનના આધારે ભારત, જાપાન, સાઉદી અરેબિયા, મલેશિયા, ઇન્ડોનેશિયા, મોરોક્કો, કેનેડા, સિંગાપોર, બ્રુનેઇ, મોરોક્કોમાં બકરી ઇદ 29 જૂને ઉજવવામાં આવે તેવી શક્યતા છે.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ